જાયફળને સરસવના તેલનું મિશ્રણ ઘણી બધી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક નીવડે છે. એનાથી ઘુટણનો દુખાવો અને શરદીની સમસ્યા પણ દૂર થાય છે.
ભારતીય રસોડામાં ઘણા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલા વાનગીઓનો સ્વાદ તો વધારે જ છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ મસાલાઓમાં જાયફળ નો પણ સમાવેશ પણ થાય છે. જાયફળ વાનગીનો સ્વાદ તો વધારે જ છે, સાથે સાથે આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. શરીરની ઘણી બધી સમસ્યાઓ જેવી કે ઘુટણ નો દુખાવો, શરદી વગેરેની સમસ્યા દૂર કરે છે. ખાસ કરીને જાયફળ અને સરસવના તેલ નું મિશ્રણ ખૂબ જ ફાયદાકારક હોય છે. માટે આજના લેખમાં આપણે જાયફળ અને સરસવના તેલના વિશેષ ફાયદા વિશે જાણીશું.
જાયફળ અને સરસવના તેલના ફાયદા.
ગાજીયાબાદ સુવર્ણ જયંતીના આયુર્વેદાચાર્ય ડોક્ટર રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે જાયફળ અને સરસવના તેલનું મિશ્રણ ઘણાં લાંબા સમય થી ઉપયોગ કરવામાં આવે છે આ એક જૂની ચિકિત્સા પદ્ધતિ છે. બાળકોને શરદી કે ખાંસી થઈ હોય તો જાયફળ અને સરસવના તેલનું મિશ્રણ આપવામાં આવે છે. આ મિશ્રણ અન્ય સમસ્યાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે ઘુટણ ના દુખાવાને દૂર કરે છે, કમજોર ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે ગરમીના સમયે એટલે કે ગરમીની ઋતુમાં તેનો ઉપયોગ ઓછી માત્રામાં કરવો જોઈએ. જો તમે તમારા બાળકની આ મિશ્રણ આપતા હોવ તો સૌ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
જાયફળને સરસવના તેલનો ઉપયોગ કરવાથી ઘુંટણનો દુખાવો, માંસપેશીઓનો દુઃખાવો દૂર થાય છે.ઉપરાંત અન્ય ઘણા ફાયદા થાય છે.
ઘુટણ ના દુખાવા માં રાહત મળે છે –
જાયફળને સરસવના તેલનો ઉપયોગ કરવાથી ઘુંટણનો દુખાવો દૂર થાય છે. જયફળમાં એન્ટિ ઓક્સિડન્ટ, ઇન્ફ્લેમેટરી, એન્ટિ બેક્ટેરિયલ ગુણ રહેલા છે. જે ઘણી બધી બીમારીઓને દૂર કરે છે. જો તમને પણ ગોઠણના દુખાવાની સમસ્યા હોય તો જાયફળ અને સરસવના તેલનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી દુખાવામાં રાહત મળે છે.
એનો ઉપયોગ કરવા માટે સરસવના તેલમાં બે જાયફળ નાખીને આખી રાત તેને પલાળી રાખો. સવારમાં આ તેલ દ્વારા સાંધા માં માલિશ કરવી. એનાથી દુખાવાની સમસ્યા દૂર થાય છે.
માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે –
જાયફળને સરસવનું તેલ ઘુટણ નો દુખાવો દુર કરવાની સાથે સાથે માંસપેશીઓના દુખાવા માં પણ રાહત અપાવે છે. સરસવના તેલમાં જાયફળનો પાઉડર મિક્ષ કરીને માલિશ કરવાથી માંસપેશીઓ નો સોજો દૂર થાય છે. કારણ કે એમાં દુખાવો દૂર કરવાના ગુણો રહેલા છે. જેના કારણે માંસપેશીઓનો દુઃખાવો દૂર થાય છે.
શરદી અને ફ્લૂમાં રાહત અપાવે છે
શરદી અને ફ્લૂની સમસ્યાથી પરેશાન બાળકો માટે જાયફળ અને સરસવના તેલનો ઉપયોગ કરી શકાય છે. આ એક અજમાવેલો ઉપાય છે. એનો ઉપયોગ કરવાથી રાહત મળે છે. એના માટે જાયફળ લેવું. એમાં સરસવના તેલને મિક્સ કરીને પથ્થર પર ઘસવું. એની પેસ્ટ બનાવીને બાળકને ચટાડવી. એનાથી બાળકોને શરદી અને ફ્લૂની સમસ્યામાં રાહત મળે છે.
ઘાના નિશાન દૂર કરે છે
જાયફળ અને સરસવના તેલ નું મિશ્રણ ઘા ના નિશાનને દૂર કરવામાં અસરકારક નીવડે છે. એનો ઉપયોગ કરવા માટે એક ચમચી જાયફળનો પાવડર લેવો. એમાં એક ચમચી સરસવનું તેલ મિક્સ કરવું. ત્યારબાદ તેને જે જગ્યા પર ઘા ના નિશાન પડી ગયા હોય ત્યાં લગાવવું. જાયફળ ના પાવડર ની બદલે તમે જાયફળના તેલનો ઉપયોગ પણ કરી શકો છો.
ફાટેલી એડી માટે ફાયદાકારક
જાયફળ અને સરસવના તેલનું મિશ્રણ ફાટેલી એડી પર લગાવવામાં આવે તો રાહત મળે છે. એનો ઉપયોગ કરવા માટે જાયફળ ના પાવડરમાં સરસવનું તેલ મિક્સ કરવું. એને ફાટેલી એડી ઉપર લગાવવું. નિયમિત રીતે આ ઉપાય કરવાથી ફાટેલી એડી ની સમસ્યા દૂર થાય છે.
જાયફળને સરસિયાના તેલના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે તો શરીર સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. જોકે કોઈ પણ ઉપાય કરતાં પહેલાં નિષ્ણાંતોથી સલાહ કરી લેવી જોઇએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team