શું તમે પણ તમારા ચેહરાની સુંદરતાને વધારવા માંગો છો? અપનાવો સ્ટોન થેરેપી …

સુંદર દેખાવું કોને નથી ગમતું. આજના આ બ્યુટી જગતમાં રોજેરોજ નવી નવી  ટ્રીટમેન્ટ અને કોસ્મેટિક લોન્ચ  થાય છે. આપણે બધા જ નવા નવા કોસ્મેટિક્સ વાપરી ને સુંદર થી વધુ સુંદર દેખાવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. અલબત્ત પ્રાકૃતિક ઉપચાર પધ્ધતિઓનું  પણ ચલણ વધી રહ્યું છે, જેમ કે વિદેશોમાં  ફાઈવ સ્ટાર હોટેલોમાં સ્ટોનથેરપીનો ઉપયોગ શરૂ થયા બાદ હવે ભારતનાં મોટા શહેરોમાં પણ આ પધ્ધતિ પ્રચલિત બની રહી છે. આજે અમે તમને સ્ટોન થેરેપી વિશે જણાવીશું તેનો ઉપયોગ કરી તમે સુંદર દેખાઈ આવશો.

Day-spa. Young woman in green towel relaxing in healthy spa salon. Girl having hot stone massage. Indoor.

સ્ટોન થેરાપીમાં નાના-મોટા કદના ખાસ પ્રકારના સમુદ્રી પથ્થરોની મદદથી બોડી મસાજ  કરવામાં આવે છે.  આ મસાજને  કારણે ચહેરા ઉપર તાજગી આવે છે,  ત્વચા પર  ચમક આવે છે, સ્નાયુઓ  મજબૂત બને છે  અને શરીરને આરામ મળે છે. આ થેરપીથી સ્નાયુને એક પ્રકારની કસરત મળે છે. આ પ્રક્રિયાને  વેસ્ક્યુલર જિમ્નેસ્ટિક પણ કહે છે.

મરીન ટોન્સ (દરિયાઈ પથ્થર) માં ગરમ અને ઠંડા  એમ  બે પ્રકારના  પથ્થર આવે છે. આ ટ્રીટમેન્ટમાં વ્યક્તિની ત્વચાને અનુરૂપ મટીરિયલ્સ લગાડયા બાદ સ્ટોનથી મસાજ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગરમ સ્ટોનથી મસાજ કર્યા પછી ઠંડા સ્ટોનની મદદથી બોડીના જુદા જુદા પાર્ટ પર મસાજ કરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં  ફૂલ અને હાફ બોડી મસાજ કરી શકાય છે.  ફૂલ બોડીમસાજ કરાવવા માટે ચારથી પાંચ કલાકનો સમય લાગે છે.  અમદાવાદની ફાઈવસ્ટાર હોટેલોમાં અને સ્પા સેન્ટરોમાં સૌંદર્યના નિખાર માટે સ્ટોનથેરપીનો ઉપયોગ વધી રહ્યો છે.

કેટલીક મોંઘી હોટેલો અને સ્પા સેન્ટરોમાં સ્ટોનથેરપી માટે ખાસ પ્રાકૃતિક વાતાવરણ ઊભું કરવામાં આવે છે. કુદરતી સૌંદર્ય વચ્ચે સારવાર લેતા હોય તેવો આભાસ કરાવવા પક્ષીઓના મધુરવ કલરવ અને ખળખળ ઝરણાના અવાજવાળી સાઉન્ડ ઈફેક્ટ ગોઠવવામાં આવે છે.

સ્ટોન થેરપી આમ તો પ્રાચીન  સારવાર પધ્ધતિ છે. ‘ફેશન’  શબ્દનો ઉદ્ભવ પણ નહોતો થયો ત્યારે મહિલાઓ નદી કે દરિયાકિનારે જઈ પાણીમાંથી નાનામોટા  પથ્થરો લઈ હાથ અને પગ પર આ પથ્થરો ઘસીને ત્વચાને ચમક આપવા પ્રયાસ કરતી  હતી. આજે યુવતીઓ અને યુવકો સ્ટોન થેરપી મેળવીને પોતાના ચહેરાની સુંદરતા વધારી રહ્યાં છે અને બોડી રિલેક્સેશન મેળવી રહ્યાં છે. ભારતમાં હવે પૂર જોશમાં આ પ્રકારની થેરાપી વધી રહી છે અને લોકો આને ભારતીયો અપનાવી રહ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment