અમુક લોકોને ફ્રિજમાં વસ્તુઓ રાખવી ખૂબ જ પસંદ હોય છે અને તે પોતાના ફ્રિજમાં દરેક વસ્તુઓને સાચવીને રાખી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તે નુકસાનકારક પણ હોઈ શકે. લોકો ફળ શાકભાજી ફ્રીઝમાં રાખવાનું પસંદ કરે છે કે જેથી તે તાજા રહે છે. પરંતુ અમુક વસ્તુ ફ્રીજમાં મુકવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવો જાણીએ કઈ વસ્તુઓ ફીજમાં ના રાખવી જોઈએ.
નટ્સ
ઘણા લોકો નટ્સ એટલે કે સૂકા મેવાને પણ ફ્રીઝમાં સ્ટોર કરે છે. જ્યારે ડ્રાઈ ફ્રૂટ્સને ફ્રીઝમાં મુકવાની કોઈ જરૂર નથી હોતી. નટ્સ ફ્રીઝ વિના પણ ઘણા મહિનાઓ સુધી સુરક્ષિત રહે છે. બસ જરૂર છે કે, તમે તેને ડ્રાય અને કોલ્ડ પ્લેસમાં સ્ટોર કરો, જ્યાં ડાયરેક્ટ સનલાઈટ ના આવતી હોય. આ સાથે જ તેને પાણી અથવા પ્લાસ્ટિકની જગ્યાએ કાચની બરણીમાં સ્ટોર કરશો તો તે લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.
બ્રેડને ફ્રીઝની જરૂર નથી
જે બ્રેડ તમે માર્કેટમાંથી લઈને આવો છો, શું ક્યારેય તમે તેને ગ્રોસરી સ્ટોર કે પછી કરિયાણાની દુકાન પર ફ્રીઝમાં મુકેલા જુઓ છો? નથી જોયા ને… કારણ કે બ્રેડ રૂમ ટેમ્પરેચર પર જ સારા રહે છે. જો તમે તેને ફ્રીઝમાં મુકશો તો તે ડ્રાઈ થઈ જશે અને કડક પણ થઈ જાય છે. તેને કારણે તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે, જે તેને પહેલા કરતા ઓછાં ટેસ્ટી બનાવી દે છે. જો તમે બ્રેડનો તેના પેકેટ પર આપવામાં આવેલી એક્સપાયરી ડેટની અંદર જ ઉપયોગ કરી લો તો બ્રેડને ફ્રીઝમાં મુકવાની કોઈ જરૂર નથી રહેતી.
મધને ફ્રીઝમાં મુકવાની ભૂલ ના કરતા
મોટાભાગના લોકો એ વાત નથી જાણતા કે મધને જો ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવે તો તેનો ટેસ્ટ અને ટેક્સ્ચર બંને બદલાઈ જાય છે. મધને ફ્રીઝમાં મુકવાથી તે ક્રિસ્ટલાઈઝ્ડ થઈ જાય છે. તે કોઈક મજબૂત અને પારદર્શક પથ્થર જેવું દેખાવા માંડે છે. આ સાથે જ ભોજનમાં તેનો ઉપયોગ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. આથી, મધને હંમેશાં રૂમ ટેમ્પરેચરના તાપમાન પર જ રાખવું જોઈએ. જો મધ કાઢવામાં તકલીફ પડે તો તેની બરણીને થોડીવાર માટે ગરમ માણી મુકી દો. આવું કરવાથી મધ પીગળી જશે.
ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ
તમે બજારમાંથી ટોસ્ટ, બ્રેડ અથવા બનની સાથે ખાવા માટે જામ, સ્પ્રેડ અથવા સોસ જેવી વસ્તુઓ લઈને આવો છો, તો તેને ફ્રીઝમાં મુકતા પહેલા તેના લેબલ પર લખેલી સ્ટોરેજ ટિપ્સને ધ્યાનથી વાંચી લો. કારણ કે, આવા મોટાભાગના ફૂડ્સને ફ્રીઝમાં સ્ટોર કરવાની કોઈ જરૂર નથી હોતી. તેને ફ્રીઝ વિના પણ ડ્રાય પ્લેસ પર સ્ટોર કરી શકાય છે. ત્યાં સુધી કે, કેટલાક ફૂડ્સનો ટેસ્ટ ફ્રીઝમાં મુકવાને કારણે બદલાઈ પણ જાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team
PLEASE ADVICE ME HOME TRETMENT FOR VOMITING. SINCE LAST 3 MONTHS EVERYTHING I EAT I VOMIT.MY DOCTOR HAS TRIED ALL MEDCINE,STILL IT IS NOT HELPINGAND I AM LOSING WEIGHT.PLEASE HELP ME. SORRY, FOR THE TROUBLE GIVEN.
REGARDS.
KIRIT PATEL.
Thank you for commenting Kiritbhai, I can see that you have consulted a lot, but still, I advise you to consult the best doctor or consult a person who has sufficient knowledge of the Ayurved.
Thank You
FaktGujarati Team