‘ગામડું’ શબ્દ કોઈના કાને આવે ત્યારે કાચા અને નળિયાવાળા મકાન અને ખેતર હોય એવું કંઈક નજરે આવવા લાગે. પરંતુ આજ તમને ખુલાશો કરી દઈએ તો બધા ગામડા સરખા નથી હોતા. આજ જે ગામડા વિશે ચર્ચા કરવાના એ જાણીને પછી તમે બોલશો આ કોઈ ગામડા નથી પણ શહેર છોડીને અહીં કાયમી રહેવા માટે મજબૂર કરે એવા લોકેશન છે. સાચે જ ભારતના અમુક ગામડાઓ એવા છે જે તમને ઘરને છોડીને કાયમી આ ગામડાઓમાં જ રહી જવાનું મન થાય એવા છે. ચાલો વધુ જોઈએ આગળની વિગત.
શહેરની ભાગદોડની જિંદગીમાં કોઈ પાસે સમય રહ્યો નથી અને કોણ ક્યાં જાય એ પણ ખબર પડતી નથી. પણ તમે ભારતના આ ગામડાઓ વિશે જાણશો તો સો ટકા તમે કુદરતી વાતાવરણમાં આનંદ અનુભવશો. અહીંનું વાતાવરણ રૂબરૂ ઈશ્વરની હાજરી પ્રદર્શિત કરે છે. તમે માત્ર તસ્વીર જુઓ તો ખબર પડે. ચાલો, કરીએ ભારતના ખૂબસૂરત ગામડાઓની ચર્ચા.
(૧) ધનુષકોડી, તમિલનાડુ
આ અદ્દભુત નજારો ફક્ત અહીંથી દેખાય છે. સાથે અહીંથી શ્રીલંકાની સફર પણ સહેલાઈથી કરી શકાય છે.
(૨) કક્કાથુંરૂથું, કેરળ
ખુશ થઇ જવાય તેવું વાતાવરણ અને સાથે કુદરતના ખોળામાં રાંટા હોય તેવો ભાસ થાય છે. ભારતનું આ ગામ મનને પ્રફુલ્લિત કરે છે.
(૩) અરૂ, જમ્મુ-કાશ્મીર
પહાડોની વચ્ચે આવેલું આ ગામ સુંદર પર્યટન સ્થળ છે. અહીં આવ્યા પછી ઘરે જવાનું મન જલ્દીથી થતું નથી.
(૪) મુનસ્પારી, ઉત્તરાખંડ
જયારે પણ કાશ્મીરની મુલાકાત લો ત્યારે આ જગ્યા પર જરૂરથી જવું. હલદ્રાનીથી મુનસ્પારી લગભગ ૨૯૫
કિમી જેટલું દૂર છે. અહીં ખૂબસૂરત નજરો માણવા લાયક છે.
(૫) બેલેક્ન, કર્ણાટક
નાની ટેકરી અને પર્વતો પર સ્થિત આ ગામ મનને શાંતપ્રિય બનાવી દે છે.
આ પાંચ જગ્યા સિવાય હજુ ઘણી એવું જગ્યાઓ છે, જ્યાં કુદરતે ભરીભરીને સુંદરતા આપી છે. તમે આ જગ્યાઓ પર જાવ તો કાયમી ત્યાં જ રહેવાનું મન થાય. ખુલ્લું આસમાન, ખુલ્લો વિશાળ પટ વિસ્તાર અને પાણી, પવન,બાગ-બગીચા આ બધું મૌસમને તાજગીથી ભરપૂર બનાવે છે. એમાં પણ જો તમારૂ સ્પેશ્યલ પર્સન તમારી સાથે હોય તો સ્વર્ગમાં હોય તેવો અનુભવ થાય છે. પીકનીક સ્પોટ કે ટૂરિંગ ડેસ્ટીનેશન તરીકે આ લોકેશન પર જવાની મજા પણ અલગ છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel