ઋતુ બદલાતા જ શરીર માં ઘણા બદલાવ આવે છે. ઠંડી ના મોસમ માં ફ્લૂ અને ઇન્ફેકશન થી બચવા માટે ઇંમ્યુંન સિસ્ટમ ને મજબૂત રાખવી જરુરી છે. આ બધુ જાણતા પણ લોકો પોતાના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખતા નથી. ચાલો જાણીએ જાણતા અજાણતા શિયાળા માં લોકો કઈ ભૂલો કરે છે.
લાંબા સમય સુધી ગરમ પાણી થી નાહવું.
એક્સપર્ટ એવું કહે છે કે શિયાળા ની ઋતુ માં વધુ ગરમ પાણી થી શાવર લેવું સારું નહીં. તેનાથી તમારા મગજ અને શરીર પણ ખરાબ અસર પડે છે. ગરમ પાણી કેરોટિન નામના સેલ્સ ને નાશ કરે છે. જેનાથી ત્વચા પર ડ્રાયનેસ, ખંજવાળ આવે છે.
ખૂબ વધારે ગરમ કપડાં
શિયાળા માં પોતાને ગરમ રાખવું ખૂબ જ જરુરી છે. પણ વધુ કપડાં પહેરવા થી પણ બચવું જોઈએ. આમ કરવાથી તમારી બોડી ઓવરહિટ થાય છે. ખરેખર તો ઠંડી લાગવાથી આપણું ઇંમ્યુંન સિસ્ટમ વ્હાઇટ બ્લડ સેલ પ્રોડ્યૂસ કરે છે. જે ઇન્ફેકશન અને બીમારી થી રક્ષણ આપે છે. તેવી જ રીતે બોડી ઓવર હિટ થવા થી તમારું ઇંમ્યુંન પણ કામ નથી કરતું.
વધુ ખાવું
શિયાળા માં વ્યક્તિ નો ખોરાક વધી જાય છે. અને તેઓ કોઈ પણ ચિંતા વગર જે આવે તે ખાઈ લે છે. કારણ કે ઠંડી માં કેલેરી વધુ વપરાય છે. જેની ભરપાઈ આપણે વધુ કેલેરી વાળી વસ્તુ કે પછી હોટ ચોકોલેટ ખાવા થી થાય છે. આવા માં તમે ફાઇબર વાળી શાકભાજી કે બીજી કોઈ વસ્તુ ખાવી.
કેફીન
શિયાળા માં શરીર ને ગરમ રાખવા માટે ચા અને કોફી એક સારો ઓપ્શન છે. કદાચ તમે ભૂલી રહ્યા છો કે વધુ કેફીન શરીર માટે નુકશાન કારક હોય છે. દિવસ ભર માં 2-3 કપ કોફી જ પીવી. વધુ ન પીવી.
ઓછું પાણી પીવું.
શિયાળા માં લોકો ને તરસ ખૂબ ઓછી લાગે છે. એનો મતલબ એવો નથી કે ઠંડી માં તમને પાણી ની જરૂર નથી. યુરીનેશન, ડાયજેશન, અને પસીના થી શરીર માથી પાણી નીકળી જાય છે. આવા માં પાણી ન પીવાથી શરીર ડીહાયડ્રેટ થાય છે. જેનાથી કિડની અને ડાયજેશન માં પ્રોબ્લેમ થાય છે.
સૂતા પહેલા શું કરવું.
એક શોધ ના અનુસાર, રાત ના સૂતા પહેલા હાથ અને પગ ને મોજા થી કવર કરવા. સલીપીગ કોલીટી ને ઇમ્પ્રૂવ કરવા માટે આ બધા નુસખા પણ ઘણા ફાયદાકારક છે.
બેડટાઇમ રૂટિન
આ ઋતુ માં દિવસ નાના અને રાત લાંબી હોય છે. આવી દિનચર્યા થી ન તો ફક્ત સીરકાર્ડિયન સાઇકલ ડિસ્ટર્બ થાય છે પણ સાથે જ શરીર માં મેટાલોનીન હોર્મોન્સ નું પ્રોડક્શન પણ વધે છે. જેનાથી જોકા આવે છે. એટલે જ સ્લીપિંગ ટાઇમ માં સારી રીતે ઊંઘ પૂરી કરવી.
બહાર નીકળવા થી પરહેજ
ઠંડી થી બચવા માટે લોકો ઘર ની બહાર નીકળવાનું જ બંધ કરી દે છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી. ઘર માં જ રહેવા થી તમારી ફિજિકલ એક્ટિવિટી પર અસર પડે છે. મોટાપો વધશે અને સુર્ય ના કિરણો માંથી આવતા વિટામિન ડી પણ શરીર ને નથી મળતું.
કસરત
ઠંડી માં તાપમાન ઓછું હોવાને કારણે લોકો પથરી માંજ પડી રહેવાનું પસંદ કરે છે. ફિજિકલ એક્ટિવિટી ઓછી હોવાને કારણે આપણી ઇંમ્યુંન સિસ્ટમ પણ ઓછી થઈ જાય છે. રજાઈ માં ઘૂસી જવાને બદલે સાયકલિંગ, વોકિંગ કરવું.
સેલ્ફ મેડિકેશન
આ ઋતુ માં લોકો ને ખાંસી, શરદી કે તાવ આવી શકે છે. આવા માં ડોક્ટર ની સલાહ વગર સેલ્ફ મેડિકેશન કરવું ન જોઈએ. તે કોઈ ગંભીર બીમારી ના લક્ષણ પણ હોઈ શકે છે. એટલે કોઈ પણ દવા કે નુસખો અજમાવ્યા પહેલા ડોક્ટર ની સલાહ જરૂર થી લેવી.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team