સૂકી ખાંસીથી હેરાન પરેશાન થઈ ગયા છો? તો અપનાવો આમાંથી કોઈપણ એક ઉપાય.

Image Source

બદલાતી સિઝનમાં શરદી – ઉધરસ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. એવામાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જો તમને પણ વારંવાર સૂકી ખાંસી આવે છે તો તમારે વારંવાર એકની એક દવાઓ લેવાની જરૂર નથી. તમે અહિયાં આપેલ ઉપાય જણાવો. તેનાથી તમને ઉધરસમાં જલ્દી રાહત મળશે.

મધ :

સૂકી ઉધરસ માટે મધ રામબાણ છે. મધમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ગળાના ઈન્ફેક્શનને ઠીક કરવામાં મદદ કરે છે. દરરોજ અડધો ગ્લાસ નવશેકા પાણીમાં 2-4 ચમચી મધ ભેળવીને પીવાથી સૂકી ઉધરસમાં આરામ મળે છે.

સિંધવ મીઠું :

સુકી ઉધરસ માટે આ મીઠું અસરકારક ઘરગથ્થુ ઉપચાર છે. સૂકી ઉધરસની સમસ્યામાં એક સોલ્ટને અગ્નિ પર ગરમ કરો. જ્યારે ગાંઠ નરમ થઈ જાય ત્યારે તેને અડધા ગ્લાસ પાણીમાં નાખો. રાત્રે સૂતા પહેલા આ પાણી પીવો. આવુ નિયમિત કરવાથી સૂકી ઉધરસમાં જલ્દી આરામ મળશે.

Image Source

પીપળાની ગાંઠ :

સૂકી ખાંસીમાં પીપળાની ગાંઠ વાપરવી એ ઉપાય એ દાદી-નાનીના જમાનાથી વાપરવામાં આવે છે. સૂકી ખાંસીમાં પીપળાનની ગાંઠ વાપરવાથી ખાંસી દૂર કરવામાં મદદ મળે છે. આની માટે ગાંઠને પીસી લો અને તેમાં એક ચમચી મધ ઉમેરો. નિયમિત આમ કરવાથી ખાંસી દૂર થઈ જશે.

આદું :

શરદી અને ઉધરસમાં ચા પીવી બધાને ખૂબ પસંદ હોય છે. આદું એ શરદી ઉધરસ માટે રામબાણ ઈલાજ છે. સૂકી ખાંસી પર આદુંનું સેવન કરવાથી ખાંસીમાં રાહત મળે છે, આની માટે આદુંની એક ગાંઠને પીસીને તેમાં એક ચપટી મીઠું મિક્સ કરીને દાઢના નીચેના ભાગ મૂકો. આદુનો રસ ધીરે ધીરે મોઢામાં જશે. 5 મિનિટ સુધી આ ઉપાય કરવો અને પછી કોગળા કરી લેવા. આ સિવાય તમે આદુંના રસમાં મધ મિક્સ કરી પીવો છો તો પણ તમને જલ્દી રાહત મળશે.

હળદર :

હળદરમાં રહેલ ઔષધિય ગુણો એ ખૂબ ખાસ માનવામાં આવે છે. તેનાથી શરદી ખાંસીમાં રાહતમાં રાહત મળે છે. હળદરવાળા દૂધને પીવાથી ખાંસીમાં જલ્દી રાહત મળે છે. આ સિવાય ગરમ પાણીમાં એક ચમચી હળદર ઉમેરી પીવાથી તમારી સૂકી ખાંસી મટી જશે.

મરીયા :

કોઈપણ ઉધરસ મટાડવા માટે મરીયા એ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આની માટે મરિયાની પાવડર અને મધ બરાબર મિક્સ કરો. આને પછી તેની સેવન કરો. ઉધરસમાં જલ્દી રાહત મળશે. આ સિવાય તમે દૂધ કે ચામાં ઇક્સ કરીને પણ પી શકો છો.

તુલસી :

તુલસીમાં રહેલ ગુ શરદી ખાંસીને દૂર કરવા માટે મદદરૂપ થાય છે. તુલસીના રસની સાથે મધ ઉમરીને સેવન કરવાથી સૂકી ખાંસીમાં તમને રાહત મળશે. આ સિવાય તમે તુલસીનો ઉકાળો અથવા તો તુલસીની ચા પી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment