Photo Credit: love_traveling_is_life
હિમાચલ પ્રદેશની સુંદરતા જોઇને એવું લાગે છે કે જાણે કોઇ કલાકારે એક જ પેઇન્ટિંગ અને દરેક રંગોથી ભરી દીધી છે. હિમાચલ એક એવી જગ્યા છે જ્યાં દર વખતે આપણે વારંવાર જઈએ તેમ છતાં પણ આ જગ્યા આપણને વધુ સુંદર દેખાય છે. કદાચ જ કોઈ વ્યક્તિ એવું હશે જેમને હિમાચલ પ્રદેશ પસંદ ન હોય આમ તો હિમાચલ પ્રદેશ જવા માટે તમે ફ્લાઇટ, બસ અથવા તો પોતાની ગાડી લઈને પણ જઈ શકો છો. પરંતુ અહીંના સુંદર રસ્તા જોતા તમે ટ્રેનની યાત્રા કરી શકો છો. અને તે યાત્રાની મજા જ કંઇક અલગ છે ટ્રેનની બારીમાંથી બહારની સુંદરતાને જોઈને તમે પોતાનો થાક ભૂલી જાવ છો, અમે તમને એવી ટ્રેનની સફર વિશે જણાવીશું જેમાં તમે હિમાચલ પ્રદેશના સુંદર વાતાવરણનો આનંદ માણી શકો છો.
photo credit: pahadi_himachali__people/instahimachal
કાલકા-શિમલા ટોય ટ્રેન
કાલકા શિમલા ટોય ટ્રેન એ હિમાચલની ખૂબ જ ફેમસ ટ્રેનની સફર છે. આ ટ્રેનમાં જતી વખતે તમને અનુભવ થશે કે જાણે તમારી આંખની આગળ જ કોઈ સીનસીનેરી દેખાતી હોય. આ ટ્રેન ઘણી બધી એવી જગ્યાઓ માંથી પસાર થાય છે જ્યાંની સુંદરતા તમારા મનને મોહી લેશે. અને આ ટોય ટ્રેનની સફર માં તમે ઘણા બધા ટનલ અને બ્રિજમાંથી થઈને પસાર થશે જેનો પોતાનો જ અલગ અનુભવ છે.
View this post on Instagram
શિમલા કુલુમનાલી ટોય ટ્રેન
દર વર્ષે હજારો ટૂરિસ્ટ શિમલા કુલ્લુ અને મનાલીમાં ફરવા માટે આવે છે, અને શિયાળામાં અથવા તો વરસાદની ઋતુમાં આ શહેરોની સુંદરતા એક અલગ જ લેવલ પર જોવા મળે છે. આ શહેરમાં ફરવા માટે ટ્રેનની યાત્રા કરવી ખૂબ જ સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. આ શહેરમાં ફરવા માટે ઘણા બધા ટ્રેન પેકેજ ઉપલબ્ધ છે. શિમલા કુલુમનાલી ટોય ટ્રેન ટૂરના જગ્યાઓને જોવા માટે સૌથી ફેમસ ટ્રેનની સફર માંથી એક છે, તે છ દિવસ અને પાંચ રાતની એક આખી ટ્રીપ છે જે ઘણા બધા આશ્ચર્યજનક રસ્તાઓના આધારે હિમાચલની સુંદરતાને બતાવે છે.
photo credit: getty images
પઠાણકોટથી જોગિંદર નગર
પઠાણકોટ થી જોગિંદરનગર પંજાબ હિમાચલ પ્રદેશ પહોંચવાનો એક રસ્તો છે. તે યાત્રા પંજાબના પઠાણકોટથી શરૂ થાય છે અને કાંગડા વેલીથી પસાર થઇને હિમાચલ પ્રદેશના જોગિંદરનગર સુધી પહોંચે છે. આ દરમિયાન તમને ત્યાંના સુંદર બાગ બગીચા બરફથી ઢંકાયેલા પહાડ દેખાશે તેની સુંદરતા ખૂબ જ મંત્રમુગ્ધ કરી દે છે, તે 191 કિલોમીટરની યાત્રા છે અને તેને પૂર્ણ કરવા માટે લગભગ નવ કલાક લાગે છે. અને આશ્ચર્યની તથા દિલચસ્પ વાત એ છે કે તે ભારતનો સૌથી લાંબો પર્વતીય રેલ્વે માર્ગ છે.
photo credit: instahimachal
શિમલા ટોય ટ્રેન ટૂર પેકેજ
હિમાચલમાં તમને ઘણા બધા ટોય ટ્રેનના ટુર પેકેજ આસાનીથી મળી જશે. તમે અદ્ભુત ટ્રેનની યાત્રા નો આનંદ લેવા માટે અને શિમલા ની સુંદરતા જોવા માટે ખાસ શિમલા ટોય ટ્રેન ટૂર પેકેજ પણ બુક કરાવી શકો છો. આ ટ્રેનની યાત્રા બે રાત્રિ અને ત્રણ દિવસની છે, જે તમને શિમલાના ખૂબ જ સુંદર રસ્તાઓનો નઝારો બતાવશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “હિમાચલમાં ઉપલબ્ધ છે અદ્ભૂત ટોયટ્રેન ટુર પેકેજ, ઘણી સુંદર જગ્યાઓથી પસાર થાય છે આ ટોય ટ્રેન્સ”