ચમકદાર અને કાળા વાળ માટે શેમ્પૂ કે ક્રીમ નહીં પણ સરસવ નું તેલ છે ખૂબ ઉપયોગી.. જાણો કેવી રીતે..

વાળ ની ખૂબસૂરતી જાળવી રાખવી હોય કે ત્વચા ને કાળી થતી બચાવી હોય તેની માટે સરસવ નું તેલ ખૂબ જ ફાયદાકારક હોય છે.

આપણાં ઘર માં ખાવામાં વપરાતું સરસવ નું તેલ એ વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમારી સ્કીન ડ્રાય કે ડલ થઈ હોય તો આ તેલ ખૂબ જ પ્રભાવી સાબિત થયું છે. જો તમારા વાળ ખૂબ ખરે છે અથવા તો વાળ લાંબા નથી થતાં તો આ તેલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. છેલ્લે તો બજાર માં મળતા મોંઘા શેમ્પૂ, અને ક્રીમ કરતાં સરસવ નું તેલ બધી જ રીતે સારું પડે છે. તે એવો દાવો કરે છે કે તે દરેક સમસ્યા નું નિવારણ છે.

Image Source

ચાલો જાણીએ તેના ફાયદા..

સ્કીન ની dryness ને કરે દૂર  

Image Source

જે લોકો ની સ્કીન dry છે તેવા લોકો એ સ્નાન પહેલા પોતાની સ્કીન પર સરસવ નું તેલ લગાવી લેવું. આવું લગભગ એક મહિના સુધી કરવું પછી જો તમારી સ્કીન ની dryness દૂર થઈ જાય તો અઠવાડિયા માં બે વાર આ તેલ થી માલિશ કરવી. સરસવ ના તેલ થી તમારી સ્કીન સોફ્ટ થશે.

સન ટેન દૂર કરે છે.

Image Source

બહાર મળતા સનસ્ક્રીન લોશન કરતાં નેચરલ સનસ્ક્રીન લોશન એટલે કે સરસવ નું તેલ તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. તે લગાવાથી તમારી સ્કીન પર નું ટેન તો દૂર થશે જ સાથે જ સ્કીન પર ગ્લો પણ આવશે. ઘર ની બહાર નીકળતા પહેલા સરસવ ના કેટલાક ટીપા  તમારી સ્કીન પર લગાવી દેવા.

મળશે Healthy અને Shiny વાળ

Image Source

સરસવ નું તેલ વાળ ને કાળા, ઘટાદાર,અને લાંબા રાખવા માં મદદ કરે છે. તેને વાળ માં લગાવતા પહેલા હુંફાળું ગરમ કરી લેવું. પછી વાળ ની જડ માં મસાજ કરતાં ઉપર થી નીચે તરફ જવું. પછી એક કલાક પછી વાળ ને કોઈ માઇલ્ડ શેમ્પૂ થી ધોઈ લેવા. આમ કરવા થી વાળ ખરવા, ખોડો જેવી સમસ્યા થી છુટકારો મળશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment