ગુજરાતનું અંબાજી મંદિર ખુબ જ પ્રાચીન છે. માં અંબા ભવાનીના શક્તિપીઠોમાંથી એક આ મંદિર પ્રત્યે ભક્તોમાં અપાર શ્રદ્ધા છે. આ મંદિરના ગર્ભગૃહમાં માં ની કોઈ પ્રતિમા સ્થાપિત નથી. શક્તિના ઉપાસકો માટે આ મંદિર ખુબ જ મહત્વ રાખે છે. અહી માં નું એક શ્રી યંત્ર સ્થાપિત છે. આ શ્રી યંત્ર ને કંઇક એવા પ્રકારે સજાવવા માં આવે છે કે જોવા વાળા ને લાગે છે કે માં અંબા અહી સાક્ષાત બિરાજમાન છે. અંબાજી મંદિર વિશે કહેવામાં આવે છે કે અહી પર ભગવાન શ્રીકૃષ્ણ નું મુંડન સંસ્કાર સંપન્ન થયું હતું. અને ભગવાન રામ પણ શક્તિ ની ઉપાસના કરવા માટે અહી આવી ચુક્યા છે.
માં અંબાજી મંદિર ગુજરાત રાજસ્થાન સીમા પર આવેલું છે. માનવામાં આવે છે કે આ મંદિર લગભગ બાર સો વર્ષ જૂનું છે. આ મંદિર ના જીર્ણોદ્વાર નું કામ ૧૯૭૫ થી શરુ થયું હતું અને ત્યારથી અત્યાર સુધી ચાલુ છે. શ્વેત સંગમરમર થી નિર્મિત આ મંદિર ખુબ જ ભવ્ય છે. આ મંદિર નું શિખર એક સો ત્રણ ફૂટ ઊંચું છે. અંબાજી મંદિર શક્તિપીઠ મંદિર છે, અહી પ્રવાસ કરવાથી મળે છે અતુલ્ય પુણ્ય. શિખર પર ૩૫૮ સ્વર્ણ કળશ સુસજ્જિત છે.
મંદિર થી લગભગ ૩ કિલોમીટર જેટલું દૂર સુધી ગબ્બર નામનો પહાડ છે. આ પહાડ પર પણ દેવી માં નું પ્રાચીન મંદિર આવેલુચે. એવું માનવામાં આવે છે કે અહી એક પથ્થર પર માં ના પદ ચિન્હો બનેલા છે. પદ ચિન્હો ની સાથે સાથે માં ના રથ ચિન્હો પણ બનેલા છે. અંબાજી ના દર્શન ઉપરાંત શ્રદ્ધાળુ ગબ્બર પર જરૂર છે. દર વર્ષે ભાદ્ર્પદી પૂર્ણિમા ના મોકા પર અહી ખુબ જ મોટી સંખ્યા માં શ્રદ્ધાળુ આવતા રહે છે. ભાદ્ર્પદી પૂર્ણિમા ના રોજ આ મંદિર માં એકત્રિત થનારા દરેક ભક્તો પાસે જ આવેલા ગબ્બરગઢ નામના પર્વત શ્રુંખલા પર પણ આવે છે, જે આ મંદિર થી બે મિલ દૂર પશ્ચિમ ની દિશા માં આવેલું છે. પ્રત્યેક મહીને પૂર્ણિમા અને અષ્ટમી તિથિ પર અહી માં ની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. અહી ફોટોગ્રાફી નિષેધ છે. શક્તિસ્વરુપા અંબાજી દેશ ના અત્યંત પ્રાચીન ૫૧ શક્તિપીઠો માં થી એક માનવામાં આવે છે.
નવરાત્રીમાં અહીનું વાતાવરણ આકર્ષક અને શક્તિમય રહે છે. નવ દિવસ સુધી ચાલતા આ પર્વમાં શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં અહી માતાના દર્શન માટે આવે છે. આ સમયે મંદિર પ્રાંગણમાં ગરબા કરી શક્તિની આરાધના કરવામાં આવે છે. આ સાથે જ માતાજીની સપ્તશતી નો પાઠનું પણ આયોજન કરવામાં આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team