દોસ્તો આપણે આપણા રસોડાના સુકા કચરાને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે સૌથી સારી ઓર્ગેનિક ખાતર રસોડાના વેસ્ટ કચરામાંથી જ બને છે. ઘણા ઘરોમાં કિચન વેસ્ટ અલગથી ભેગું કરી સરળતાથી એકત્રિત કરી શકાય છે અને ખૂબ જ ઓછા ખર્ચે, ખૂબ જ સારૂ કાર્બનિક ખાતર બનાવી શકાય છે.
તમને જણાવી દઈએ કે રસોડાના કચરામાંથી બનાવવામાં આવેલા ખાતરમાં ભરપુર માત્રામાં ન્યુટ્રીએન્ટસ હોઈ છે અને આ ખાતર ખેતરોમાં સોનાનું કામ કરે છે. જેના લીધે ખાતર ને કાળું સોનું પણ કહેવામાં આવે છે. અમે આજે તમને સૌથી શ્રેષ્ઠ ઓર્ગેનિક ખાતર બનાવવાની સરળ રીત જણાવીશું. આ રીતે તમે કોઈ પણ દુર્ગંધ વિના ઓછા સમયમાં સૌથી શ્રેષ્ઠ ખાતર તૈયાર કરી શકો છો.
રસોડાના કચરાથી ખાતર તૈયાર કરવા માટે તમારે સૌથી પહેલા એક જ સાઈજ ના છેદ વગરના બે ગમલા લો અને ત્યારબાદ એક ગમલામાં તમે રોજ તમારા રસોડાના વધારાના કચરાને નાખો. ધ્યાન રહે કે નાના નાના ટુકડામાં તેને કાપી નાખવા જેનાથી તે જલ્દી સડી જાય, સાથે તમે તમારા છોડના ગમલામાં ઉગેલા ઘાસને પણ નાખી શકો છો.
ત્યારબાદ તમે તેમાં ઉપર માટી નાખવાની રહેશે જેનાથી ખાતર તૈયાર થવામાં ઓછો સમય લાગશે. આ રીતે રોજ તેમાં રસોડાનો વધારાનો કચરો નાખતા રહો અને યાદ રહે કે આ ગમલામાં પૂરી રીતે તડકો આવી શકે અને ઉપરથી ઢાંકી રાખવું. જો બહારનું તાપમાન વધુ હોઈ તો થોડું પાણી ઉમેરવું. ખાતર બનાવવા માટે આગળ ની પ્રોસેસ જાણવા નીચે આપેલો વિડીઓ જોવો …
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team