Image : Shutterstock
આંખોને આકર્ષક અને સુંદર બનાવવા માટે તમે ઘણા પ્રકારના મેકઅપનો ઉપયોગ કરી શકો છો. પરંતુ શું તે તમારી આંખના સ્વાસ્થ્ય માટે જોખમ વધારી રહ્યું છે?
આંખોમાં વિશ્વની બધી સુંદરતા સમાયેલી હોય છે. આ સુંદર આંખો એ શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ હોય છે. જ્યારે પણ આંખોને વધુ સુંદર બનાવવા માટે આંખનો મેકઅપ કરવામાં આવે છે, ત્યારે તેનાથી ઘણા પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. જેના કારણે આંખોની રોશની પણ જઈ શકે છે. આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે, તે મહત્વનું છે કે તમે ન ફક્ત તમારી આંખોની સ્વચ્છતાની કાળજી લો, પરંતુ સાથે આંખના મેકઅપની સ્વચ્છતા વિશે પણ સારી રીતે જાણી લો.
પહેલાં મહિલાઓ આંખના મેકઅપ પ્રત્યે આટલી વધુ સજાગ નહોતી જેટલી હવે છે. તમારી પસંદગીને ધ્યાનમાં રાખીને, બજારમાં આંખના ઘણા પ્રકારનાં ઉત્પાદનો ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક ઉત્પાદનો એવા છે જેનો ઉપયોગ કરવો મુશ્કેલ હોઈ શકે છે. આંખોની સુંદરતા વધારવા માટે આંખનો મેકઅપ કેવી રીતે કરવો તે જાણો જેથી આંખોની સુંદરતા જળવાઈ રહે અને નુકસાન ન થાય.
નિષ્ણાંતો શું કહે છે:
કોલમ્બિયા એશિયા હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઓપથાલ્મોલોજી ડો. અનંત વીર જૈનના જણાવ્યા અનુસાર, તમે શું વાપરી રહ્યા છો અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છો. તે વાતની જાણકારી તમને હોવી જોઈએ. ઘણા આંખના ઉત્પાદનો એવા હોય છે જેમાં હાનિકારક ઘટકો હોય છે. આ તત્વો તમારી આંખો માટે ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે.
જેના કારણે તમે અંધાપો પણ થઈ શકે છે. તમે તે બાબતનું ધ્યાન રાખો કે જે ઉત્પાદન ખરીદી રહ્યા છો તેમાં શું છે. તમે ઉત્પાદનના ઉમેરણો તપાસો અને ખાતરી કરો કે ઉત્પાદન આંખો માટે સલામત છે પણ કે નહીં.
જાણો આંખનો મેકઅપ અને તેની સાથે સંકળાયેલા કેટલાક જોખમો.
અસુરક્ષિત બ્રાન્ડ
આજકાલ આંખોના મેકઅપ માટે બજારમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. તમે જ્યારે પણ તેના માટે કોઈ ઉત્પાદન પસંદ કરો છો, તો બળતરાથી બચવા માટે હાઇપોએલર્જેનિક બ્રાન્ડ્સ પસંદ કરો. ખાસ કરીને ત્યારે જો તમારી ત્વચા સંવેદનશીલ હોય.
Image : Shutterstock
જૂની સામગ્રી
જો તમે પણ તે મહિલાઓમાંની એક છો જે લાંબા સમય સુધી પોતાનો મેકઅપ સાંભળીને રાખે છે, તો તમને જણાવી દઈએ કે તેનાથી બેક્ટેરિયા અને ફૂગ થવાની સંભાવના વધી જાય છે. સામાન્ય રીતે, આંખના મેકઅપના ઉત્પાદનોને ત્રણથી ચાર મહિનાથી વધુ ન રાખવા જોઈએ. જો કોઈ કારણોસર તમારે ઉત્પાદન રાખવું હોય, તો તેને સરખી રીતે સીલ કરીને રાખો.
તમારી આંખોને કોઇ પણ પ્રકારના નુકસાનથી બચાવવા માટે આ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખો.
આંખના મેકઅપ પ્રેમી મહિલાઓએ આંખના મેકઅપ સંબંધિત તમામ સલાહનું પાલન કરવું જોઈએ. કારણ કે આ સલાહ બીજા કોઈ માટે નહીં, પરંતુ તેમના માટે ફાયદાકારક રહેશે.
તાપમાનનું ધ્યાન રાખો
જો તમે બ્યુટી પ્રોડક્ટ ને ગરમ તાપમાનમાં રાખો છો. તો તે સમયથી પહેલા ખરાબ થઈ શકે છે અને તેમાં બેક્ટેરિયા વધવાનું શરૂ થાય છે. તમારા મેકઅપને ઓછામાં ઓછાં 85 ડિગ્રી કરતા ઓછા તાપમાને શુષ્ક જગ્યાએ રાખવાનો પ્રયાસ કરો.
સ્વચ્છતાનું ધ્યાન રાખવું
તમારા હાથના માધ્યમથી બેક્ટેરિયા સરળતાથી તમારી આંખો સુધી પહોંચી શકે છે. તમે મેકઅપ લગાવતા પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ લો. તમે હાથને બદલે બ્રશનો ઉપયોગ કરો.
શેરિંગ મુશ્કેલી વધારે નહીં
એક હાથમાંથી બીજા હાથમાં, પછી બીજા હાથથી ત્રીજા હાથ સુધી જવાનો અર્થ ચેપનો ફેલાવો છે. તેનાથી પ્રોડક્ટ ઝડપથી બગાડી શકે છે. તમારો મેકઅપ શેર કરશો નહીં. ખાસ કરીને ત્યારે જ્યારે વાત આંખના મેકૂપની હોય.
Image : Shutterstock
આંખોની અંદર મેકઅપ કરવો નહીં
એવી ઘણી સ્ત્રીઓ છે જે પોપચાની અંદરની બાજુએ આઇલાઇનર લગાવવી પસંદ કરે છે. જો તમે પણ તે મહિલાઓમાંથી એક છો, તો તમારી આ આદત તરત જ બદલો દો. કારણ કે એમ કરવાથી ચેપ સીધો આંખોની અંદર પ્રવેશ કરે છે. તમે પ્રયત્ન કરો કે આઈલાઈનર અને કાજલ આંખના ઉપરના ભાગમાં જ લગાવો.
રંગોથી અંતર યોગ્ય છે
આજકાલ રંગીન પાપણો અને ભ્રમરોની ફેશન છે. પરંતુ આ રંગો આંખો માટે ખૂબ જ ખરાબ હોય છે. તેનાથી અંધત્વનું જોખમ ઘણી હદ સુધી વધે છે. ચાલો આપણે તમને જણાવી દઈએ કે કોલતાર રંગોવાળા આઇ લેન્સ અને આઈબ્રો ડાઈ સૌથી ખતરનાક છે. તેથી, તેનો ઉપયોગ કરતા પહેલા તેમના લેબલને સંપૂર્ણ રીતે વાંચો.
રાત્રે સુતા પહેલા મેકઅપ દૂર કરો
તમે સૂતા પહેલા આંખના મેકઅપને દૂર કરો. આંખોનો મેકઅપ સૂતી વખતે આંખની ગ્રંથિઓ બંધ કરી શકે છે અને ચેપનું જોખમ પણ વધે છે. તેથી, સૂતી વખતે આંખોને યોગ્ય રીતે સાફ કરવાની સલાહ આપવામાં આવે છે
જો તમે કાજલ લગાવી છે, તો ચોક્કસપણે તેને સાફ કરી લો. આ માટે તમે જેલ બેઝ રીમુવરનો ઉપયોગ કરી શકો છો. આંખો સાફ કરતી વખતે ધ્યાન રાખજો કે રીમુવર આંખોની અંદર ન જઈ શકે.
તો મહિલાઓ, આંખનો મેકઅપ કરવો એ ખરાબ વસ્તુ નથી. ફક્ત જરૂરી છે કે આંખોને સુંદર બનાવવાની સાથે, તમારે તેમની સલામતીની પણ કાળજી લેવી જોઈએ. જો મેકઅપ પછી કોઈપણ પ્રકારની અસુવિધા, ફોલ્લીઓ અથવા બળતરા થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team