આજની આપણી લાઈફ સ્ટાઈલ એવી છે. કે આપણે ખાનપાન પ્રત્યે વધારે ધ્યાન નથી આપતા. ખાસ કરીને કામમાં વ્યસ્ત હોવાને કારણે મોટાભાગે લોકો જંકફુડ ખાઈ લેતા હોય છે. અને જંકફૂડના વધારે પડતા સેવનને કારણે આપણું વજન વધતું હોય છે. વજન આપણે ઓછું કરી તો શકીએ છીએ. પરંતુ વધતી જતી ઉંમર સામે આપણે વજન જલ્દી ઓછું નથી કરી શકતા. ત્યારે શા માટે વધું ઉંમરમાં આપણાને વજન ઘટાડવા માટે ટાઈમ લાગતો હોય છે. તેવા વિશે આપણે વિગતવાર વાત કરીશું…
હાર્મોન્સનું પરિવર્તન
એક ઉંમર પછી સ્ત્રી અને પુરુષના શરીરમાં રહેલા હોર્મોન્સમાં પરીવર્ત આવતા હોય છે. એસ્ટ્રોજનનું સ્તર ઘટવાને કારણે મહિલાઓના હાર્મોન્સમાં પરિવર્તન આવે છે. સાથેજ પુર।માં પણ ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં ઘટાડો થાય છે. આ પરિવર્તનને કારણે શરીર જલ્દી ફીટ નથી થઈ શકતું. જેના કારણે વજનમાં પણ વધારો થાય છે. અને તેને જલ્દી ઓછું પણ નથી કરી શકાતું.
માંસપેશિઓ કમજોર થાય છે
એક સર્વે પ્રમાણે એવી માહિતી સામે આવી છે. કે 30ની ઉંમર પછી માસપેશીઓ થોડી થોડી નબળી પડવા લાગે છે. આ બદલાવને કારણે શરીરમાં ગાઠ જેવ સમ્સાયઓ પણ થતી હોય છે. જેથી આ પણ એક મહત્વનું કારણ છે કે જેના કારણે વજન ઓછું કરવું મુશ્કેલ બનતું હોય છે.
મેટાબૉલિજ્મમાં ઘટાડો
માંશપેશીઓ નાજૂક થતા મેટાબૉલિજ્મમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. તેના કારણે આપણા આપણી કેલરી બર્ન થતી ઓછી થઈ જાયછે. જેના કારણે ધીમે ધીમે જીવશૈલી નિષ્ક્રીય થતી જોવા મળે છે. આજ કારણને લીધે વજન ઘટાડવામાં મુશ્કેલી પડતી હોય છે.
અપૂરતી ઉંધ
વધતી ઉંમરમાં ટેન્શનને કારણે ઉંઘ પૂરી નથી થતી. જેથી અપૂરતી ઉંઘને કારણે આપણા શરીરને પૂરતો આરામ પણ નથી મળતો. એક સર્વે પ્રમાણે દરેક વ્યક્તિએ 24 કલાકમાંથી ઓછામાં ઓછા 7 કલાક જેટલું તો ઉંઘવુંજ જોઈએ. તોજ તમારા શરીર સ્વસ્થ રહેશે. કારણકે શરીરને આરામ આપવો ઘણોજ જરૂરી છે. જો તેને આરામ નહી મળે તો પછી તમે ગમે તેટલા વજન ઉતારવાના પ્રયત્નો કરો તમારું વજન નહી ઉતરે.
માનસીક તાણ
જવાબદારીઓને લઈને દરેક વ્યક્તિને થોડું થોડું ટેન્શન રહેલું હોય છે. પરંતુ વધારે પડતી ચીંતા તમારા મગજ પર ભારે અસર કરી શકે છે. જેના કારણે માનસીક તાણ થતી હોય છે. પરીણામે આપણા વજન પર તેની અસર પડે છે. વધારે પડતું ટેન્શનને કારણે અપૂરતી ઉંઘ અને તેમાં પણ ઉપરથી માનસીક તાણ આ બધી વસ્તુઓને કારણે વજન વધશેજ અને તેને ઘટાડવું પણ મુશ્કેલ છે.
શારિરીક ફેરફાર
જેમ જેમ લોકો મોટા થાય છે. તેમ તેમ તેમની જીવનશૈલી પણ બદલાતી હોય છે. કામમાં વ્યસ્ત રહેવાની કારણે કસરત માટે સમય પણ નથી કાઢી શકતા જેના કારણે આપણા શરીરમાં ફેરફાર થાય છે. જેથી તેવા સમયે આપણા વજનમાં આપણે ઘટાડો પણ નથી કરી શકતા. સાથેજ વજન ઘટતા પણ ઘણો સમયલાગતો હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team