મનુષ્યના જીવન સાથે જોડાયેલી ઘટના અને દુર્ઘટના જન્મકુંડળી સાથે સંકળાયેલ હોય છે. જ્યોતિષશાસ્ત્રની અંદર એવો પણ ઉલ્લેખ છે કે કોઇપણ વ્યક્તિ સાથેની શુભ અને અશુભ અસર ગ્રહોની સ્થિતિ આધારિત હોય છે. વ્યક્તિની કુંડળીમાં યોગ્ય સ્થાન પર બેઠેલ ગ્રહની અસર શુભ થાય છે અને વ્યક્તિને દરેક જગ્યાએ સફળતા અપાવે છે. તેમજ ગ્રહની સ્થિતિ વિચલિત બનતા અશુભ અસર પણ થઇ શકે છે.
ગ્રહની અશુભ અસરમાં વ્યક્તિને બીમારી પણ આવી શકે છે. વ્યક્તિની બીમારીનો આધાર પણ ગ્રહોની સ્થિતિ પર રહેલો છે. આવો, આજના લેખમાં તમને અતિરસપ્રદ માહિતી જણાવીએ. ક્યાં ગ્રહની એવા છે જેની અશુભ અસર થતા કેવા પ્રકારની બીમારી થઇ શકે છે આવી તમામ માહિતી આજના લેખમાં..
સૂર્ય :
કુંડળીમાં સૂર્યના અશુભ ફળથી આંખો અને માથાના દુખાવાને લગતી બીમારીઓ થઇ શકે છે.
ચંદ્ર :
ચંદ્રની વિપરીત અસર થવાથી કફ અને પેટ સંબંધિત બીમારી લાગુ પડી શકે છે.
મંગળ :
મંગળ ગ્રહની અશુભ અસર લાલ રંગ પર સૌથી વધારે પડે છે એટલે વ્યક્તિને લોહી સંબંધિત બીમારી થઇ શકે છે.
બુઘ :
બુઘ ગ્રહની અશુભ અસરમાં દાંત અને શરીરની નસોમાં તકલીફ થવાની સંભાવના રહે છે.
ગુરૂ :
જે વ્યક્તિનો ગુરૂ ગ્રહ અશુભ ફળ આપનાર બની જાય છે ત્યારે તેને શ્વાસને લગતી બીમારી થઇ શકવાની શક્યતા રહે છે.
શુક્ર :
શુક્ર ગ્રહ સંપન્નતાનું પ્રતિક મનાય છે પણ શુક્રની અશુભ અસર થાય તો વ્યક્તિને એકસાથે ઘણી બીમારીઓ થઇ શકવાની શક્યતા રહે છે.
શનિ :
શનિ ગ્રહની અશુભ અસર પડે એવા વ્યક્તિને પેટ, આંતરડા અને પાચનને લગતી બીમારીઓ થઇ શકે છે.
રાહુ :
જે વ્યક્તિને વારેવારે તાવ-શરદી થઇ જવાની સમસ્યા થતી હોય તો સમજવું કે રાહુ ગ્રહની અશુભ અસર થવાની શરૂઆત થઇ ચુકી છે.
કેતુ :
કુંડળીમાં જો કેતુ ગ્રહનું સ્થાન બરાબર નથી તો વ્યક્તિને હાડકાને લગતી બીમારી થઇ શકે છે તેમજ લાંબા સમયની માટે પથારીનો આરામ આવી જાય એવી શક્યતા રહે છે.
આ લેખ દ્વારા કોઈને ડરાવવાનો અમારો ઉદ્દેશ નથી; પરંતુ તમને એ જણાવવા માંગીએ છીએ કે જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે વ્યક્તિની બીમારીનું કારણ પણ ગ્રહોની અસર સાથે જોડાયેલ હોય છે. કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમારીમાં પીડિત હોય તો તેની કુંડળીમાં બેઠેલ ગ્રહનો પાપદોષ હોય શકે છે.
ગ્રહનો અશુભ અસરથી બચી પણ શકાય છે. ગ્રહ અનુસાર જાપ કરવાથી અશુભ ફળ આપનાર ગ્રહને યોગ્ય સ્થાન પર લાવી શકાય છે, જેથી એ ગ્રહની અશુભ અસર અટકી જાય છે.
આ માહિતી સાથે આશા છે કે આજનો લેખ આપને પસંદ આવ્યો હશે. “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહો જેથી તમને બધી જ પ્રકારની માહિતી મળતી રહે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi & FaktGujarati Team