આસામની બ્રહ્મપુત્રા ખીણમાં કેમિકલ વગર લાલ ચોખા ઉગાડવામાં આવે છે, જેની માંગ વિદેશમાં પણ છે. પરંતુ આજે તે બજારમાં શા માટે ચર્ચાનો વિષય છે? ચાલો આજના લેખમાં જાણીએ.
ભારત એક ખેતીપ્રધાન દેશ છે, અહીંના ખેડૂતો દ્વારા ઘઉંથી લઈને શેરડી સુધી અને ડાંગરથી લઈને જુવાર સુધીની દરેક વસ્તુ ઉગાડાય છે અને સાથે જ વિશ્વના તમામ દેશોમાં નિકાસ કરી અને ત્યાંના લોકોનું પેટ ભરવાનું કામ કરે છે. ભારતમાં જો આપણે માત્ર ડાંગરની વાત કરીએ તો તેનું ઉત્પાદન મોટા પાયે થાય છે અને અહીંની 15 ચોખાની જાતોને જીઆઈ ટેગ પણ મળ્યો છે.
જેના કારણે ભારતમાં ઉગાડવામાં આવતા ડાંગરની માંગ હંમેશા સમગ્ર વિશ્વમાં રહે છે. આમાંની એક લોકપ્રિય જાત આસામના લાલ ચોખા છે. તે બ્રહ્મપુત્રા ખીણમાં ઉગાડવામાં આવે છે અને તેની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે કેમિકલ ફ્રી છે. આજના લેખમાં આપણે લાલ ચોખા અને તેની વિશેષતાઓ વિશે વાત કરીશું.
લાલ ચોખાની વિશેષતા શું છે? –
આસામની બ્રહ્મપુત્રા ખીણમાં ઉગાડવામાં આવતા આ ચોખાને ‘બાઓ-ડાંગર’ કહેવામાં આવે છે. તે સંપૂર્ણપણે રાસાયણિક ખાતર વિના ઉગાડવામાં આવે છે અને આસામના ફૂડ કલ્ચરમાં અનિવાર્ય રૂપે ઉપયોગમાં લેવાય છે. તેની વિશેષતા વિશે વાત કરીએ તો, તે આયર્ન થી ભરપુર હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
અમેરિકામાં પણ તેની માંગ છે –
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, માર્ચ 2021માં આસામની બ્રહ્મપુત્ર ઘાટીમાં ઉગાડવામાં આવતા લાલ ચોખાની અમેરિકામાં નિકાસ કરવામાં આવી હતી. જેને હરિયાણામાં ઉગાડવામાં આવી હતી. અમેરિકામાં આ ચોખાનો ઉપયોગ કર્યા બાદ ત્યાંની સરકાર દ્વારા ઘણી સકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ સાબિત થશે –
રેડ રાઇસ એક્સપોર્ટ પર APEDAના પ્રેસિડેન્ટ ડૉ. એમ અંગમુથુએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ‘લાલ ચોખા’ની નિકાસ વધશે તો ખેડૂતોની આવકમાં વધારો થશે. કારણ કે લાલ ચોખાની માંગ બજારમાં ઘણી સારી છે. અને સાથે જ અંગમુથુએ આશા આપતા એવું પણ વ્યક્ત કરી હતી કે લાલ ચોખાના વેચાણમાં વધારો થવાથી બ્રહ્મપુત્રાના પૂરના મેદાનોના ખેડૂત પરિવારોની આવકમાં વધારો થશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team