દિવ્યાંગ હોવા છતાં એક છોકરી હોવાનો ફરજ નિભાવી રહી છે અંકિતા, કારણ જાણીને રહી જશો દંગ

આજના જમાનામાં દરેક લોકો એવું વિચારતા હોઈ છે કે ઘરમાં એક છોકરો તો જરૂર હોવો જોઈએ. છોકરી હોવા છતાં પણ લોકો એક છોકરાની ચાહ જરૂર રાખે છે. તેને એવું લાગે છે કે ફક્ત એક છોકરો જ વૃદ્ધાવસ્થામાં અથવા મુસીબતો ના સમયમાં આપણો સાથ આપે છે. જો કે એવું કઈ જ હોતું નથી. છોકરીઓ પણ તેના માતા-પિતા નું ખુબ જ સારી રીતે ધ્યાન રાખી શકે છે.

આ વાતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. અમદાવાદમાં રહેતી ૩૫ વર્ષીય અંકિતા શાહને જ લઈ લઈએ. અંકિતા ને નાનપણથી જ પોલીયો હતો. એવામાં એનો એક પગ કાપવો પડ્યો હતો. આ રીતે અંકિતા દિવ્યાંગ થઈ ગઈ પરંતુ તેને જિંદગીથી ઉમ્મીદ ના છોડી અને એક સામાન્ય છોકરીની જેમ જીવનમાં આગળ વધતી રહી.

અંકિતના જીવન પર એ સમયે દુખનો પહાડ તૂટી પડ્યો જયારે તેના પિતાને કેન્સર જેવી ભયાનક બીમારી આવી પડી. આ બીમારીની સારવાર માટે ખુબ જ ખર્ચો થતો. તેને વારંવાર અમદાવાદથી સુરત જવું પડતું હતું. એવામાં પૈસા અને સમય બંને આપવું પડતું હતું. અંકિતા પહેલા એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી. ત્યાં તેને મહીને ૧૨ હજાર મળતા હતા. અંકિતા જણાવે છે કે પિતા ના કેન્સરના લીધે મારે ઘણીવાર રજા લેવી પડતી હતી જે કોલ સેન્ટરમાં મળી ના શકતી. સાથે જ તે લોકો પગાર પણ વધારતા ના હતા. એવામાં અંકિતા એ પોતાની નોકરી છોડીને રીક્ષા ચલાવવાનો નિર્યણ કર્યો.

રીક્ષા ચલાવવાથી તેને મહીને ૨૦ હજાર મળી રહેતા હતા. તે દિવસના ૮ કલાક રીક્ષા ચલાવે છે. તેની સાથે જ તે જયારે ઈચ્છે ત્યારે તેના પિતાના ઈલાજ માટે રજા લઈ શકતી હતી. અંકિતા તેના એક દોસ્ત પાસેથી રીક્ષા ચલાવતા શીખી. તેનો આ દોસ્ત પણ વિકલાંગ છે અને તે પણ રીક્ષા ચલાવે છે.

અંકિતા પાછલા ૬ મહિનાથી રીક્ષા ચલાવે છે. તેનાથી કમાયેલા પૈસાથી તે તેના પિતાના કેન્સરનો ઈલાજ કરાવે છે. ભવિષ્યમાં અંકિતાનું સપનું છે કે તે ખુદનો એક ટેક્સીનો વ્યવસાય ખોલે. અંકિતા બધા જ ભાઈ બહેનોથી મોટી છે અને એક દીકરી હોવાનો ફર્જ તે ખુબ જ સારી રીતે નિભાવી રહી છે.

આ બાજુ સોશિયલ મીડિયા પર જયારે લોકોને અંકિતાની આ કહાની વિશે ખબર પડી તો તેના વખાણો ચારેબાજુ થવા લાગ્યા. અંકિતા ઘણા લોકો માટે પ્રેરણા બની ગઈ. આજે જ્યાં છોકરાઓ પોતે તેના માતા પિતાનું એટલું ધ્યાન નથી રાખી શકતા ત્યાં જ અંકિતાએ એક છોકરી હોવા સાથે તેના પિતા માટે ખુબ જ સંઘર્ષ કર્યો. ધન્ય છે તેમને.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

1 thought on “દિવ્યાંગ હોવા છતાં એક છોકરી હોવાનો ફરજ નિભાવી રહી છે અંકિતા, કારણ જાણીને રહી જશો દંગ”

Leave a Comment