જો તમે ઘરમાં ઉંદરોના ત્રાસથી પરેશાન રહો છો અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો શોધી રહ્યા છો તો આ લેખમાં જણાવવામાં આવેલ ટીપ્સને જરૂર અજમાવો.
ઉંદરો તમારા ઘરમાં એક અનિચ્છનીય મહેમાનોની જેમ હોય છે. જોવામાં અપ્રિય હોવા ઉપરાંત, ઉંદરો બીમારીઓ લઈને આવે છે અને જે લોકોને તમે પસંદ કરો છો તેમના માટે સ્વાસ્થ્ય જોખમો ઉત્પન્ન કરે છે.
દિવાલો, ઇન્સ્યુલેશન અને વીજળીના તારને ચાવવાના માધ્યમથી તે અવિશ્વસનીય રૂપે વિનાશકારી પણ હોઈ શકે છે. તેથી તમારા ઘરને સાફ રાખવાનો એક માત્ર વિકલ્પ એ છે કે ઉંદરોથી હંમેશ માટે કેવી રીતે છુટકારો મેળવવામાં આવે.
પરંતુ ચિંતા કરશો નહીં- તેને સુરક્ષિત અને અસરકારક રીતે કરવું શક્ય છે. તેથી આજે આ લેખના માધ્યમથી અમે તમને તેને નિયંત્રિત કરવાની ટિપ્સ શેર કરી રહ્યા છીએ જેથી તમે પણ તેનાથી સરળતાથી છુટકારો મેળવી શકશો.
ફુદીનાનો ઉપયોગ
આ ઉપાય નો સૌથી મોટો ફાયદો એ છે કે ફક્ત તમારા ઘરમાં દરેક સમયે તાજી સુંગંધ આવશે પરંતુ તે ઉંદરથી છુટકારો મેળવવામાં પણ તમારી મદદ કરશે. ફુદીનાની સુગંધ ઉંદરને પસંદ હોતી નથી. તમે કોટન બોલ પર ફુદીનાનું તેલ નાખી અને તેને ઘરના પ્રવેશદ્વાર અથવા એવી જગ્યા પર રાખી શકો છો જ્યાં તમને લાગે છે કે આ નાના જીવો માટે આરામદાયક રહેઠાણ હોઈ શકે છે. ઉંદરોને દૂર રાખવા માટે થોડા થોડા દિવસે પુનરાવર્તન કરો.
કોકો પાવડર ફાયદાકારક છે
તમારે માત્ર તેટલું કરવાનું છે કે ડ્રાઈ પ્લાસ્ટર ઓફ પેરિસને કોકો અથવા ચોકલેટ પાવડરની સાથે ઉમેરો અને તેને ઉંદરોના છૂપાવાની જગ્યા પર વારંવાર ફેલાવો. જ્યારે એક વાર આ મિશ્રણને ખાઈ લેશે ત્યારે તે પાણી પીવા અને મરવા માટે તમારા ઘરની બહાર ભાગશે.
કાંદા પણ કમાલ કરે છે
ફક્ત તમને જ નહીં પરંતુ ઉંદરને પણ કાંદાની તીખી વાસ્થી નફરત હોય છે. પરંતુ આ રીત થોડી મુશ્કેલ છે કેમકે કાંદા ઝડપથી સડવા લાગે છે અને ઘરના પાલતુ પ્રાણી માટે ઝેરીલા સાબિત થઈ શકે છે. તમારે દર બીજા દિવસે કાંદાને નવી જગ્યા પર ફેરવવાના રેહશે.
એમોનીયાથી ઉંદર ભાગે છે
હવે સુધી તમે આ વાતથી અવગત થઈ ગયા હશો કે ઉંદરને તીવ્ર ગંધથી નફરત હોય છે. અમોનીયા ને નાના કપમાં નાખી તેની મનપસંદ જગ્યા પર રાખો. તેની ગંધથી ઉંદર તમારા ઘરમાંથી હંમેશા બહાર ભાગી જશે.
લસણ પણ અદભુત છે
કાપેલ લસણને પાણી સાથે ઉમેરી તમે ઘરે જાતે એન્ટી ઉકાળો તૈયાર કરો. તમે લસણની કળીઓને તમારા પ્રવેશદ્વાર પર પણ મૂકી શકો છો તેનાથી પણ ઉંદર ઘરમાં થી ભાગે છે.
મરી
તમારા ઘરમાંથી ઉંદર દૂર રાખવાનો આ સૌથી સસ્તો ઉપાય છે. ઘરમાંથી ઉંદરને દૂર રાખવા માટે મરી છાટવી એ એક વર્ષો જૂની રીત છે. ઘરના પ્રવેશદ્વાર અને અન્ય ખૂણા પર મરી ફેલાવો અને ઉંદરને દૂર રાખો.
લવિંગ અથવા લવિંગનું તેલ
ઉંદરને લવિંગ પસંદ હોતા નથી. લવિંગનો એક ગુચ્છો પેન્ટિહોઝ અથવા ઉંદરના દર પાસે એક મલમલ ના કપડામાં બાંધીને રાખો. તેનાથી પણ ઉંદરથી છુટકારો મેળવવામાં ઘણી મદદ મળે છે.
તમે પણ આ ટિપ્સ અપનાવી ઘરના ઉંદરોથી છુટકારો મેળવી શકો છો. આ લેખ તમને કેવો લાગ્યો? અમને ફેસબુક પર કૉમેન્ટ કરીને જરૂર જણાવો. આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team