નારિયેળ જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ ફાયદાકારક પણ હોય છે. ઉપરથી કઠણ અને અંદરથી મુલાયમ નારિયેળમાં ઘણા પૌષ્ટિક તત્વ હોય છે જે આપણા શરીર માટે જરૂરી છે. એક નારિયેળ પાણીમાં એટલા ગુણ હોય છે કે તે આપણી ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. હાલમાં જ જ્યારે જાણ થઈ કે નારિયેળ પાણીથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે ત્યારે તેની કિંમત 20 થી 30 સુધી વધી ગઈ હતી. તો ચાલો જાણીએ મીઠું અને તાજગીથી ભરપુર કરનાર નારિયેળ પાણીના ગુણો અને તેના ફાયદાઓ.
જો કોઈ વ્યક્તિના શરીરમાં પાણીની ઉણપ હોય તો નારિયેળ પાણી ફાયદાકારક હોય છે. તેને દરરોજ પીવાથી શરીરમાં પાણીની ઉણપ થતી નથી. ડાયરિયા થવા પર, ઉલટી થવા પર અથવા જાડા થવા પર નારિયેળ પાણી પીવાથી સારું રહે છે.
બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે
નારિયેળ પાણીમાં રહેલ વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નીશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે. સાથેજ તે હાઇપરટેંશનને પણ નિયંત્રિત કરે છે, તેમાં કોલેસ્ટ્રોલ હોતું નથી તેથી તેનાથી કોલેસ્ટ્રોલ પણ વધતું નથી.
વજન ઘટાડે છે
નારિયેળ પાણી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, તેથી જેને વજન ઓછું કરવું છે તે દિવસમાં એક અથવા બે વાર નારિયેળ પાણી પી શકે છે. નારિયેળ પાણી પીવાથી પેટ ભરેલું લાગે છે અને ભૂખ લાગતી નથી, તેનાથી વજન ઓછું કરવું સરળ રહે છે.
નારિયેળ પાણી એનર્જી આપે છે
નારિયેળ પાણી પીવાથી શરીરમાં તરત જ ઈલેક્ટ્રોલાઈટ્સ પહોંચાડવાનું કામ થાય છે, જેનાથી હાઈડ્રેશનનું સ્તર સુધરે છે સાથે જ તેમાં સારી માત્રામાં ગ્લુકોઝ પણ હોય છે. જે શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપવાનું કામ કરે છે.
ત્વચા માટે ફાયદકારક
નાળિયેર પાણીમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ્સ ત્વચા પર ચમક જાળવી રાખવામાં મદદ કરે છે, તેથી વધતી ઉંમરની અસરને ઘટાડવા માટે નારિયેળ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, તે ચહેરા પરના ખીલ, કરચલીઓ, ફ્રીકલ્સ અને ડાઘ ધબ્બા દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. વાળ માટે ફાયદાકારક હોવાની સાથે નારિયેળ પાણી ડેન્ડ્રફ પણ દૂર કરે છે.
પેટ સબંધિત રોગો દૂર કરે છે
નારિયેળ પાણી પીવાથી પેટ સંબંધિત રોગો જેમ કે બળતરા, અલ્સર, કોલાઈટિસ, આંતરડામાં બળતરા થવાનું જોખમ ઓછું રહે છે. ખાસ કરીને નારિયેળ પાણી પાચન તંત્રને યોગ્ય રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉલ્ટી અને ઝાડામાં પણ નારિયેળ પાણી ફાયદાકારક છે.
નારિયેળ પાણીમાં મળી આવતા પોષક તત્વો
તેમાં દૂધથી પણ વધુ પોષક તત્વો હોય છે જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન-સી, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે જે સંપૂર્ણ શરીરને શક્તિ આપે છે. એટલા માટે જો તમને નારિયેળ પાણી પીવાની આદત ન હોય તો પણ તેને અપનાવીને તમે એકસાથે ઘણી બીમારીઓને દૂર કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team