પ્રાચીન સમયમાં લવંડરનો એન્ટિ સેપ્ટિક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. આજકાલના જમાનામાં ભાગ્યે જ કોઈ યુવાન કે યુવતી એવા હશે જેને પરફ્યુમ કે ફ્રેગરન્સનો શોખ ન હોય. ફ્રેગરન્સમાં સૌથી કોમન અને લોકપ્રિય ફ્લેવર છે લવન્ડર.

લવન્ડરના ફાયદા જાણતા પહેલા તમે એ જાણવા માંગશો કે લવન્ડર ખરેખર કહેવાય કોને? લવન્ડર ઓઈલ પોતાના ઔષધીય લાભો માટે ખૂબ જ પ્રચલિત છે. લવન્ડર એક પ્રકારનો છોડ છે જેના પર આછા જાંબુડી રંગના ફૂલ આવે છે.

સુગંધી ગણાતા લવંડર તેલના અનેક ફાયદા છે. પરંતુ તે નુકસાન પણ પહોંચાડી શકે છે. જર્નલ ઑફ એન્ડોક્રિનોલોજી મેટાબોલિઝમમાં પ્રકાશિત એક રિસર્ચમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે લવંડર ઓઈલ યુવાન છોકરીઓમાં અસાધારણ સ્તન વૃદ્ધિનું કારણ બની રહ્યું છે.

એટલું જ નહિ, ડોક્ટરોને પણ ખબર હોવી જોઈએ કે લવંડર તેલમાં એન્ડોક્રિન ડિસ્પ્રિટિંગ કેમિકલ હોય છે. તે સ્તનના અસાધારણ વધવામાં સહાયક બને છે.
આ અગાઉ શોધમાં પ્રકાશમાં આવ્યું હતું કે જરૂર કરતા વધારે લવંડર તેલનો ઉપયોગ કરવાથી છોકરાઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. શોધ અનુસાર લવંડર તેલ પુરુષોના હોર્મનમાં ફેરફાર થાય છે અને યુવાન છોકરાઓમાં પણ સ્તન વધ શકે છે.

હવે આ ઓઈલ છોકરીઓ માટે પણ નુકસાનકારક હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. શોધમાં એ વાત પ્રકાશમાં આવી છે કે લવંડર તેલ યુઝ ન કરવાથી અથવા તો તેનો વપરાશ અટકાવી દેવાથી છોકરા અને છોકરી બંનેમાં અસમાન સ્તન વૃદ્ધિ અટકી ગઈ હતી.