અનિર્બાન નંદી અને પૌલમી ચાકી નંદી પોતાના કાર્ય દ્વારા સમાજને સતત પ્રેરણા આપી રહ્યા છે. આ યુવા જોડી ની પાસે અમેરિકા જઈને પીએચડી કરવાની સૌથી શ્રેષ્ઠ તાક હતી, પરંતુ બંનેએ ભારતમાં રહીને આગળ વધવાનો નિર્ણય કર્યો. અનિર્બાન અને પૌલમી માટે આ ખૂબ જ કઠિન નિર્ણય હતો, પરંતુ આજે જ્યારે તેઓ પાછળ ફરીને જુએ છે તો, તેમને પોતાના નિર્ણય પર ગર્વ થાય છે.
કોવિડ લોકડાઉન સમયથી જ, આ પતિ-પત્ની ઉત્તર બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં, સિલિગુડી નજીક આવેલા ચાના બગીચાના વિસ્તારમાં મજુરોના બાળકોનું જીવન નિર્માણ કરી રહ્યા છે. એ ગરીબ બાળકો એમની લાલ રંગની ગાડીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. જેમાં તેઓ બાળકો માટે ફ્રી માં પુસ્તકો લઇને આવે છે. એ ઉપરાંત જરૂરતમંદ બાળકોને ફક્ત દસ રૂપિયામાં આખો મહિનો ટ્યુશન કરાવે છે.
અનિર્બાન અને પૌલોમીએ મળીને ગરીબ બાળકો માટે મોબાઈલ લાઇબ્રેરી પણ શરૂ કરી છે. જે ખૂબ જ ગરીબ અને સ્માર્ટફોન, લેપટોપ, ઇન્ટરનેટ નો ખર્ચ ઉઠાવી ન શકતા હોય તેવા બાળકો માટે ખુબ જ ઉપયોગી બને છે. પોતાની લાઇબ્રેરી માટે તેમણે 6000 થી પણ વધુ પુસ્તકો ભેગા કર્યા છે. હવે આ દંપતી બાળકોને ત્રણ મહિના માટે પુસ્તકો ઉધાર આપે છે. કારણ કે બાળકો પોતાના ઉજ્જવળ ભવિષ્યની તૈયારી કરી શકે. એમની લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી આપતા પુસ્તકોનો પણ સમાવેશ કરેલ છે.
આ પતિ-પત્ની બાળકોને ફ્રીમાં પુસ્તકો આપવા સિવાય પણ ઘણું બધું કામ કરે છે. તેઓએ સિલિગુડી માં બંધ ચાના બગીચાઓમાં મહિલાઓને મદદ કરી રહ્યા છે. તેઓ ખેતી કરતી મહિલાઓને આધુનિક ખેતી માટે શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. સાથે જ મહિલાઓને માસિકધર્મ બાબતે સ્વચ્છતા ના વિષયમાં જાગૃત કરવાનું કાર્ય પણ કરે છે, મહિલાઓ માટે તેઓએ એક સેનેટરી પેડ બેન્કની સ્થાપના પણ કરી છે.
તમને જણાવી દઈએ કે, અનિર્બાન નંદી આઇઆઇટી ખડગપુરમાં સિનિયર રિસર્ચ ફેલો છે. જ્યારે પૌલોમી સોશિયલ સાયન્સ અને ઇકોનોમીમાં રીસર્ચ એસોસીએટ છે. આ પતિ-પત્ની જે રીતે ગરીબોની મદદ કરી રહ્યા છે, એ ઉત્તમ ઉદાહરણ છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “અનિર્બાન અને પૌલમી, આ પતિ-પત્ની ફક્ત દસ રૂપિયામાં, મજુરોના બાળકોને આખો મહિનો ટ્યુશન શીખવે છે.”