ગોળ એક એવો ખાદ્ય પદાર્થ છે કે દરેક ના ઘર માં આસાની થી મળી જાય છે. જો તેનું સેવન અલગ અલગ રીતે કરવાંમાં આવે તો ઘણી બીમારીઓ ના શિકંજા માંથી બચી શકાય છે
Healthy રહેવા માટે આપણે દરરોજ ખાવા માં એવી જ વસ્તુ નો સમાવેશ કરવો જોઈએ કે જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે. જમ્યા પછી મીઠું ખાવાની સલાહ આપવા માં આવે છે જેથી આપણી પાચનક્રિયા સારી થાય. આ ખાધ્ય પદાર્થ માં ગોળ નું નામ પણ લેવામાં આવે છે કે સરળતા થી ઘર માં મળી રહે.
તેનો અલગ અલગ પ્રકારે સેવન કરવામાં આવે તો તેનો ઘણો ફાયદો થાય છે. આજ ના લેખ માં ગોળ ખાવાના ઘણાં ફાયદા બતાવામાં આવ્યા છે.
વજન ઓછું કરવામાં મદદ કરે છે.
વજન ઓછું કરવા માટે ગોળ નું પાણી પીવું જ સારું ગણવામાં આવે છે. જે લોકો મોટાપણા નો શિકાર થયેલા છે એમને ગોળ નું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી વજન ઓછું થવામાં ખૂબ જ લાભ મળે છે.
પાચનક્રિયા ને સારી કરવાંમાં મદદ કરે છે.
જો આપણું પાચનતંત્ર જ સારું ન હોય તો આપણે ઘણી બીમારીઓ થઈ શકે છે. એક અભ્યાસ અનુસાર તેમા ઘણી માત્રા માં ફાઇબર રહેલું હોય છે. ફાઇબર એક એવું પોષક તત્વ છે કે જેનાથી આપણી પાચનક્રિયા સુધરી શકે છે.
લોહી ની ઉણપ નથી રહેતી.
ગર્ભાવસ્થા દરમિયાન લોહી ખૂબ ઓછું થઈ જાય છે. અને આ સમસ્યા ગર્ભસ્થ શિશુ માટે ખૂબ જ મુસીબતવાળી થઈ જાય છે. માટે જ મહિલાઓ એ ગોળ નું સેવન વધુ કરવું જોઈએ જેથી આવી સમસ્યા ઉભી ના થાય. જોકે પહેલા અને બીજા મહિના માં ગોળ ન ખાવા પર સલાહ આપવામાં આવે છે. કારણ કે ગોળ ની તાસીર ગરમ હોય છે જેનાથી બાળક ને નુકશાન પણ થઈ શકે છે,
રોગપ્રતિકારક શક્તિ માં સુધારો આવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારી ને આપણે કેટલીય પ્રકાર ના સંક્રમણ થી બચી શકાય છે. એક વૈજ્ઞાનિક અધ્યયન અનુસાર,ગોળ માં જિંક અને વિટામિન c ની માત્રા વધારે હોવાથી તે રોગો સામે રક્ષણ પણ આપે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
Very Good Information.