ગુસ્સો આવવો એ એક સામાન્ય પ્રતિક્રિયા છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમને ખૂબ વધારે ગુસ્સો આવે છે જેને તેઓ નિયંત્રિત કરી શકતા નથી. આ ગુસ્સો તેના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય બંને માટે નુકસાનકારક હોય છે. ગુસ્સો તમારી વિચારવાની અને સમજવાની ક્ષમતા પર અસર કરે છે. આવી સ્થિતિમાં તમારું મગજ કાર્ય કરવાનું બંધ કરી દે છે. ઘણીવાર તો તમે તમારા નજીકના વ્યક્તિઓ પર પણ ગુસ્સો કરો છો. જેના લીધે તે તમારાથી નારાજ થઈ જાય છે.જ્યારે તમે ગુસ્સામાં હોવ છો ત્યારે તમે પોતાને તો નુકસાન પહોંચાડો છો પરંતુ આસપાસના લોકોને પણ પહોંચાડો છો.
આજે અમે આ લેખના માધ્યમ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ તે યોગાસન વિશે જેને કરીને તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી શકો છો. તો ચાલો વિસ્તારમાં જાણીએ –
1. સર્વાંગાસન –
- યોગ મેટ પાથરીને પીઠના બળે સીધા સૂઈ જાવ.
- ઊંડા શ્વાસ લેતા પગને આકાશ તરફ ઊંચા કરો.
- તમારા હાથને કમર પર રાખી અને શ્વાસ લેતા પગને માથા પાસે લાવો.
- ખંભા, કરોડરજ્જુ અને હિપ્સને એક લાઈનમાં રાખો.
- થોડો સમય આમ જ રહો. આ સમયે મન શાંત રાખો.
2. ભ્રામરી –
- સુખાસન કે પદ્માસનની મુદ્રામાં બેસો.
- ઊંડા શ્વાસ લેતા ત્રણ આંગળીઓથી પોતાની આંખો બંધ કરો.
- અંગૂઠાને કાન પર રાખો.
- હવે તમારા મોઢા ને બંધ કરી મનમાં જ ‘ઉ’ નું ઉચ્ચારણ કરો.
- એવું 3 થી 21 વાર કરો.
3.અનુલોમ વિલોમ પ્રાણાયામ –
- પદ્માસનમાં બેસો અને એક હાથ ને ઘૂંટણ પર રાખો
- ડાબા નાકને બંધ કરો અને જમણા નાક થી શ્વાસ લો.
- ત્યારબાદ તમારા અંગૂઠાથી જમણા નાક ને બંધ કરો.
- ડાબા નાકથી શ્વાસ છોડો.
4. સુખાસન –
- સુખાસન કરવા માટે સૌપ્રથમ તમારી યોગ મેટ પાથરીને સીધા બેસી જાવ.
- આ સમયે તમારા કરોડરજ્જુનું હાડકું એકદમ સીધું રાખો.
- ત્યારબાદ તમારી આંખો બંધ કરો.
- હવે લાંબા અને ઉંડા શ્વાસ લઈને છોડો.
- શ્વાસ લેતી અને છોડતી વખતે તમારું સંપૂર્ણ ધ્યાન શ્વાસ પર હોવું જોઈએ.
- સુખાસનનો અભ્યાસ તમે દસ મિનિટ સુધી કરી શકો છો.
5. માર્જરી આસન –
- આ આસન કરવા માટે સૌથી પહેલા યોગ મેટ પાથરીને ઘૂંટણ પર બેસી જાઓ.
- તમારા હાથને ફર્શ રાખો. આંગળીઓને ફેલાવી લો.
- હવે હિપસને ઉપરની તરફ ઊંચા કરો.
- લાંબા શ્વાસ લેતા-લેતા માથાને પાછળની તરફ ઝુકાવો.
- ત્યારબાદ માથું નીચે નમાવી મુંડી છાતીને અડકાડો.
- આ સમયે તમારા શરીરનો વજન હાથ પર હશે.
- તમારા હાથને વાળવા નહી.
યોગ કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને આ યોગાસનોના નિયમિત અભ્યાસથી તમારું મન અને મગજ શાંત રહેશે અને આ રીતે તમે તમારા ગુસ્સા પર પણ કાબૂ મેળવી શકશો. જો તમે ઇચ્છો તો, તમે યોગ નિષ્ણાતની દેખરેખ હેઠળ પણ આ યોગાસનોનો અભ્યાસ કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team