એક સમયમાં થીયેટરને ફૂલ કરનાર આ ફિલ આજે પણ લોકોને જોવી બહુ ગમે છે. આ ફિલ્મમાં દરેક કિરદાર બહુ જમાવટ કરે એવા છે. ફિલ્મ સ્ટોરી એક નવા મૂળ પર લઇ જાય છે. સાથે સરળ શબ્દોથી ડાયલોગબાજી લોકોને એકલા ગણગણવા મજબૂર કરે એ રીતે છે. ઘોડા પર ફાઈટીંગના ફિલ્મ દર્શાવવામાં આવ્યા છે. હીરો અને વિલન વચ્ચેનું થતું ઘર્ષણ લોકોની આંખો ચોંટાડી દે એમ છે. જોરદાર પિક્ચરાઇઝેશન થયેલું આ ફિલ્મ લોકોને ખુબ પસંદ પડ્યું હતું.
તો ચાલો એ હીટ ફિલ્મની ગરમાગરમ વાતો જાણીએ. આ ફિલ્મ વિશેની એવી વાતો જાણીએ જે Untold Story છે. મતલબ કે તમે ક્યાંય જાણ્યું નહીં હોય એવી વાતો.
- પહેલા ફિલ્મનું નામ ‘એક દો તીન’ અથવા ‘મેજરસાબ’ રાખવાની વાતો ચાલી રહી હતું પછી જયારે ફિલ્મ અડધીથી વધારે વાણી ગઈ ત્યારે આ ફિલ્મની નામ ફાઈનલ ‘શોલે’ રાખવામાં આવ્યું.
- હેલેન પર બનેલ ગીત મહેબૂબા-મહેબૂબા ગીત આર.કે. સ્ટુડિયોમાં બન્યું હતું.
- અમજદખાનનો ગબ્બરસિંહનો કિરદાર માત્ર કલમથી નહીં પણ વાસ્તવિક જિંદગીમાંથી આવ્યો હતો. ગબ્બર નામના એક ડાકુની બોલી અને વ્યવહારને ગબ્બરના રોલમાં ઉતારવામાં આવ્યો હતો.
- રમેશ સિપ્પીએ આ ફિલ્મ માટે વિદેશથી ટેકનીશીયન અને સ્ટંટમેન બોલાવ્યા હતા. જે બધા જેમ્સ બોન્ડની ફિલ્મમાં કામ કરી ચૂકેલ હતા.
- શોલે ફિલ્મમાં એક ખાસ ઘોડાને બતાવવામાં આવ્યો હતો. જેનું નામ “બેંગ્લોર રોકેટ” હતું. ફિલ્મથી જોડાયેલા લોકો જણાવે છે કે, આ ઘોડાના ઘણા સ્ટંટ સીન લેવામાં આવ્યા હતા.
- પહેલા ફિલ્મમાં અમજદખાનનો અવાજ નિર્માતાઓને પસંદ આવતો ન હતો. પછી એ જ રોલને લોકોએ વધુ પસંદ કર્યો હતો.
- શોલેના બધા ગીતો હીટ રહ્યા હતા. જેમાં આરડી બર્મને અવાજ આપેલ એવું મહેબૂબા-મહેબૂબા સોંગના રીમીક્ષ અને કવર સોંગ પણ ઘણા બન્યા છે. આજે પણ આ ગીત લોકોનું ચહીતું છે.
- કદાચ અત્યારે પણ જો થીયેટરમાં શોલે ફિલ્મ ફરી મુકવામાં આવે તો આજે પણ ઘણા લોકો તે નિહાળવા જાય. આવી વાત ફિલ્મની દુનિયા સાથે જોડાયેલા વ્યક્તિઓ જણાવે છે.
શોલે ફિલ્મથી ફિલ્મીક્ષેત્રને એક નવી રજૂઆત કરવાનું બહાનું પણ મળ્યું અને એ પછી તો ઘણી ફિલ્મોમાં હીરો અને વિલન વચ્ચે ફાઈટ સીન હોય એવું દર્શાવવામાં આવતું હતું. સાથે ડાકુના રોલ પણ ફિલ્મમાં ઉમેરાયા અને ઘોડા ઉપર ફાઈટીંગ આવે એવા ઘણા ફિલ્મોમાં બતાવવામાં આવ્યું. આ કારણોને લીધે આજે પણ શોલે ફિલ્મને દર્શકો એટલી જ પસંદ કરે છે જેટલી તેને રીલીઝ સમયે જોવામાં આવી હતી.
#Author : Ravi Gohel