મોટાભાગના લોકો જાણે છે કે સૂતા પહેલા ચહેરો ધોઈ લેવો જરૂરી છે, પરંતુ ચહેરો ધોયા પછી ચહેરા પર મધ લગાવવાથી પણ ફાયદો થઈ શકે છે. કેટલાક ઘરેલું નુસખા નો ઉપયોગ કરીને ત્વચાને નુકસાનથી પણ બચાવી શકાય છે.તેમજ ત્વચામાં ધણો સુધારો આવે છે.
સ્કીનકેર ટિપ્સ
આજે આ ભાગદોડ ભરી જિંદગીમાં પોતાની ત્વચાની કાળજી માટે લોકો પાસે સમય નથી. પરંતુ હજી પણ દરેકની ઇચ્છા છે કે તેની ત્વચા ચમકતી અને સુંદર દેખાય. આવી પરીસ્થિતિમાં લોકો તેમના ચહેરાને આકર્ષવા માટે બજારમાં વેચાતા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જો કે, તમારી ત્વચાને આકર્ષક બનાવવા માટે ઉપયોગમાં લેવાતા આ પદાર્થ ને કારણે, કેટલીકવાર સુંદર ચહેરો પણ બદસૂરત થઈ જાય છે. આવા પદાર્થ માં હાજર કેમિકલ ત્વચાને નુકસાન પહોંચાડે છે. આવી પરિસ્થિતિમાં, કેટલાક ઘરેલું નુસખા નો ઉપયોગ કરીને ત્વચાને નુકસાનથી બચાવી શકાય છે. સાથે સાથે ત્વચા માં બદલાવ પણ આવે છે.
સુતા પહેલા મધ લગાવો
મોટાભાગના લોકો જાણે છે કે સૂતા પહેલા ચહેરો ધોવો જરૂરી છે,પરંતુ ચહેરો ધોયા પછી, આજે ચહેરા પર મધ લગાવવાથી થતા ફાયદાઓ જાણો. ચહેરો ધોયા પછી સારી માત્રામાં મધ લગાવીને ચહેરા પર અડધો કલાક રહેવા દો. સુતા પહેલા ચહેરો ધોઈ લો. મધમાં ક્લિઝિગ પ્રોપટીઝ હોય છે જે ચહેરાને સુધારવામાં મદદ કરે છે.
મધ અને કુંવારપાઠું
દરેક વ્યક્તિ ચમકતી ત્વચા મેળવવા ઈચ્છે છે, આવામાં મધ અને કુંવારપાઠું ના મિશ્રણ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. સુતા પહેલાં મધ અને કુંવારપાઠાને મિક્સ કરો અને તેને રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવો. આખી રાત આને રહેવા દો અને સવારે ઊઠીને ચહેરો ધોઇ લેવો. આ ઉપચાર ફક્ત ત્વચામાં બદલાવ નહીં, પરંતુ મધ અને કુંવારપાઠું ત્વચાને પોષણ પણ આપશે.
મધ અને હળદર
મધ અને હળદર ચહેરા પર ચમક લાવવા માટે પણ મદદરૂપ થાય છે. આ માટે, તમારે એક ચમચી મધમાં એક ચપટી હળદર અને અડધી ચમચી ખાંડ ઉમેરવી પડશે. આ ત્રણ વસ્તુઓને મિક્સ કરી હળવા હાથથી મસાજ કરવું જોઈએ. જેથી ચહેરા પર વધુ નિખાર આવે. આ સિવાય સૂતા પહેલા અડધી ચમચી હળદર મધમાં મિક્સ કરી, 5 -8 મિનિટ સુધી ચહેરા ને મસાજ કરવાથી અને પછી તેને પાણીથી ધોવાથી ફાયદા થઈ શકે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team