મેથી ના દાણા નો પ્રયોગ ખાવા ના સ્વાદ ને વધારો આપે છે. પરંતુ તેના સ્વાસ્થ્ય માટે અને સૌંદર્ય માટે ના ફાયદા જાણી ને તમને નવાઈ લાગશે. ચાલો જાણીએ તેના અણમોલ ગુણ..
મેથી ના દાણા નું ચૂર્ણ કરી ને નિયમિત સેવન કરવા થી વજન નિયંત્રણ માં આવી જાય છે અને વાસા ની માત્ર પણ ઓછી થઈ જાય છે. આ રીતે વજન પણ નિયંત્રણ માં રહે છે.
મેથીદાણા નું નિયમિત સેવન દિલ ની બીમારીઓ ને દૂર રાખવામાં મદદ કરે છે. જે હાર્ટ અટેક થી રક્ષણ આપે છે. અને તમે તમારા હર્દય ને રાખી શકો છો સ્વસ્થ.
ડાયાબિટીસ ના દર્દી માટે મેથી ના દાણા ખૂબ જ ફાયદેમંદ છે. મેથી ના દાણા ને રોજ રાતે પલાળી ને સવારે તેને ચાવીને ખાવા તેમંજ તેનું પાણી પણ પી જવું.
વાળ ની ખૂબસૂરતી માટે પણ મેથી ના દાણા ખૂબ જ ફાયદાકારક છે. તેની પેસ્ટ બનાવી ને વાળ માં લગાવા થી વાળ રુક્ષ થતાં અટકે છે. સાથે જ વાળ મજબૂત બને છે.
ચહેરા ની ખૂબસૂરતી વધારવા માટે આ મેથી ના દાણા કઈ ઓછા ગુણવાન નથી. આ દાણા ને વાટી ને તેની પેસ્ટ બનાવી ને ચહેરા પર લગાવા થી ચહેરા ની ચમક વધે છે. જેનાથી ત્વચા નરમ રહે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team