ચોમાસાની ઋતુમા કરો મકાઇનું સેવન.. જાણો તેના 5 ફાયદા..

ચોમાસાની ઋતુમા મકાઇ સહેલાઈથી મળી જાય છે. કોરોના જેવી મહામારીના સમયમાં જો તમે સાંજના   બહારના નાસ્તાને મિસ કરતાં હોવ તો તમે મકાઇનું સેવન કરી શકો છો. મકાઇને ઘરે શેકીને પણ ખાઈ શકાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી ગણાય છે.

Image Source

વરસાદની ઋતુમા આપણને દરરોજ કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય છે. અત્યારે કોરોનાના સમયમા બહારનું ન ખાધેલું જ સારું ગણાય. વળી આ ઋતુમા મકાઇનું સેવન સૌથી વધારે થાય છે.

ચાલો જાણીએ તેના 5 ફાયદા..

પાચન ક્રિયા સુધરે છે

Image Source

જે લોકોને પાચનની સમસ્યા છે અને તેમનું ખાવાનું બરાબર પચતું નથી આવા લોકોએ મકાઇનું સેવન કરવું જોઈએ. મકાઇમા ફાઈબરની માત્રા સારા પ્રમાણમા હોય છે.

આંખો માટે ફાયદા કારક હોય છે

આંખોની સારી દેખરેખ માટે પણ મકાઇનું સેવન લાભદાયી રહે છે. એમાં રહેલું વિટામિન e થી આંખો જોવાની ક્ષમતા વધે છે.

ત્વચા માટે લાભદાયી છે.

મકાઇ મા રહેલા એંટિઓક્સિડન્ટ ની માત્રા વધુ હોય છે. જે ચહેરા ને નિખારવાં માં મદદ કરે છે. એંટિઓક્સિડન્ટની માત્રા ને કારણે સ્કીન pigmentation નું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

Immunity વધારે છે.

Image source

Immunity ને મજબૂત રાખવા માટે મકાઇ નું સેવન કરવું ખૂબ જ યોગ્ય ગણાય છે. એક વૈજ્ઞનાનિક ના અનુસાર, મકાઇ માં રહેલા વિશેષ ગુણ ઇમ્યૂન સેલ ને મજબૂત બનાવાની ક્ષમતા રાખે છે. જેના કારણે તમારી immunity મજબૂત થાય છે.

હાડકાં મજબૂત થાય છે.

Image Source

હાડકા ને મજબૂત કરવા માટે કેલ્સિયમ પોષક તત્વ ખૂબ જ જરુરી હોય છે. આ પોષક તત્વ મકાઇ માં પણ હોય છે. જો તમારે પણ તમારા હાડકાં મજબૂત કરવા હોય તો મકાઇ નું સેવન ફાયદા કારક ગણાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment