સામાન્ય રીતે વાસી આહાર ને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. આ કારણથી હંમેશા આપણે રાતનું વધેલું ભોજન અને વાસી રોટલી બેકાર સમજીને એને ખાતા નથી. વાસી રોટલી ખાવામાં આપણે શરમ અનુભવતા હોઈએ છીએ. પરંતુ આ એકદમ ખોટું છે. કારણ કે વાસી રોટલી ખાવાથી ઘણા બધા રોગો દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે, વાસી રોટલી માં અનેક ગુણો રહેલા છે, જેના કારણે ઘણી બીમારીઓથી બચી શકાય છે.
વાસી રોટી ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર રહેલા છે. જે શરીર અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક હોય છે. તાજી રોટીના સરખામણીમાં વાસી રોટલીમાં વધુ માત્રામાં સારા બેક્ટેરિયા રહેલા છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. માટે હવેથી વાસી રોટલીને દૂધ સાથે ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. તમે બ્રેકફાસ્ટમાં પણ તેનો સમાવેશ કરી શકો છો.
આજે અમે તમને વાસી રોટલી ખાવાના ફાયદા વિશે જણાવીશું. જેને જાણ્યા પછી તમે ઘરમાં વધેલી વાસી રોટલીની ફેકવાની જગ્યાએ ખાવાનું પસંદ કરશો.
1. ડાયાબિટીસમાં ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓ માટે વાસી રોટલી ખાવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે ઇન્સ્યુલિનને નિયંત્રણમાં રાખે છે, અને લોહીમાં સુગર ની વધુ માત્રાને ઓછી કરવામાં પણ મદદરૂપ થાય છે. આ રોટલી માં પ્રાકૃતિક મીઠાશ પણ હોય છે. ડાયાબિટીસના ડાયાબિટીસના દર્દી ઓએ સવારે ઠંડા દૂધમાં 10 થી 15 મિનિટ 2 વાસી રોટલી પલાળીને નિયમિત રૂપે ખાવી જોઈએ..વાસી રોટલી ખાવાથી શરીરમાં સુગર લેવલ નિયંત્રણમાં રહે છે.
2. બ્લડપ્રેશરમાં ઉપયોગી
વાસી રોટલી ખાવાથી બ્લડપ્રેશરના રોગીઓને ખૂબ જ ફાયદો થાય છે. એનાથી શરીરમાં લોહીનો પ્રવાહ સાથે શ્વાસ નળીના બ્લોકેજને પણ ઠીક કરે છે. બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા વ્યક્તિ એ નિયમિત સવારે નાસ્તામાં વાસી રોટલી ને દસ મિનિટ ઠંડા દૂધમાં પલાળીને ખાવી જોઈએ. એનાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
3. પેટ માટે ઉપયોગી
વાસી રોટલી ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. વાસી રોટલી માં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે. જે શરીરના પાચન તંત્રને મજબૂત બનાવે છે. ઉપરાંત પેટ સંબંધિત અનેક સમસ્યાઓ જેવી કે, કબજિયાત, ગેસ, પેટ ફૂલવું, એસિડિટી વગેરે જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. પેટ ઉપરાંત પાચન તંત્રને પણ સ્વસ્થ રાખે છે. નિયમિત દૂધ ની સાથે એક અથવા બે વાસી રોટલી ખાવી જોઈએ.
4. શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે
વાસી રોટલી શરીરના તાપમાનને નિયંત્રિત રાખે છે. આપણા શરીરનું તાપમાન સામાન્ય રીતે 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. પરંતુ ઘણા કારણોસર તાપમાન વધઘટ થતું હોય છે. જો શરીરનું તાપમાન 40 ડિગ્રીથી વધુ થઈ જાય તો, શરીર ના અંગો ને નુકસાન પહોંચે છે. ત્યારે વાસી રોટલી ખાવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. માટે રોજ દૂધ સાથે વાસી રોટલી ખાવી જોઈએ.
5. બોડી બનાવવા માટે ઉપયોગી
વાસી રોટલી ખાવાથી બોડી બને છે. જીમ જતા અને વ્યાયામ કરતા લોકોએ નિયમિત વાસી રોટલી ખાવી જોઈએ. એમાં રહેલાં પોષક તત્વ શરીરના મસલ્સને મજબૂત કરે છે. ઉપરાંત ઊર્જાનો સારો એવો સ્ત્રોત પણ બને છે. વાસી રોટલી ખાવાથી જે વ્યાયામ કરતા હોય એમને થાક મહેસૂસ થતો નથી. વાસી રોટલી ખાવાથી આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ બની રહે છે. એમાં રહેલા બેક્ટેરિયા શરીર માટે સેહતમંદ છે.
6. વજન નિયંત્રણમાં રાખે છે
વાસી રોટલી શરીરના વજનને નિયંત્રણમાં રાખે છે. એનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. વાસી રોટલી ખાવાથી પેટની ચરબી ઓછી થાય છે. શરીરના મેટાબોલિઝમને સારો બનાવે છે. એનાથી ભૂખ પણ નિયંત્રણમાં રહે છે.
7. શરીરના પોષણ માં ઉપયોગી
તાજી રોટલી ની સરખામણીમાં વાસી રોટલી માં પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો રહેલા છે. એમાં સારી માત્રામાં બેક્ટેરિયા રહેલા છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એનાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર થાય છે. વાસી રોટલી માં રહેલ પ્રોટીન, કેલ્શિયમ ને કારણે હાડકા લાંબા સમય સુધી લચીલા અને મજબૂત રહે છે. માટે શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ એક અથવા બે વાસી રોટલી ખાવી જોઈએ.
ધ્યાનમાં રાખવાની બાબત
વાસી રોટલી 12 થી 15 કલાક પહેલાની હોવી જોઈએ નહીં. 15 કલાકથી વધુ સમય સુધી રાખેલી વાસી રોટલી ખાવાથી નુકસાન થાય છે..
વાસી રોટલીને દૂધ સાથે ખાવી જોઈએ. એને દાળ કે શાક સાથે ખાવાથી બચવું જોઇએ. કારણ કે વાસી રોટલી સૌથી વધુ દૂધની સાથે ફાયદાકારક હોય છે. રોટલી ને ઢાંકી ને વ્યવસ્થિત જગ્યા પર રાખવી જોઈએ. જો રોટલીમાં કોઈપણ પ્રકારની ગંધ આવે તો એને ખાવી જોઈએ નહીં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team