શું તમે પણ શરદી, ખાંસી અને તાવથી છો પરેશાન? અપનાવો આ ઘરેલું નુસખાઓ

જયારે પણ ઋતુ બદલાય ત્યારે ખાંસી, તાવ જેવી સમસ્યા ઉત્પન્ન થાય જ છે. ખાંસી બેક્ટેરિયલ કે વાયરલ ઈન્ફેક્શન, એલર્જી, સાઈનસ ઈન્ફેક્શન કે ઠંડીના કારણે થઈ શકે છે. પણ આપણા દેશમાં લોકો દરેક નાની-નાની પરેશાની માટે ડોક્ટર પાસે નથી જતા. આપણાં કિચનમાં જ એવા નુસ્ખાઓ રહેલા છે જેનાથી શરદી-ખાંસી જેવી બીમારીઓમાં રાહત મળે છે. આજે અમે તમને જણાવીશું શરદી-ખાંસીના ઘરેલું નુસખાઓ વિષે જે તમારા માટે બની શકે છે રામબાણ ઈલાજ…

image source

મધ, લીંબુ અને ઈલાયચીનું મિશ્રણ

અડધી ચમચી મધમાં એક ચપટી ઈલાયચી અને લીંબુના 2-3 ટીંપા નાખો. આ સિરપ દિવસમાં બેવાર પીવાથી શરદી-ખાંસીમાં રાહત મળશે.

image source

ગરમ પાણી

જેટલું બને તેટલું ગરમ પાણી પીવો. આનાથી ગળામાં ભેગો થયેલો કફ છૂટો પડશે અને તમને રાહત મળશે.

image source

હળદરવાળું દૂધ

બાળપણથી જ શિયાળામાં નાની-દાદી બાળકોને હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. હળદરવાળું દૂધ શરદીમાં ફાયદાકારક છે કારણકે હળદરમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે જીવાણુઓ સામે રક્ષણ પૂરું પાડશે. રાત્રે ઊંઘતા પહેલા હળદરવાળું દૂધ પીવાથી ફાયદો થાય છે.

image source

ગરમ પાણીથી કોગળા કરો

ગરમ પાણીમાં ચપટી મીઠું ઉમેરીને કોગળા કરવાથી શરદી-ખાંસીમાં રાહત મળે છે. સાથે ગળાને પણ આરામ મળે છે. આ નુસખો ઘણો જૂનો છે.

image source

મસાલાવાળી ચા

ચામાં આદુ, તુલસી, મરી નાખીને ચા પીવો. આ ત્રણ વસ્તુઓથી શરદી-ખાંસીમાં ઘણી રાહત મળે છે.

image source

આદુ-તુલસી

આદુના રસમાં તુલસી ઉમેરીને ખાઓ. આમાં ઈચ્છો તો મધ પણ ઉમેરી શકો છો.

image source

અળસી

અળસીના બી ફૂલીને મોટા થાય ત્યાં સુધી ઉકાળો. પછી તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને પીવાથી શરદી-ખાંસીમાં રાહત મળશે.

image source

લસણ

લસણને ઘીમાં શેકી લો અને ગરમ-ગરમ ખાઈ લો. આ સ્વાદમાં ભલે ખરાબ લાગે પણ સ્વાસ્થય માટે ગુણકારી છે.

image source

મરી

જો ખાંસી સાથે કફ પણ નીકળતો હોય તો અડધી ચમચી મરી પાઉડરને દેશી ઘી સાથે મિક્સ કરીને ખાવાથી લાભ થશે.

image source

ગાજરનું જ્યૂસ

સાંભળવામાં અજુગતું લાગશે પણ શરદી-ખાંસીમાં ગાજરનો જ્યૂસ રાહત આપશે. પરંતુ બરફ ઉમેરીને ન પીવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment