તમે પણ ઉધરસથી પરેશાન છો અને તે લાંબા સમય સુધી મટતી નથી તો રાહ જોયા વગર તરત ડોક્ટરનો સંપર્ક કરો. આપણામાંથી ઘણા લોકો એવા છે જેઓ આ વાતથી અજાણ છે કે લાંબા સમય સુધી ખાંસી એ ભયનું ચિહ્ન છે.
ડોક્ટરની સલાહ મુજબ ફેફસાનું કેન્સર થાય ત્યારે પ્રારંભિક તબક્કામાં તેના લક્ષણો સરળતાથી દેખાતા નથી. આ કારણ છે કે ઘણા દર્દીઓની ઓળખ તેમજ નિદાન ત્યારે થાય છે જ્યારે તેની આ બીમારી છેલ્લા તબક્કે પહોંચી જાય છે. ખરેખર તમારી ઉધરસની સાથે અમુક બીજા લક્ષણોને પણ સામાન્ય ચેપ સમજીને અવગણના કરવા કરતા ડોક્ટરનો સંપર્ક કરવો. આ લક્ષણો કેન્સરનું કારણ પણ બની શકે છે.
ઉધરસની રીતમાં પરિવર્તન:
જો તમને ત્રણ અઠવાડિયાથી વધારે સમય સુધી ઉધરસ આવે છે અને ઉધરસ આવતી વખતે અવાજ ભારે થઇ જાય છે, તથા ઉધરસની સાથે લોહી પણ આવે છે કે અસામાન્ય લાળ ઉધરસ સાથે આવે તો તેના પર ધ્યાન આપવાની જરૂર છે. જાતે દવા લેવાને બદલે ડોક્ટરનો સંપર્ક કર્યા પછી દવા લેવી વધુ ઉત્તમ રહેશે.
શ્વાસ સાથે જોડાયેલી તકલીફો:
જો ઉધરસ સાથે જ વારંવાર શ્વાસ ફૂલી રહ્યો હોય, શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તો તે પણ ફેફસાંના કેન્સરના સંભવિત લક્ષણો હોઈ શકે છે.
છાતીના ભાગમાં દુખાવો:
ફેફસાના કેન્સરને લીધે ચેસ્ટ એટલે કે છાતી સાથે ખભા અને કમરમાં પણ દુખાવો થાય છે. પરંતુ આ દુખાવો ફક્ત ઉધરસ વખતે થતો નથી પરંતુ ઉધરસ ખાધા વગર પણ થઈ શકે છે. જો છાતી ની આસપાસ ખૂબ જ ઝડપથી કે સમયાંતરે દુખાવાનો અનુભવ થાય તો ડોક્ટરને ચોક્કસપણે જણાવવું.
શ્વાસ વખતે અવાજ:
જ્યારે એરવેજ એટલે કે વાયુમાર્ગમાં બળતરા થાય છે ત્યારે શ્વાસ લેતી વખતે સિસોટી જેવો કે ઘોઘરો અવાજ આવે છે. ઘરઘરાહટની આ સમસ્યા એલર્જી કે અસ્થમાને લીધે છે એવું વિચારીને તેની અવગણના ન કરવી.
અચાનક વજનમાં ઘટાડો થવો:
જો ડાયટિંગ કે વર્કઆઉટ કર્યા વગર અચાનક જ વજન ઘટે તો તે એ વાતનો સંકેત છે કે શરીરની અંદર ટ્યુમર વધી રહી છે. ફક્ત ફેફસાના કેન્સર નહીં પરંતુ બીજા કેન્સરનું પણ એક સામાન્ય લક્ષણ છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team