ચ્યુઇંગમ ચાવતી વખતે સાવધાન રહેવું, જો તે આકસ્મિક રીતે અંદર જશે તો શરીરના આ ભાગને બ્લોકેજ કરશે.

Image Source

જો ચ્યુઇંગમ લાંબા સમય સુધી પેટમાં રહે તો પછી ઉબકા, ઊલટી થવાની ફરિયાદો થઇ શકે છે. જો તે ભૂલથી પેટમાં ગઈ તો લગભગ ૪૦ કલાકથી વધારે સમય સુધી પેટમાં રહે છે.

જો તમને યાદ હોય તો, હંમેશા આપણા માતા-પિતા આપણને બાળપણમાં ચેતવણી આપતા હતા કે ચ્યુઇંગમ ગળી જતા નહીં, પેટમાં ચોટી જાય છે. ચ્યુઇંગમમા જુદા જુદા પ્રકારના તત્વો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ચ્યુઇંગમમાં ચરબી, મીણ, રેઝિન, ઇલાસ્ટોમર, ઇમલ્સિફાયર્સ અને બીજા પ્રકારના તત્વો હોય છે, જે પેટમાં વિકાર ઉત્પન્ન કરી શકે છે.

Image Source

શરીર ચ્યુઇંગમને પચાવી શકતું નથી:

ચ્યુઇંગમ ચાવવામાં ઘણું લચીલું અને સ્ટીકી હોય છે. તમે ચ્યુઇંગમને ગમે તેટલું ચાવશો, તેમ છતાં પણ તેના આકારમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહીં. એવું માનવામાં આવે છે કે તે પેટની સપાટીમાં રહી જાય છે અને આંતરડામાં અવરોધ ઉત્પન્ન કરશે. તેની વાસ્તવિકતા એ છે કે આપણું શરીર ચ્યુઇંગમને પચાવી શકતું નથી.

Image Source

ચ્યુઇંગમ પણ અદ્રાવ્ય છે:

આ ઉપરાંત, એવી ધારણા છે કે સાત વર્ષ સુધી આપણા તંત્રમાં ટકી રહેશે, જે સંપૂર્ણ રીતે સત્ય નથી. શાકભાજી અને કઠોળમાં રહેલા ફાઇબરની જેમ ચ્યુઇંગમ પણ અદ્રાવ્ય હોય છે. આપણું શરીર ચ્યુઇંગમને પચાવી શકતું નથી અને તેથી જ ચ્યુઇંગમ પેટમાં રહી જાય છે. પરંતુ જ્યારે તમે ચ્યુઇંગમ ગળી જાઉં છો તો શું થાય છે? કોઈપણ બીજા પ્રકારનું ભોજન, જે આપણે ખાઈએ છીએ તે પાચન ક્રિયા દ્વારા બહાર નીકળી જાય છે અને તે આપણા શરીરમાં મળ દ્વારા બહાર નીકળે છે.

Image Source

ચ્યુઇંગમ બ્લોકેજ ઉત્પન્ન કરે છે:

આપણા આંતરડાંમાં ચ્યુઇંગમ બ્લોકેજ ઉત્પન્ન કરી શકે છે. પરંતુ આવું ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થાય છે. જો કોઈ વ્યક્તિ મોટી માત્રામાં ચ્યુઇંગમ ગળી જાય છે, ત્યારે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. જેનાથી ચ્યુઇંગમ આંતરડાની અંદર બ્લોકેજની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. આ પ્રકારની સમસ્યા મોટાભાગે બાળકો સાથે થાય છે અને તેના લીધે બાળકોને વારંવાર ચેતવણી આપવામાં આવે છે કે ચ્યુઇંગમ ન ગળે.

Image Source

ચ્યુઇંગમ ગળી જવાથી દુખાવો, ઉલટી અને કબજીયાતની ફરિયાદ:

બાળરોગ પત્રિકામાં વર્ષ ૧૯૯૮ માં પ્રકાશિત એક અધ્યયનમાં જણાવ્યું છે કે, અમુક કિસ્સાઓમાં બાળકો ચ્યુઇંગમના ઘણા નાના નાના ટુકડાઓ ગળી ગયા હતા, ત્યારબાદ તેમના આંતરડામાં બ્લોકેજ થઈ ગયું હતું. જેના લીધે પેટમાં દુખાવો, ઉલટી અને કબજીયાતની ફરિયાદ આવી હતી. આ ઉપરાંત ચ્યુઇંગમ ગળી જવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.

Image Source

ચ્યુઇંગમ ગળી જવાના પરિણામો:

  1. જો ચ્યુઇંગમ તમારા શરીરમાં લાંબા સમય સુધી રહે છે તો તેવી સ્થિતિમાં ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો. જો ચ્યુઇંગમ ઝડપથી બહાર નીકળતી નથી તો બ્લડપ્રેશર પણ વધી શકે છે.
  2. જો ચ્યુઇંગમ લાંબા સમય સુધી પેટમાં રહેતો ઉલટી, ઉબકા જેવી ફરિયાદો થઈ શકે છે.
  3. ચ્યુઇંગમથી ખંજવાળ અને ફોડલીઓની પણ ફરિયાદ થઇ શકે છે.
  4. ધીમુ પાચન થાય છે:

નિષ્ણાંતો મુજબ, ચ્યુઇંગમને શરીરના પાચનતંત્ર ની બહાર કાઢવા માટે લગભગ ૪૦ કલાકથી વધારે સમય લાગે છે. તે ભોજનની પાચન પ્રક્રિયાથી વધારે સમય લે છે, કેમકે તે આપણા પાચનતંત્રમાં બીજા ખાદ્ય પદાર્થોની સરખામણીમાં ધીમુ પાચન થાય છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment