ડુંગળી સ્વાસ્થ્ય અને ખૂબસૂરતી નો ખજાનો છે. તેમા સોડિયમ, પોટેશિયમ, વિટામિન e, તેમજ વિટામિન c અને a રહેલા હોય છે. ડુંગળી માં Anti-Inflammatory ગુણ મળી આવે છે.
આ ઉપરાંત ડુંગળી માં Anti-Allergic અને Anti-Oxidant જેવા ગુણો મળી આવે છે. ડુંગળી માં આયરન, પોટેશિયમ,જેવા ખનીજ તત્વ મળી આવે છે. ડુંગળી એક સુપર ફૂડ છે. ચાલો જાણી લઈએ કે ખાવા ની સાથે કાચી ડુંગળી ખાવા થી શું ફાયદા થઈ શકે છે.
હર્દય માટે ગુણકારી છે ડુંગળી
કૈંબ્રિજ યુનિવર્સિટિ ના એક રિપોર્ટ અનુસાર ડુંગળી માં રહેલા ફલવેનોઈડ્સ તમારા શરીર માં ખરાબ કોલેસ્ટરોલ ને દૂર કરે છે. જેના કારણે હર્દય રોગ થી બચી શકાય છે. કાચી ડુંગળી માં એમીનો એસિડ રહેલો હોય છે. જે ખરાબ કોલેસ્ટરોલ ને દૂર કરે છે.અને સારા કોલેસ્ટરોલ ને વધારે છે.
પાચન માં પણ થાય છે ફાયદો
કાચી ડુંગળી થી પાચન સારું થાય છે. કાચી ડુંગળી માં ફાઈબર ભરપૂર પ્રમાણ માં હોય છે. જેના થી તમારા પેટ માં ચોંટેલું ખાવાનું પણ સરળતા થી ડાઇજૈસ્ટ થઈ જાય છે. કાચી ડુંગળી ના સેવન થી કબજિયાત ની કોઈ ફરિયાદ રહેતી નથી.
હાડકાં માટે લાભદાયી છે.
જો તમે નિયમિત રૂપ થી ડુંગળી નું સેવન કરો છો તો તે હાડકાં ને મજબૂત બનાવા માં મદદ કરે છે. આમ તો હાડકાં માટે dairy પ્રોડક્ટસ નો વધુ ઉપયોગ કરવા માં આવે છે. પણ ડુંગળી ની જેમ બીજી ઘણી વસ્તુ હાડકાં મજૂત કરવા માટે ઉપયોગ માં લેવાતી હોય છે. કેલ્સિયમ થી હાડકાં મજૂત થાય છે અને એક ડુંગળી માં 23.5 mg કેલ્સિયમ હોય છે.
સ્વસન તંત્ર માટે પણ ફાયદાકારક છે.
એક અધ્યયન અનુસાર, ડુંગળી ખાવા થી ટ્રેકેઆ ની માશપેશીઓ ને આરામ મળે છે. જે અસ્થમા ના રોગી ને સરળતા થી સ્વાસ લેવામાં મદદ કરે છે.
વાળ ની સેહત માટે પણ સારું છે.
ડુંગળી માં Anti-Allergic અને Anti-Oxidant જેવા ગુણો મળી આવે છે. જેના થી વાળ નો વિકાસ થાય છે. તેમાં રહેલા સલ્ફર તત્વ વાળ ને મજબૂત અને ચમકદાર બનાવે છે. સાથે જ વાળ ની લંબાઈ પણ વધે છે.ડુંગળી ના રસ ને વાળ માં લગાવા થી બ્લડ circulate સારું થાય છે સાથે જ વાળ પણ સ્વસ્થ રહે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team