સપ્તપુરીઓ માંથી અયોધ્યા એ હિન્દુ, જૈન, બૌદ્ધ અને સિખ માટે નો એક પવિત્ર ધાર્મિક સ્થળ છે.અહી ભારતીય ધર્મ ના કેટલાક સ્મારક, મંદિર અને પવિત્ર સ્થળ હયાત છે. ચાલો જાણીએ તેના વિશે વિસ્તૃત માં..
1.અયોધ્યા ના ઘાટ:
અયોધ્યા ઘાટો અને મંદિરો ની પ્રસિદ્ધ નગરી છે. સરયૂ નદી અહિયાં થી જ વહે છે. સરયૂ નદી ને કિનારે 14 ઘાટો છે. તેમાં ગુપ્ત દ્વાર ઘાટ, કૈકૈઈ ઘાટ, કૌશલ્યા ઘાટ, પાપમોચન ઘાટ,લક્ષ્મણ ઘાટ, મુખ્ય છે.
2.રામ જન્મ ભૂમિ:
અયોધ્યા માં મુખ્ય રૂપ થી રામ ભગવાન ના દર્શન કરવામાં આવે છે. જ્યાં રામ ભગવાન બિરાજમાન છે.
3. હનુમાન મંદિર:
અયોધ્યા ની વચ્ચે હનુમાન ગઢી માં હનુમાનજી નું મંદિર છે.
4. દંતધાવન કુંડ :
હનુમાન ગઢી માં જ આ કુંડ આવેલો છે . જ્યાં રામ ભગવાન એ દાંત ની સફાઇ કરી હતી. તેને જ રામ નું દાતણ પણ કહે છે.
5. કનક ભવન મંદિર:
અયોધ્યા નું કનક ભવન મંદિર પણ જોવા લાયક છે. જ્યાં રામ અને જાનકી ની સુંદર મૂર્તિઓ રાખેલ છે.
6. રાજા દશરથ નો મહેલ:
અહિયાં રાજા દશરથ નો મહેલ પણ ખૂબ જ પ્રાચીન અને વિશાળ છે.
7. ભગવાન ઋષભદેવ નું જન્મ સ્થળ:
અયોધ્યા માં એક જૈન મંદિર પણ છે જ્યાં ઋષભ દેવ નો જન્મ થયો હતો. અયોધ્યા માં આદિનાથ સિવાય સુમતીનાથ,અનંતનાથ વગેરે નો જન્મ થયો હતો.
8. બૌદ્ધ સ્થળ:
અયોધ્યા ના મણી પર્વત પર બૌદ્ધ સ્તૂપો પણ છે. કહેવાય છે કે બૌદ્ધ ની ઉપસિકા વિશાખા એ અહી દીક્ષા લીધી હતી. તો તેમના સ્મૃતિ સ્વરૂપ અહી મણી પર્વત પર બૌદ્ધ વિહાર ની સ્થાપના કરાઇ હતી.
9. નંદીગ્રામ:
અયોધ્યા થી 16 મિલ દૂર નંદીગ્રામ આવેલ છે. જ્યાં રહી ને ભરત એ રાજ કર્યું હતું. અહિયાં ભરતકુંડ અને ભરત જી નું મંદિર પણ છે.
10. શ્રી બ્રહ્મકુંડ:
અયોધ્યા માં આવેલ ગુરુદ્વારા બ્રહ્મકુંડ સાહેબ ના દર્શન માટે દુનિયા ના ખૂણે ખૂણે થી સિખ લોકો દર્શન કરવા આવે છે. કહેવાય છે કે સિખ માટે સૌ પહેલા ગુરુ નનાકદેવ, પછી 9 માં ગુરુ તેગ બહાદુર,10માં ગુરુ ગોવિંદ સિંહ, અને પછી બ્રહ્મકુંડ માં ધ્યાન કર્યું હતું. પૌરાણિક કથા અનુસાર અહિયાં બ્રહ્મા જી 5000 વર્ષ સુધી તપસ્યા કરી હતી.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team