તમે વિચારતા હશો કે ઇચ્છિત વર મેળવવા માટે શિવજી અને શક્તિ ની પૂજા થાય છે. ગણપતિ જી તો બુદ્ધિ ના દેવતા છે. અને રિદ્ધિ-સિદ્ધિ ના સ્વામી છે. તો ઇચ્છિત વર માટે તેમની ઉપાસના??તો ચાલો તમારા આ ભ્રમ નું નિવાકરણ લાવી દઈએ. હા અમે જે મંદિર ની વાત કરીએ છીએ એ ગણપતિ જી નું જ મંદિર છે ત્યાં કુંવારી કન્યાઓ ઇચ્છિત વર માટે પ્રાથના કરે છે.
તો ચાલો જાણીએ કયા છે આ અદભૂત મંદિર..
શિવપુરી જિલ્લા ના પોહરી વિસ્તાર માં છે આ મંદિર..
અમે જે વિશેષ મંદિર ની વાત કરી રહ્યા છીએ. તે મધ્ય પ્રદેશ ના શિવપુરી જિલ્લા ના પહોરી વિસ્તાર માં આવે છે. આ મંદિર 200 વર્ષ જૂનું છે. મંદિર નું નામ ઈચ્છા પૂર્ણ ગણેશજી છે. બાપ્પા અહિયાં નામ ને અનુરૂપ બધા જ ભક્ત ની ઈચ્છા પૂરી કરે છે.
ગુણો ના બખાન થી બાપ્પા મોહિત થાય છે.
આ મંદિર માં બધી જ ઈચ્છા પૂરી થાય છે. પણ કુંવારી યુવતીઓ પણ ઇચ્છિત વર માટે અહિયાં આવે છે. કહેવાય છે બાપ્પા અહિયાં આવતી દરેક યુવતી ને ઇચ્છિત વર આપે છે.
બાલા ભાઈ સાહેબ લઈ ને આવ્યા હતા આ મૂર્તિ.
પહોરી દુર્ગ સિંધિયા સ્ટેટ માં આવેલ છે. તે સમય એ જાગીરદાની બાલા ભાઈ સાહેબ ની હતી. તેમણે 1737 માં આ મંદિર નું નિર્માણ કર્યું હતું. આ મંદિર માં જે પ્રતિમા સ્થાપિત છે એ બાલા ભાઈ સાહેબ લઈ ને આવ્યા હતા. આ મંદિર ને શ્રીજી ના નામ થી પણ ઓળખાય છે.
એટલે કહેવાય છે શ્રીજી અને ચઢાવે છે આ વિશેષ ફળ
શ્રીજી ના આ મંદિર ને માન્યતા છે કે જે પણ ભક્ત બાપ્પા ની મૂર્તિ ને આંખ બંધ કરી ને મન ભરી ને જોઈ લે છે તેની ઈચ્છા બાપ્પા સુધી પહોંચી જ જાય છે. બાપ્પા ની મનમોહક તસવીર ભક્ત ને પોતાના મન ની વાત કહેવા પર વિવશ કરે છે. કુંવારી કન્યા અહિયાં બાપ્પા ને શ્રીફળ ધરાવે તો તેમની ઈચ્છા જલ્દી જ પૂરી થાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team