આજે હું જે વાત તમને જણાવવા જઈ રહ્યો છું તે એક વાર્તા નથી પરંતુ હકીકત છે, નીલકંઠ નામનું પક્ષી કે જેની ચાંચ તીક્ષ્ણ છે અને જેની પીઠ ઉપર નીલી ધાર છે તે ખૂબજ સુંદર પંખી અત્યારે લુપ્ત થવાની કગાર ઉપર આવી ગયું છે. તેની સંખ્યા ઓછી થવાને કારણે તેના અસ્તિત્વ ઉપર ગંભીર સંકટ આવી ગયું છે. ખેતર અને બગીચાઓમાં રહેવાવાળું આ પંખી જે માનવમેદનીથી દૂર રહે છે કે જે એકાંત પ્રિય છે તેની સંખ્યા ઓછી થઈ રહી છે. મગફળી, મકાઇ, ફળ વગેરે નીલકંઠને પ્રિય છે. પાકને નુકસાન પહોંચાડતા કીડા અને જીવ જંતુને ખાનાર આ પક્ષી ખેડૂતોનો મિત્ર પણ કહેવામાં આવે છે.
વૈજ્ઞાનિકોના અનુસાર, આજકાલ ઓછા સમયમાં વધુ ને વધુ ઉત્પાદન કરવા માટે લોકો કીટ નાશક તથા રસાયણોનો અંધાધૂંધ ઉપયોગ કરી રહ્યા છે, અને આવા રસાયણોનો ઉપયોગ કરવાથી હોટલના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે પરંતુ આ નીલકંઠ માટે ખૂબ જ જાનલેવા સાબિત થઇ રહ્યું છે આવા કૃષિ ઉત્પાદન તથા કીડા મકોડા ને ખાવાથી કીટનાશકનું ઝેર નીલકંઠ ના શરીર માં આવી જાય છે,અને તે જ તેની માટે કાળ સાબિત થઈ જાય છે.
ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એ લગભગ પાંચ વર્ષ પહેલાં જ નીલકંઠને વિલુપ્ત થવાવાળી પ્રજાતિના લિસ્ટમાં તેને સામેલ કર્યો છે. પરંતુ તેના સંરક્ષણ ની દિશામાં કોઇ જ પ્રયાસ ન કરવાનું પરિણામ આપણી સામે જ છે, તથા તેના પછી આ પ્રકૃતિનું સુંદર પક્ષી નીલકંઠ લુપ્ત થવાની કગાર પર આવી ગયું છે. જો આપણે આ દિશામાં ગંભીર નહીં થઈએ તો તેના સંરક્ષણ ના હેતુ યોગ સુનિયોજિત પ્રયાસ ન કરી શકીએ તો આજે જે બચેલી સંખ્યા છે તે પણ ધરતી પર રહેશે નહીં. અને એક દિવસ હંમેશા માટે આ પક્ષી લુપ્ત થઈ જશે.
મિત્રો આપણને આ વાતથી ખબર પડે છે કે નીલકંઠ પક્ષી વધુ સમય સુધી આપણી ધરતી પર નહીં રહી શકે, તેથી જ આપણે બધાએ ભેગા મળીને તેના સંરક્ષણ પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ, નહીં તો ગીઘ અને સારસ જેવા પંખીઓની જેમ જ આ સુંદર પક્ષી પણ લુપ્ત થઈ જશે અને પછી કોઈને દેખાય પણ નહીં, તો આવો આપણે બધા જ મળીને પંખીઓ,પશુઓ અને દરેક પ્રકારના જીવોનું સંરક્ષણ કરીએ જે આપણી પ્રકૃતિનો અમૂલ્ય ખજાનો છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team