ડાઘ રહિત અને ચમકીલી ત્વચા મેળવવા માટે ચહેરા પર આ રીતે લગાવો નારિયેળ તેલ, કરચલીઓ પણ થશે દૂર

coconut-water-for-thick-for-face

વર્ષોથી ત્વચાની સંભાળમાં ઉપયોગી થતું નારિયેળ તેલ ત્વચાને ચમકદાર બનાવવામાં મદદરૂપ છે. તો ચાલો જાણીએ તેને ઉપયોગ કરવાની યોગ્ય રીત.

ઉનાળાના દિવસોમાં ગરમ હવાને કારણે ઘણીવાર ચેહરો શુષ્ક અને નિસ્તેજ પડી જાય છે. સરખી સંભાળ ન કરવામાં આવે તો ચેહરાની ત્વચા નિસ્તેજ દેખાવા લાગે છે. ચેહરાને તરોતાજા અને ત્વચાને જીવંત બનાવી રાખવા માટે આપણે દરેક વિવિધ પ્રકારના ઉપાય કરીએ છીએ. પરંતુ, કેટલાક કુદરતી તત્વ છે જે આપણી ત્વચા ને જીવંત બનાવી શકે છે. નારિયેળ તેલ તેમાંથી એક છે. તે ત્વચાના ભેજને પરત લાવવાની સાથે તેને હાઈડ્રેટેડ રાખે છે. આ ઉપરાંત નારિયેળ તેલના ઉપયોગથી ત્વચા પર દેખાતા વધતી ઉંમરના લક્ષણ પણ ઓછા થવા લાગે છે. કરચલીઓને દૂર કરવા માટે નારિયેળનું તેલ ઉતમ વિકલ્પ છે.

ત્વચા હાઈડ્રેટે રહશે :

બદલાતી ઋતુની સાથે ઘણા લોકોના ચહેરા શુષ્ક થવા લાગે છે, આવી સ્થિતિમાં ચેહરાને તાજગી સભર રાખવા માટે તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ચેહરાની ત્વચા હાઈડ્રેટેડ રહે છે અને ફ્રેશ જોવા મળે છે.

કરચલીઓ દૂર થશે :

વધતી ઉંમરમાં કરચલીઓ આવવી સામાન્ય વાત છે, ઘણીવાર ઉંમરથી પેહલા જ ત્વચા પર કરચલીઓ જોવા મળે છે. તેની કુદરતી સારવાર કરવી છે તો નારિયેળ તેલ લગાવો. નારિયેળ તેલમાં એન્ટી એજીંગ ગુણ હોય છે, આવી સ્થિતિમાં તેના ઉપયોગથી કરચલીઓ દૂર થવા લાગે છે.

નારિયેળ તેલથી કુદરતી ચમક મળશે :

નારિયેળ તેલમાં ફૈટી એસિડની સાથે એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે. તેની સાથેજ તેમાં વિટામિન એ રહેલ હોય છે, તે સીરમ તરીકે કામ કરે છે. નારિયેળ તેલ લગાવવાથી ત્વચા પર કુદરતી ચમક આવે છે, પરંતુ તેના માટે તમારે તેની માત્રાનું ધ્યાન રાખવું પડશે. ખૂબ વધારે તેલ ચેહરા પર લગાવવું સારું નથી. રાત્રે સૂતી વખતે નારિયેળ તેલને તમારી હથેળી ઉપર લઈ તેનાથી હળવા હાથે માલિશ કરો.

garlic-oil-benefits-for-skin

કાળા ડાઘ માટે અસરકારક :

વધતા પ્રદૂષણ અને બગડતી લાઇફસ્ટાઇલના કારણે ઘણા લોકોના ચેહરા પર ડાઘ ધબ્બા થવા લાગે છે. તેનાથી ચેહરાની સુંદરતા બગાડવા લાગે છે. આ કાળા ડાઘને કુદરતી રીતે દૂર કરવા માટે નારિયેળ તેલ અસરકારક સાબિત થઈ શકે છે. દરરોજ રાત્રે તમારી હથેળીઓ ઉપર તેલ લઈને ચેહરા પર મસાજ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment