બીલી એક એવું ઝાડ છે જેના દરેક ભાગનો ઉપયોગ સ્વસ્થ બનવામાં અને સુંદર બનવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આયુર્વેદમાં તેના ઘણા ફાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનું ફળ ઘણું કઠોર હોઈ છે પરંતુ અંદરનો ભાગ મુલાયમ, રસદાર અને બીજોથી ભરપુર હોઈ છે. બીલીના ફળનું જીવન ખૂબ જ લાંબું હોઈ છે. ઝાડથી તૂટ્યા બાદ ઘણા દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ ઘણા પ્રકારની દવા બનાવવામાં કરવામાં આવે છે. તેમાં પ્રોટીન, બીટા કેરોટિન, થાઇમિન, રેબોફ્લેવિન અને વિટામિન સી ભરપુર માત્રામાં મળી આવે છે.
બીલીના રસ પીવાના ફાયદા –
હૃદય સંબંધિત રોગોમાં કરે છે મદદ
બીલીનો રસ તૈયાર કરી તેમાં થોડી બુંદ ઘી નાખી મિક્સ કરો. આ પીણાને રોજ એક ચોક્કસ માત્રામાં લો. તેના નિયમિત સેવનથી હૃદય સંબંધિત બીમારીથી બચાવ થઈ શકે છે. તે બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ગેસ, કબજિયાતની સમસ્યામાં રાહત
રોજ બીલીનો રસ પીવાથી ગેસ, કબજિયાત અને અપચામાં રાહત મળે છે.
કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે
બીલીનો રસ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
ડાયેરિયાની સમસ્યામાં ખુબ જ ફાયદાકારક
આયુર્વેદમાં બિલ્લાના રસને દસ્ત અને ડાયેરિયામાં ખુબ જ ફાયદાકારક માનવામાં આવ્યું છે. તમે ઈચ્છો તો તેને ગોળ અથવા ખાંડ સાથે મેળવી પણ પી શકો છો.
ઠંડક આપવામાં કામ કરે છે
બિલ્લાના રસને મધ સાથે મેળવી પીવાથી એસીડીટીમાં રાહત મળે છે. મોં માં ચાંદા અને દાંતના રોગથી ઘણા લોકો મુશ્કેલીમાં હોય છે. બીલીના ઉપયોગથી તમને તેમાં રાહત મળશે. આ ઉપરાંત તે શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે.
કેન્સરથી બચાવે છે
નિયમિત રૂપથી બિલ્લાનો રસ પીવાથી છાતીનું કેન્સર થવાની આશંકા ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે.
લોહી સાફ રાખે છે
બીલીના રસમાં અમુક માત્રામાં હળવું ગરમ પાણી મેળવી દો. તેમાં થોડી માત્રામાં મધ નાખી દો. આ પીણું નિયમિત રૂપથી પીવાથી રક્ત સાફ થઈ જાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team