જૂનું જીન્સ ફીટ થવાની સાથે ઝાંખું પણ થવા લાગે છે, જેને પહેરવાથી સ્ત્રીઓ હંમેશા દૂર રહે છે. પરંતુ તમે ઇચ્છો તો કેટલીક ટિપ્સ ટ્રાઇ કરી શકો છો.
તમારા જીન્સ ઘણા પ્રકારના હોય છે, કેટલાક જીન્સ ઘણા જૂના હોય છે, પરંતુ હમેશા મનપસંદ હોય છે. ઘણીવાર તે ફીટ થતું નથી, તે છતાં પણ વારંવાર પહેરવાની ઈચ્છા થાય છે. તેટલું જ નહિ ફીટ થવાની સાથે ઝાંખું પણ થવા લાગે છે. જો તમે ફેશનને ધ્યાનમાં રાખીને કપડા પેહરો છો તો ઝાંખા અને ટાઇટ જીન્સ ક્યારેય પણ પહેરવાનું પસંદ કરશો નહિ.
તેમજ ઘણી સ્ત્રીઓ તેનું શરીરને એટલા માટે મેન્ટેઈન કરીને રાખે છે જેથી કબાટમાં રાખેલ જૂના જીન્સને ફરીવાર પેહરી શકે. પરંતુ, શરીરને મેન્ટેઈન રાખવું એ દરેક લોકોના નિયંત્રણની વાત નથી. તમારા કબાટમાં પણ ઘણા બધા જૂના જીન્સ હશે, અને તમે તેને ફરીવાર પહેરવા ઇચ્છો છો તો કેટલીક ટિપ્સ અજમાવી શકો છો. આ સ્માર્ટ ટીપ્સ ખૂબ કામ આવનારી છે, તેની મદદથી તમે તમારા જૂના જીન્સ પેહરી શકો છો અને તમારી સ્ટાઇલને જાળવી શકો છો. તો ચાલો જાણીએ તે સ્માર્ટ ટિપ્સ વિશે.
ફીટ જીન્સ ઠીક કેવી રીતે કરવું
જો તમારું જીન્સ થોડું ટાઇટ થવા લાગ્યું છે, તો તેને સ્ટ્રેચ કરી શકાય છે, જેથી તેને સરળતાથી પેહરી શકાય. તેના માટે સૌથી પેહલા પાણીને ગરમ કરી લો અને એક સ્પ્રેની બોટલમાં ભરી લો. હવે જીન્સને હેંગરમાં લટકાવી દો અને પછી સ્પ્રેની બોટલથી પાણી કમર અને જાંઘની આજુબાજુ છાંટો. ત્યારબાદ જીન્સને હેંગરમાં ખેંચીને લટકાવી દો. ખેંચેલ સ્થિતિમાં જ જીન્સને લગભગ 20 કલાક સુધી તેમજ રેહવા દો. હવે બીજી સવારે તેને પેહરીને જુઓ. જ્યારે પણ તમને લાગે કે જીન્સ થોડું ટાઇટ થઇ ગયું છે તો આ ટિપ્સને એકવાર જરૂર અજમાવો.
ઝાંખા થયેલા જીન્સનું શું કરવું
જો જીન્સ ઝાંખા થઈ ગયા છે તો તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. તમે ઇચ્છો તો તેને ફરીવાર કલર કરીને પેહરી શકો છો. આ ઉપરાંત જૂના જીન્સથી શોર્ટ્સ અથવા કેપ્રી બનાવીને પેહરી શકો છો. જૂના જીન્સને વાપરવા માટે તે એક સારી રીત છે. તેમજ જીન્સને ફરીવાર તમે ઘરે જ કલર કરી શકો છો. તમે બજારમાંથી કલર ખરીદી લાવી અને પછી તેને ગરમ પાણીમાં મિક્સ કરી દો. ત્યારબાદ જૂના જીન્સને પલાળી દો અને યોગ્ય રીતે કલર કરો. કલર કરવાથી પેહલા તમારા જીન્સને યોગ્ય રીતે સાફ કરી લો.
લુઝ જીન્સને ઠીક કઈ રીતે કરવું
ઘણી સ્ત્રીઓ એવી હોય છે, જેનો વજન પેહલા વધારે હોય છે અને પછી તે વજન ઓછો કરે છે. તેના કારણે જૂનું જીન્સ લુઝ થવા લાગે છે. લુઝ જીન્સને સરળતાથી ફરીવાર વાપરી શકો છો. તેના માટે તમારે કમરની પાછળના ભાગમાં કાપડ સિવી લો. જો તમને સિવતા આવડતું નથી તો કોઈ દરજી પાસે તેને ફીટ કરાવી શકો છો. જો જીન્સ થોડું લુઝ હોય તો તમે તેને તેમજ કેરી કરી શકો છો. વાસ્તવમાં આ દિવસોમાં લુઝ જીન્સ ફેશનમાં છે. તે ટેન્ક ટોપ, લુઝ શર્ટની સાથે તે ઘણું સારું દેખાશે.
જૂના જીન્સમાંથી નવા આઉટ ફીટ બનાવો
તે જરૂરી નથી કે તમે તમારા જૂના જીન્સને ફીટ કર્યા પછી ફરીવાર પેહરો. તમે ઇચ્છો તો તેમાંથી નવો આઉટ ફીટ તૈયાર કરી શકો છો. ખરેખર ડેનિમ જીન્સનો ઘણી રીતે ફરીવાર ઉપયોગ કરી શકાય છે. તમે ઇચ્છો તો તેમાંથી વેસ્ટ કોટ, બેલ્ટ અથવા સ્કર્ટ જેવી વસ્તુ તૈયાર કરી શકો છો. ઘણી સ્ત્રીઓ તેની હેન્ડબેગ બનાવીને પણ લઈ જવાનું પસંદ કરી છે. તમે ઇચ્છો તો તમારા જૂના જીન્સને આ રીતે ફરીવાર પહેરવા માટે ઉપયોગ કરી શકો છો.
કબાટમાં રાખેલ જૂનું જીન્સ તમારું મનપસંદ છે, તો તેને ફરીવાર પહેરવા માટે તમે આ સ્માર્ટ ટીપ્સને અજમાવી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team