ચીકુનું ફેસપેક લગાવાથી સ્કીનને અઢળક ફાયદાઓ થાય છે…જાણો કેવી રીતે બનાવશો

Image Source

આપને ખ્યeલ હશે કે ફળોનું સેવન કરવાથી શરીરને ઘણી ફાયદા મળી રહેતા હોય છે. પરંતુ ફળોને ખાધા સિવાય તેના બીજી પણ ઘણી બધી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. આજે અમે વાત કરવાના છે ચીકુના ફેસપેક વીશે ચીકુ આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. તેને ખાવાથી આપણાને ઘણા ફાયદાઓ મળી રહેતા હોય છે.

ચીકુ ખાવાથી આપણી સ્કનીને ઘણા ફાયદા થાય છે. જેમા ખાસ કરીને આપણી સ્કીન પહેલા કરતા ઉજળી અને સોફ્ટ થઈ જાય છે. તેના પાછળનું કારણ છે કે તેમા વિટામિન, મિનરલ્સ અને એંટીઓક્સીડેન્ટ રહેલા હોય છે. જે આપણા શરીરની સાથે સાથે સ્કીન માટે પણ ઘણા ફાયદાકારક હોય છે. અને આજ કારણોને લીધે ચીકુને તમારા ફેસ પર પણ લગાવી શકો છો.

ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમે ચીકુંનું ફેસપેક કેવી રીતે બનાવી શકશો. સાથેજ તેને લગાવાથી આપણી સ્કીનને કયા કયા લાભ થતા હોય છે. તે વીશે પણ અમે તમને માહિતી આપીશું.

ૅચીકુંને આપણી સ્કીન પર લગાવાને કારણે આપણી સ્કીનને પોષણ મળી રહે છે. જેના કારણે સ્કીન હેલ્ધી થઈ જાય છે. સાથેજ વધતી ઉંમર સામે સ્કીન તમારી તેવીને તેવી રહે છે. ચીકુંમાં વિટામિન ઈ હોય છે. જે આપણી સ્કીનને સોફ્ટ રાખતું હોય છે. જે લોકોના ફેસ પર કરચલીઓ પડી રહી છે. તે લોકોએ તો પહેલા ચીકુનું ફેસપેક લગાવું જોઈએ. કારણકે ચીકુના ફેસપેકના ઉપયોગથી કરચલીઓથી રાહત મળતી હોય છે.

Image Source

સ્કીન ઉજળી રહેશે

આપને જણાવી દઈએ કે ચીકુંનુ ફેસપેક અન્ય ફેસપેક કરતા ઘણું સસ્તુ પડશે. અને આ ફેસપેકને તમે ઘરેજ બનાવી શકો છો. ચીકુંનું ફેસપેક લગાવાને કારણે આપણો ચહેરો પણ ઉજળો થતો હોય છે. તેને ચહેરા પર લગાવાને કારણે તમારો ચહેરો પહેલા કરતા વધારે ચમકદાર બની જાય છે. માટે જે લોકો પણ તેમની સ્કિન ઉજળી રાખવા માગે છે. તેમણે પહેલા ચીકુનું ફેસપેક લગાવું જોઈએ.

ડ્રાય સ્કીન સારી રહી શકશે

જે લોકોની સ્કીન ડ્રાય થઈ ગઈ હોય છે. તે લોકો માટે ચીકુ ઘણા ફાયદાકારક રહેતા હોય છે. ચીકુને ચહેરા પર લગાવેના કારણે તમારી ડ્રાય સ્કીન પણ પહેલા કરતા વધારે સારી થાય જાય છે. ઉપરાંત તેના કારણે આપણી સ્કીન પહેલા કરતા વધારે સોફ્ટ રહેતી હોય છે. માટે જે લોકોની સ્કીન ડ્રાય રહેતી હોય છે. તે લોકોએ પહેલા ચીકુંનું ફેસપેક લગાવું જોઈએ.

કેવી રીતે બનાવશો ચીકુનું ફેસપેક

  • ચીકુનું ફેસપેક બનાવા માટે તમે પહેલા તેને કાપીને તેની પેસ્ટ તૈયાર કરી લેજો. બાદમાં તેમા એક ચમચી દૂધ અને એક ચમચી બેસન નાખજો. યોગ્ય રીતે તેને હલાવી તે પેસ્ટને તમે તમારા ચહેરા પર તેમજ તમારી ગરદન પર લગાવજો અને 15 મીનીટ સુધી તેને રાખજો.
  • જ્યારે ફેસપેક સુકાઈ જાય ત્યારે તેને હુંફાળા પાણીથી ધોઈ કાઢજો. અઠવાડિયામાં જો તમે આ રીતે એક વાર ફેસપેક કરશો. તો થોડાક દિવસોમા તમને ફરક દેખવા લાગશે. જેમા તમારો ચહેરો પહેલા કરતા વધારે ઉજળો થશે. સાથેજ તમારી સ્કીન પણ સોફટ થઈ જશે.
  • સ્કીનને વધારે સોફ્ટ કરવા માટે તમે ચીકુની પેસ્ટમાં મલાઈ પણ લગાવી શકો છો. મલાઈને યોગ્ય રીતે પેસ્ટમાં મિક્સ કરીને તેને ચહેરા પર લગાવજો. જેથી તમારી સ્કીન પહેલા કરતા વધારે સોફ્ટ લાગશે. સાથેજ સ્કીન પરથી કરચલીઓ પણ દૂર થશે
  • આપને જણાવી દઈએ કે બજારમાં ચીકુનું તેલ પણ મળતું હોય છે. જેથી તેનું તેલ પણ તમે ચહેરા પર લગાવશો તો તમને ઘણા લાભ મળી રહેશે. ચીકુનું તેલ લગાવાથી તમને ખીલ અને ફોલ્લીઓ જેવી સમસ્યાથી રાહત મળશે.
  • જોકે સાંભળીને તમને નવાઈ લાગશે કે ચીકુનું ફેસપેક વાળ માટે પણ ઘણું સારુ માનવામાં આવે છે. વાળમાં ચીકુનું ફેસપેક લગાવાથી તમારા વાળ ઘણા સારા થઈ જાય છે. પહેલા કરતા તમારા વાળ વધારે સોફ્ટ રહેશે. સાથેજ તમારા વાળમાં જો ખોડોની સમસ્યા હશે તો તે પણ દૂર થઈ જશે.

કેવી રીતે વાળમાં લગાવશો ?

વાળમાં ચીકુનું ફેસ પેક લગાવા માટે ચીકુને મીક્સચરમાં પહેલા પીસી કાઢજો. તેની એકદમ પાતળી પેસ્ટ થઈ જાય ત્યારબાદ તમે તેમા દૂધ નાખજો. બાદમાં તેને યોગ્ય રીતે હલાવીને આ પેકને વાળમાં લગાવજો. જ્યારે વાળ સુકાઈ જાય તો તેને પાણીની મદદથી ધોઈ કાઢજો. જેથી થોડાકજ સમયમાં તમારા વાળમાં સારી એવી ચમક આવી જશે. જોકે સપ્તાહમાં બે વાર તમારે આ રીતે ચીકુનું ફેસપેક વાળમાં લગાવું પડશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment