દુનિયાના તમામ દેશો આજ ઝડપથી વિકાસ કરી રહ્યા છે. એમાં આજનો માનવ વધતી ટેકનોલોજી ની મદદથી જીવન ગુજારતો થઇ ગયો છે. સાથે વિકસતા દેશોમાં અપરાધ પણ જોવા મળે છે. વારંવાર અને રોજબરોજની ઘટનામાં ગુનાઓ થાય છે. હાલના સમયમાં સુરક્ષિત કઈ રીતે જગ્યાએ રહેવું એ પણ વિચરવા જેવું છે!!
અપરાધોની દુનિયામાં મહિલાઓની સુરક્ષા પર નજર કરવામાં આવે તો, ક્યારેક સ્ત્રીઓના જીવન પાછળ હંમેશાં ભય છવાયેલ રહેતો હોય છે. એ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે મહિલાઓને સુરક્ષિત કઈ રીતે રહેવું? એ એક પ્રશ્ન છે.
ભારત અને અન્ય દેશોમાં પણ બળાત્કારના અનેક કિસ્સાઓ થાય છે. ક્યારેક યુવાન, તો ક્યારેક માસુમ બાળકીઓ પણ શિકાર બનતી હોય છે. આ સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય એ માટે અમુક ખાસ પ્રકારની ઇલેક્ટ્રોનિક ડિવાઈઝ વિકસાવવામાં આવી છે. જેના ઉપયોગથી મહિલાઓને વધુ સુરક્ષા આપી શકાય છે. તો આજની માહિતી આવી જ જાણકારીની સફર….
મહિલાઓ પર થતા બળાત્કારના કિસ્સાઓને ઘટાડવા અને સ્વયં મહિલાઓને સુરક્ષા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકોએ અનેક પ્રકારના ઉપકરણો બનાવ્યા છે. જેનાથી સુરક્ષા મળી રહે. તો થોડી ચર્ચા કરીએ આ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની જેનાથી મહિલાઓની સુરક્ષા અત્યંત વધી જાય છે. આવા ઉપકરણોને એન્ટી રેપ ડીવાયસીસ કેહવાય છે.
(૧) એન્ટી રેપ ઇનરવેર
૨૦૧૩માં ચેન્નઈની એક યુનિવર્સીટીના ત્રણ વિદ્યાર્થીઓએ આ ઉપકરણોની શોધ કરી. આ ઉપકરણને “SHE” નામ આપવામાં આવ્યું. SHE નું પૂરું નામ ‘Socity Harnessing Equipment’ છે. જોવામાં તો આ એક નોર્મલ ગાઊન જેવું લાગે છે. પરંતુ તેની ખાસિયત એ છે કે, જેમાં જરૂર પડવા પર ૩૮૦૦ કિલો વોટ જેટલો જબરદસ્ત ઇલેક્ટ્રિક શોક લાગે છે. સામાન્ય રીતે અપરાધી રેપ વખતે પ્રાયવેટ પાર્ટ પર અડવાની કોશિષ કરે છે. એ દરમિયાન તેમને જોરથી ઇલેક્ટ્રિક ઝટકો લાગે છે. આ સર્કીટના સેન્સરમાં GPS સીસ્ટમ પણ હોય છે. જેથી મહિલાઓનું લોકેશન પણ જાણી શકાય છે. રેપ અને બીજી હરકત વખતે અપરાધીને ડિટેકટ કરી ઇલેક્ટ્રિક શોક આપે છે.
(૨) એન્ટી રેપ બકલ
આ બેલ્ટ જોવામાં સામાન્ય લાગે છે. આ સાધારણ બેલ્ટ જ કોઈ છોકરી કે મહિલાને રેપ જેવી દુર્ઘટનાથી બચાવે છે. આ બેલ્ટને ખોલવા માટે એક કોડની જરૂર પડે છે. જેથી આ બેલ્ટ એ જ ખોલી શકે, જેણે એ પહેરેલ છે. એવામાં બીજી વ્યક્તિ ગમે તેટલી કોશિશ કરે છતાં તે ખુલી શકતો નથી.
(૩) એન્ટી રેપ નેકલેસ
આ એક એવી ડીવાયસ છે જે નેકલેસ અને બ્રેસલેટ બંનેની જેમ કામ કરે છે. આ ડીવાયસને JWT- શીંગાપુરની અવેર નામની NGO સાથે મળીને બનાવ્યું હતું. આ નેક્લેસમાં એક બટન હોય છે. જેને દબાવવાથી ઈમરજ્ન્સીના સમયમાં કોઈને બોલાવી શકાય છે. જેનો નંબર દાખલ કરેલ છે તેમને ફોન આવે છે સાથે લોકેશન પણ જાણી શકે છે. આ નેકલેસ અને બ્રેસલેટ સુરક્ષા તો આપે જ છે સાથે ફેશનેબલ પણ છે જેને બધી જગ્યાએ પહેરીને જઈ શકાય છે.
(૪) એન્ટી રેપ વેર
આ એક સામાન્ય બીજી ડીવાયસ કરતા વધારે સુરક્ષિત માનવામાં આવે છે. ૨૦૧૩ પછી નુયોર્કની એક કંપનીએ એન્ટી રેપ વેર બનાવાવની એક પ્રોડક્ટ લાઇન ચાલુ કરેલ હતી. જેમાં અન્ડરવેર ટ્રાવેલિંગ શોર્ટ્સ, અને ફીટીંગ શોર્ટ્સ સામેલ છે. આ કપડાઓની ખાસ ખસિયત એ છે કે, કોઈ બીજી વ્યક્તિની અનેક પ્રયાસોથી પણ કપડાને ઉતારી ન શકાય. આ કપડાને દુર કરવા માટે એક કોડની જરૂર પડે. જે તેને પહેનનાર જ ખોલી શકે. આ જે મટીરીયલ્સમાંથી બને છે તેને ફાડી કે કાપી ન શકાય.
(૫) પેપર સ્પ્રે
આ સ્પ્રેની બોટલ સાધારણ બોટલ જેવી લાગે છે. બોડી સ્પ્રે જેવી લાગતી આ બોટલ જનરલ સ્ટોર પર મળી જાય છે. આ મહિલાને સુરક્ષા આપવામાં મદદ કરે છે. જયારે જરૂર પડે ત્યારે આ સ્પ્રેના એક ફુવારાથી સામે વાળી વ્યક્તિના આંખમાં જલન થવા લાગે છે. સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. એમ લાંબા સમય માટે તે બેચેન રહે છે.
તો આ પાંચ પ્રકારની ટેકનોલોજીની મદદથી મહિલાઓ ગમે ત્યારે અને ગમે ત્યાં ફરી શકે છે, જઈ શકે છે. તો આજની માહિતીને બીજા માટે પણ શેર જરૂરથી કરજો.
“ફક્ત ગુજરાતી” પેઇઝને અત્યારે જ લાઇક કરો જેથી અવનવી માહિતી તમને મળતી રહે.
# AUTHOR – RAVI GOHEL
Content Copyrights Received