ભારતમાં એક કરતા વધારે ધર્મો છે. એ સૌ ધર્મમાં સનાતન ઘર્મ સૌથી મોટો કહેવાય છે. જે વ્યક્તિ પોતાના હદયમાં અન્ય જીવ માટેની દયા રાખે એને પણ એક ધર્મ જ કહેવાય. હવે વાત ઘર્મની કરી રહ્યા છીએ તો આપણે એ પણ જણાવી દઈએ કે ભારતમાં આશરે મિલિયન કરતા વધારે મંદિરો છે. આ બધા મંદિરો હિંદુ ધર્મના પ્રમુખ દેવી-દેવતાઓના મંદિરો છે. એવું જ એક મંદિર કે જ્યાં માતા હરસિદ્ધિ સાક્ષાત બિરાજે છે. અને અહીં દર્શન માત્રથી ભક્તોના મનની મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ આ મંદિર કયું છે, ક્યાં છે અને બીજી ઘણી બધી માહિતી…
મહાકાલેશ્વરનું ઉજ્જૈન મંદિર ભારતભરમાં પ્રસિદ્ધ છે. એ મંદિરથી લગભગ ૩૫૦ મીટરની દૂરી પર મા હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે. માતા હરસિદ્ધિ માતાનું આ મંદિર ભારતનું પ્રમુખ ૫૧ શક્તિપીઠોમાંથી એક છે. ઉજ્જૈન ફરવા આવતા લોકો માટે આ મંદિરના દર્શન કરવા મુખ્ય હોય છે. મરાઠા કાળમાં આ મંદિરમાં મુખ્ય દેવી અન્નપુર્ણા માતાની મૂર્તિ, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી માતાની મૂર્તિ ઘાટા લાલ રંગમાં સ્થાપિત કરવામાં આવી છે.
આ મંદિર સાથે જોડાયેલા પૌરાણિક કથાઓ :
માતા હરસિદ્ધિનું મંદિર મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરની બાજુમાં આવેલ છે. આ ૫૧ શકિતપીઠમાંનું એ મંદિર છે જ્યાં દેવી સતીની કોણી પડી હતી. આપને એ પણ જણાવી દઈએ કે આ મંદિર સાથે પૌરાણિક કથાઓ પણ જોડાયેલ છે. જે મુજબ કહેવાય છે કે, એ સમયમાં ચંડ અને મુંડ નામક બે દાનવો હતા જેનો બહુ જ આંતક હતો. એ આંતકને હણવા માટે ભગવાન શિવના કહેવાથી દેવી પાર્વતીએ માતા હરસિદ્ધિનું રૂપ ધારણ કર્યું હતું. આ પછી દેવી સતીને એક અન્ય નામ મા હરસિદ્ધિથી ઓળખવામાં આવ્યા.
mage Credit : Mahesh_Gaur_
માતા હરસિદ્ધિ મંદિર દર્શનનો સમય :
જો તમે આ મંદિરની યાત્રાએ જવા માટેની યોજના બનાવી રહ્યા છો અથવા આ મંદિરની માહિતી ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છો તો શ્રદ્ધાળુઓની માહિતી માટે આપણે જણાવી દઈએ કે, હરસિદ્ધિ માતા મંદિર સવારના ૫ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ સમયમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ અહીં આવી શકે છે. હમણાં કદાચ સમય બદલેલ હોય શકે છે.
Image Credit : ARK Travelogue
મંદિર પ્રવેશ શુલ્ક :
આપ સૌ ને જણાવી દઈએ કે આ મંદિરમાં દર્શન કરવા માટે અહીં કોઈ જ પ્રવેશ ફી લેવામાં નથી આવતી. અહીં આપ ફેમેલી સાથે કે મિત્રો સાથે જઈ શકો છો અને મંદિરમાં કે મંદિરના દર્શન માટે અહીં કોઈ પ્રકાર માટે પૈસા લેવામાં આવતા નથી.
માતા હરસિદ્ધિ મંદિરમાં આરતીનો ટાઈમ :
આ મંદિરમાં સવારે અને સાંજે એમ બે વાર આરતી કરવામાં આવે છે.
- સવારની આરતી : સવારના ૭ થી ૮ વાગ્યા સુધીમાં
- સાંજની આરતી : સાંજના ૬ વાગ્યાથી ૭ વાગ્યાની વચ્ચે
હરસિદ્ધિ માતા મંદિરની આસપાસના અન્ય પ્રમુખ પર્યટક સ્થળ :
આ મંદિર મધ્ય પ્રદેશમાં આવેલ છે. અહીં મહાકાલેશ્વરનું મંદિર ઉજ્જૈન છે, જે જગવિખ્યાત છે. એ સાથે હરસિદ્ધિ માતાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. જો તમે હરસિદ્ધિ માતા મંદિરની યાત્રા માટે જઈ રહ્યા છો તો નીચે જણાવેલા સ્થળો પર યાત્રાએ જવાનું ભૂલતા નહીં.
- મહાકાલેશ્વર મંદિર
- કાલ ભૈરવ મંદિર
- રામ મંદિર ઘાટ
- કલિયાદેહ પેલેસ
- મંગલનાથ મંદિર
- જંતર મંતર
- ભતૃહરિ ગુફા
- ચિંતામન ગણેશ મંદિર
- ઇસ્કોન મંદિર
- બડે ગણેશજી
- ગોમતી કુંડ
- ધદ્રુત રીઝોર્ટ વોટર પાર્ક એન્ડ ક્લબ
- શનિ મંદિર
- વિક્રમ કિર્તી મંદિર સંગ્રહાલય
- ગોપાલ મંદિર
- ગદકાલિકા મંદિર
Image Credit : Sadashiv Meena
હરસિદ્ધિ માતા મંદિરના દર્શનાર્થે જવાનો યોગ્ય સમય :
આમ તો અહીં વર્ષના કોઇપણ દિવસે આવી શકાય છે. પણ હરસિદ્ધિ માતા મંદિરે આવ્યા પછી આસપાસના પર્યટક સ્થળની યાત્રા કરવાથી આપની સફર રોમાચંક બની જાય છે. એટલા માટે ઉજ્જૈનની યાત્રા કરવા માટે ઓકટોબર થી માર્ચ સુધીનો સમય બેસ્ટ રહે છે. આ માસ દરમિયાન અહીંનું વાતાવરણ ખુશનુમા હોય છે. ગરમીના દિવસોમાં અહીંનું તાપમાન ૪૫ સે. ડીગ્રીની આસપાસ રહે રહે છે એટલે ઠંડીની સીઝનમાં અહીં ફરવાની મજા આવે છે.
ઉજ્જૈન કેવી રીતે પહોંચી શકાય ?
આમ તો ઉજ્જૈન જવા માટે બસ, ટ્રેન, પ્લેન, કાર બધી જ સુવિધા મળી રહે છે. આપના લોકેશન પરથી નજીક પડતા લોકેશન પર પહેલા પહોંચી જવાથી ઉજ્જૈન પહોંચી શકાય છે. આપ ગુજરાતના કોઇપણ શહેરમાંથી ઉજ્જૈન સુધી પહોંચી શકો છો. મધ્ય પ્રદેશ સુધી પહોંચવા માટે સડકમાર્ગની પણ સારી સુવિધા મળી રહે છે.
આવા જ અન્ય રસપ્રદ આર્ટિકલ વાંચવા માટે આપ અત્યારે જ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાય જાઓ. અને આપના મોબાઈલ પર અવનવી માહિતી વાંચતા રહો.
#Author : Ravi Gohel