આજની ભાગદોડ વાળી જીંદગીમાં મોટા ભાગે લોકો કામ પ્રત્યે વધારે ધ્યાન આપે છે. અને પોતોના શરીર પ્રત્યે ઓછું ધ્યાન આપતા હોય છે. સાથેજ આજકાલ તો લોકો વ્યવસ્થિત નાહતા પણ નથી. અને સીધા ઉઠતાની સાથે તૈયાર થઈને ઓફીસ જતા રહે છે. જેના કારણે તમારા શરીરના અમુક ભાગમાં કાળા ડાધા પડી જતા હોય છે. જેમા ખાસ કરીને ગળાના ભાગે કાળા ડાઘા પડી જતા હોય છે. જે જલ્દી નીકળતા નથી. પરંતુ આજે અમે તમને જણાવીશું કે તમે ઘરેલું ઉપચાર દ્વારા પણ ગળાના ભાગે પડેલા ડાઘાઓને દૂર કરી શકો છો.
બદામનું તેલ લગાવાનું રાખો
બદામના તેલમાં ભરપૂર માત્રામાં વિટામીન રહેલા હોય છે. સાથેજ તેના દ્વારા સ્કીનને પોષણ મળી રહે છે. જેના કારણે તમારી ગર્દન પર રહેલા કાળા ડાઘા દૂર થઈ જતા હોય છે.
બદામના તેલનો ઉપયોગ કરીને જો તમે તમારી ગર્દન પર રહેલા કાળા ડાઘ હટાવા માગો છો. તો એક ચમચી મિલ્ક પાઉડર અને એક ચમચી બદામ પાઉડર મિક્સ કરો. ત્યારબાદ તેમા એખ ચમચી મધ નાખીને તેની પેસ્ટ બનાવો. અને તે પેસ્ટને તમારી ગર્દનની ચારેય બાજુ લગાવો. ત્યારબાદ અડધો કલાક રહીને ગળાના ભાગને પાણી વડે સાફ કરી નાખો. આવું અઠવાડિયામાં બે થી ચાર વાર કરવાથી તમારા ગળાના ભાગે રહેલા કાળા ડાઘાથી તમને છૂંટકારો મળી જશે.
એલોવેરા જેલ પણ ફાયદાકાર

એલોવેરા એક પ્રાકૃતિક સ્કિન લાઈટનર છે. જે તમારી ત્વચાને મોઈસ્ચર પુરતું પાડે છે. સાથેજ અને તેના ઉપયોગ દ્નારા પણ તમે તમારા ગળાના ભાગે પડેલા કાળા ડાઘાઓ દૂર કરી શકો છો. એલોવેરા માં એંટીઓક્સીડેંટસ પોષક તત્વો રહેલા હોય છે. જે તમારી કોશિકાઓને રિપેર કરે છે. સાથેજ નવી સ્કીન બનાવા માટે પણ તે મદદરૂપ થાય છે.
એલોવેરાના ઉપયોગથી જો તમે ગળાના ભાગે પડતા કાળા ડાઘા હટાવા માંગો છો. તો સૌથી પહેલા તમે એલોવેરા માથી જેલ કાઢો. અને બાદમાં તે જેલને તમારા ગાળના ભાગે લગાવો. તે જેલને તમારે 20 મીનીટ સુધી ગળાના ભાગે લગાવીને રાખવું પડશે. અને ત્યારબાદ તેને પાણી વડે સાફ કરી નાખો. આ રીતે દરરોજ જો તમે એલોવેરા લગાવાનું રાખશો તો તમારા ગળાના ભાગે પડતા કાળા ડાઘાઓ તમે દૂર કરી શકશો.
અખરોટ પણ ફાયદાકારક
અખરોટમાં વિટામીન અને ખનીજ તત્વો રહેલા હોય છે. જે તમારી ત્વાચાને પુરતા પ્રમાણમાં પોષણ આપે છે. સાથેજ તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા ફણ ઉજળી થાય છે. જેના કારણે ગળાના ભાગે રહેલા કાળા ભાગ પણ દૂર કરી શકાય છે.
અખરોટના ઉપયોગથી ગળાના ડાઘાને દૂર કરવા માટે અખરોટના પાઉડરમાં દહી નાખીને તેની પેસ્ટ બનાવો .ત્યારબાદ તે પેસ્ટને તમારા ગાળના ભાગે પડેલા કાળા ડાઘાઓ પર લગાવો. અને થોડાક સમય સુધી તેને સ્ક્રબ કરવાનું રાખો. બાદમાં તેને સ્ક્રબ કર્યા પછી તેને ઠંડા પાણીથી કે ગુલાબ જળથી ધોઈ કાઢો. મહત્વનું છે કે અઠવાડિયામાં બે વાર તમે જો આ રીતે સ્ક્રબ કરવાનું રાખશો. તો ગળાના ભાગે પડેલા કાળા ડાઘાને દૂર કરી શકો છો.
લીંબુ અને ગુલાબ લગાવાનુ રાખો
લીબુમાં સેટ્રિક એસીડ રહેલા હોય છે. જે શરીર પર લગાવાથી મૃત કોશિકાઓ શરીર પરથી દૂર થાય છે. અને સાથેજ ત્વચા પણ ઉજળી થયેલી જોવા મળે છે. સાથેજ એક ઉલ્લેખનિય વાત એ પણ છે કે લીંબુ શરીરના કોઈ પણ ભાગે પડેલા કાળા ડાઘાઓને હટાવા માટે ખુબ પ્રભાવ શાળી છે.
લીબુંમી મદદ લઈને જો તમ તમારા શરીર પરના કાળા ડાઘાઓ દૂર કરવા માગો છો. તો રૂ દ્વારા શરીર પર પડેલા કાળા ડાઘાઓ પર પહેલા લીંબુ લગાવો. જોકે લીબુંના રસમાં થોડુંક પાણી ઉમેરીને તમારે શરીર પર ઘરવાનું રહેશે. અંદાજે 20 મીનીટ લીંબુ ઘસીને તેને પાણી વડે ધોઈ કાઢો. અને એક મહિના સુધી આ નિત્યક્રમ પાળશો તો ગળાના ભાગે થતા કાળા ડાઘાને તમે દૂર કરી શકશો.
ઓટ્સ લગાવાનું રાખો
ઓટ્સ દ્વારા શરીર પરના કાળા ડાઘા હટાવી શકાય છે. જેના ઓટ્સનું સ્ક્રબ શરીર પર ઘસવાથી શરીર પર રહેલી મૃત કોશીકાઓ દૂર થાય છે. સાથેજ ગર્દનના ભાગ પર પડેલા કાળા ડાઘાતો ઓટ્સ ના ઉપયોગ વડે 15 દિવસમાં દૂર કરી શકાય છે.
ઓટ્સનો ઉપયોગ કરીને જો તમે તમારા શરીર પર પડેલા કાળા ડાઘા દૂર કરવા માગો છો. તોઓટ્સના પાઉડરમાં એક ચમચી મધ નાખીને તેની પેસ્ચ બનાવો. બાદમાં તે પેસ્ટને ગળાના ભાગે લગાવો અને 30 મીનીટ બાદ તેને ગરમ પાણીથી ધોઈ કાઢો. અને સપ્તાહમાં બે વાર ઓટ્સનો ઉપયોગ કરશો. તો થોડાકજ સમયમાં તમારા ગળા પરના કાળા ડાઘ તમે દૂર કરી શકશો..
બેકિંગ સોડા પણ ફાયદાકારક
બેકિંગ સોડા દ્વારા પ્રાકૃતિક રૂપે ત્વચાની સાફસફાઈ કરી શકાય છે. કારણકે તેના ઉપયોગ દ્વારા ધીરે ધીરે શરીર પર પડેલા કાળા ડાઘાને આપણે દૂર કરી શકીએ છે.
બેકિંગ સોડા દ્વારા જો તમે ગળાના ભાગે પડેલા કાળા ડાઘાને દૂર કરવા માંગો છો. તો બેકિંગ સોડાને ગરમ પામીમાં નાખીને તેની પેસ્ટ પહેલા તૈયાર કરો. ત્યારબાદ તમે તે પેસ્ટને ગળાના ભાગે લગાવો અને થોડાક સમય બાદ તેને પાણી વડે ધોઈ કાઢો. આવું કરવાથી થોડાકજ દિવસોમાં તમારા ગળાનો ભાગ ઉજળો થઈ જશે.
છાલ પણ અસરકારક
નારંગીમાં વિટામીન સી ના ગુણ રહેલા હોય છે. જે તમારી ત્વચાને ઉજળી કરતા હોય છે. જેથી નારંગીના છાલ દ્વારા શરીર પુર પડેલા કાળા દુર કરી શકાય છે. સાથેજ તેના દ્રારા બ્લીચ પણ કરી શકાય છે.
નારંગીની છાલ દ્વારા જો તમે તમારા શરીર પર પડેલા કાળા ડાઘાને દૂર કરવા માગો છો. તો નારંગીની છાલને તડકામાં સુકાવા દો ત્.રબાદ તેનો પાવડર બનાવો. તે પાવડરને તમે દૂધમાં ભેગો કરીને તેની પેસ્ટ બનાવો. બાદમાં જે પેસ્ટ તૈયાર થઈ છે તેને શરીર પરના કાળા ડાઘા પર લગાવો. અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે ઠંડા પાણીથી તેને ધોઈ કાઢો. જો નિત્યક્રમ પ્રમાણે તમે આનો ઉપયોગ કરશો. તો શરીરના કાળા ડાઘાની સમસ્યાથી તમને જલ્દીથી છુટકારો મળી રહેશે.
બટાકા પણ ફાયદાકારક
બટાકામાં કેટકોલેસ અને ઈંજાઈમ નામનું તત્વ રહેલું હોય છે. જેથી તેમા બ્લીચ કરવાની ક્ષમતા પણ રહેલી છે. જેના કારણે તમે શરીર પરના કાળા ડાઘા દૂર કરી શકો છો.
બટાકાના ઉપયોગ દ્વારા જો તમે શરીર પરના કાળા ડાઘા દૂર કરવા માગો છો. તો બટાકાનો રસ 15 મીનીટ સુધી તમે કાળા ડાઘાઓ પર લગાવો, અને બાદમાં તેને ઠંડા પાણીથી ધોઈ કાછો. મહત્વનું છે કે અઠવાડિયામાંજો 2 વખત તમે આ નિત્યક્રમ રાખશો તો તમે તમારા શરીર પરના કાળા ડાઘા દૂર કરી શકશો.
બેસન પણ મદદરૂપ
ગળાના ભાગે થતા કાળા ડાઘાની સમસ્યાથી જો તમે છૂંટકારો મેળવવા માગો છો. તો બેસન તે માટે સૌથી મદદરૂપ છે. કારણકે બેસન અને હળદર જો તમે તમારી ત્વચા પર લગાવો તો તમારી ત્વચા ઝડપથી ઉજળી થતી હોય છે.
બેસનના ઉપોયગ કરીને ગળાના કાળા ડાઘા દૂર કરવા માટે સૌથી પહેલા બે ચમચી બેસનમાં એક ચપટી હળદર નખો, અને ત્યારબાદ તેને પાણીમાં નાખીને તેની યોગ્ય રીતે પેસ્ટ બનવો, આ પેસ્ટને ગળાના ભાગે રહેલા કાળા ડાઘાઓ પર લગાવો અને 20મીનીટ સુધી તેને સુકવા દો બાદમાં તેને ધોઈ કાઢો. મહત્વનું છે કે નિયમીત રીતે જો તમે બેસન લગાવશો તો કાળા ડાઘાની સમસ્યાથી તમને જલ્દીથી છુટકારો મળી રહેશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team