૧૪૦૦કિલો બરફમાથી બને છે વડોદરા માં અમરનાથ મહાદેવનું શિવલિંગ – જાણો શું છે તેની વિશેષતા

વડોદરા માં સ્વયસેવક ગ્રુપ(ઓમકારેસવરમહાદેવ સેવા સમિતિ )દ્વારા છેલ્લા ૨૦ વર્ષ થી બનાવવામાં આવે છે બરફની ૧૦૦ કિલો ની એવી ૧૨ થી ૧૫ લાદી માથી અમરનાથ મહાદેવ નું સાક્ષાત સ્વરૂપ, જેને આપ જોઈ ધન્યતા નો અનુભવ કરી શકો છો. એકવાર તો જરૂર થઈ આવશે કે સાક્ષાત અમરનાથ મહાદેવ સામેથી દર્શન નો લ્હાવો આપી રહ્યા છે,ને આ ભક્તો દ્વારા એક કે બે નહીં ,પરંતુ છેલ્લા ૨૦ વર્ષો થી બરફ નું શિવલિંગ બનાવવામાં આવે છે એ પણ નિશુલ્ક, મહાદેવ ની ભક્તિ ની સેવા સ્વરૂપે, એક શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને બીજું મહાશિવરાત્રિ, આમ વર્ષ માં બે વાર બરફનું શિવલીગ (અમરનાથ મહાદેવ) જયભોલે ગ્રુપ દ્વારા બનાવવામાં આવે છે.

૧૪૦૦કિલો બરફ માંથી બને છે આ શિવલિંગ

જે બરફ બનાવતી ફેક્ટરીઓ મોટી બરફની લાદીઓનુંનિર્માણ કરે છે અને માર્કેટમાં વિવિધ ઉપયોગ માટે જે બરફ મોકલવામાં આવે છે એજ સાદાબરફ માથી બરફનું શિવલીગ બ્નવવામાં આવે છે, શિવલિંગ બનાવવા માટે કોઈ જ વિશેષ પ્રકાર નો બરફ વાપરવામાં આવતો નથી.મોટા ભાગે ફેક્ટરીમાં બનતા બરફ ની લાદીનું વજન 100 કિલો હોય છે.જેને ફેક્ટરી માં બન્યા બાદ શિવલિંગ નિર્માણ માટે લાવ્યા બાદ તેને વાહન માથી એક લાદી ને ઉતારવા માટે ત્રણ વ્યક્તિ ની જરુર પડતી હોય છે, ને નીચે ઉતાર્યા બાદ શિવલિંગ જ્યાં સુધી ન બને ત્યાં સુધી ખૂબ જ સાચવવો પડે છે, કારણ કે બરફ નો સ્વભાવ છે પીગડવાનો, જેથી તે ખૂબ જ ઓછો પીગડે તે માટે કપડાં થીલપેટવામાં આવે છે.શિવલિંગ બનાવતી વખતે બાજુ માં ગરમ પાણી ભરેલી ડોલ માં વારંવાર હાથનેગરમ કરવા પડે છે,એકવાર શિવલિંગ બની ગયા પછી તે બરફ પીગડતો નથી ને ઓછા માં ઓછો 12 ક્લાક રહે છે જે એક ચમત્કાર કહી શકાય.

બરફના શિવલિંગ બનાવવામાં લાગે છે ઓછા માં ઓછા ૩ કલાક જેટલો સમય

૬ થી ૭ સ્વયસેવકો દ્વારા બરફ નું શિવલિંગ બનાવવામાં ઓછાં માં ઓછા ૩ થી ૪ ક્લાક લાગતા હોય છે.ઘણીવાર વાતાવરણ ની અસર માં ગરમી નું પ્રમાણ વધુ ઓછું થવાથી શિવલિંગ બનાવવામાં વધુ સમય લાગતો હોય છે,બરફ માં લિંગ નો અર્ધ ગોડાકાર આકાર આપવામાં ઘણીવાર સમય વધુ લાગે છે.બરફ ની લાદીનું શિવલિંગ બનાવવામાં મહત્વનુ સ્થાન તો છે જ , પરંતુ ખાસ બરફનું છીણ વધુ ઉપયોગી હોય છે,છીણ દ્વારા જ આખું અમરનાથ શિવલિંગ સંપૂર્ણ રીતે તૈયાર થતું જોવા મડેછે.

૧૦/૧૨ ક્લાક સુધી નથી ઓગડતું આ શિવલિંગ

શિવલિંગ બનાવતીવખતે સૌ પ્રથમ નીચે જાડી સેતરંજી મૂકવામાં આવે છે જેથી બરફ એકવાર સેટ થયા પછી પોતાની જ્ગ્યા છોડે નહીં,ને મંદિરો માં મોટાભાગે ફ્લોરઆરસ પહાણ ના પથ્થર ના હોય છે ,જે પથ્થર બરફ સાથે તેના જ વાતાવરણ માં ઠંડા થાય છે, સાથે બરફનું શિવલિંગ બન્યા પછી ત્રણ બાજુ કપડાં ના પરદા બાધવામાં આવે છે આ બધા નાના મોટા ઉપાયો કરવાથી બરફ વહેલો ઓગડતો નથી.સ્વયસેવકો માં કહેવા પ્રમાણે,અમે બધે ઘી નું કમડ,રંગીન ચોખા થી થતા વિવિધ શણગાર, શાકભાજી થી શણગાર,રંગોળી વગેરે જોયેલા હતા …

તો અમે વિચાર્યું કે કઈક નવું કરીયે.તો આમ બરફનું શિવલિંગ બનાવીએએ વિચાર સાથે શુભ કાર્યની શરૂઆત થઈ,સફળતા મડતી ગઈ ને આજે ભક્તો ના ભાવથી ને પ્રભુ કૃપા થી 20 વર્ષો થી બનાવીએ છે..ને ક્યારેય કોઈને નુકશાન પહોચ્યું નથી,પછી બીજા ઘણા મંદિરોમાથી આગ્રહ થવા માંડ્યો ને સેવા કરતાં ગયા. શિવલિંગ બનાવવામાં બરફ જ આકાર નું કામ કરે છે ને બરફ જ એકબીજા બરફ ને જોડવાનું કામ કરે છે,વર્ષો ની ફાવટ પછી હવે ઘણી સરડતાં થી શિવલીગ બની જાય છે લિંગ બનાવવામાં થોડોક વધુ સમય લાગતો હોય છે, શિવલિંગ ની ઊચાઇ ૫ થી ૬ફૂટ ની હોય છે. અમારી જાણકારી અનુસાર વડોદરા માં અમે એકલા શિવ ભક્તો છીયે કે આવું બરફનું શિવલિંગ બનાવીએ છીએ.

ઘણા ભક્તો માટે છે આજ અમરનાથ….અશક્ત લોકો જઈ ના શકે તો અહી જ દર્શન થઈ જાય છે

જે વૃદ્ધ લોકો છે જેઓ અશક્ત છે ચાલી નથી શકતા એવા લોકો માટે ઘર બેઠા અમરનાથ મહાદેવ ના દર્શન કરવા મડે એ એક વિશેષ લ્હાવો છે.ને એ પણ દર વર્ષે, ઘણા ભક્તો નો એક જ ભાવ છે કે અમે આર્થિક રીતે કેશારીરિક અશક્તિ ને કારણે વિવિધ યાત્રા ધામ ના દર્શન નથી કરી શકતા, પરંતુ અમારા માટે આ અમરનાથ શિવલિંગ એ ઘેર બેઠા ગંગા સમાન છે,

બરફ પીગડી જવાના પોતાના સ્વભાવ ને ભૂલી જય છે.

પાણી ના ઘન સ્વરૂપને આપણે બરફએવું નામ આપવામાં આવ્યું છે,ને બરફ ને અમુક ડિગ્રી પર રાખે તો જ પોતાનું સ્વરૂપ પકડી રાખે છે ને હવાના સંપર્ક માં આવતા કે વધુ તાપમાન માં આવતા તે પીગડવાનું શરૂ કરે છે ને બરફ પોતાના ઘન આકાર ને છોડી ને પ્રવાહી રૂપે પાણી બની જતું હોય છે, પરંતુ અહી ભોલેનાથ નો ચમત્કાર કહી શકાય કે બરફ ફેક્ટરી થી લાવતા લાવતા ઓગડતો હોય છે બનાવતી વખતે પણ પીગડતો હોય છે, પરંતુ એકવાર અમરનાથ શિવલિંગ બન્યા બાદ તે બરફ ભોલેનાથ નું લિંગ સ્વરૂપ ધારણ કરે છે પછી એ અમરનાથ જ્યોતિર્લીંગ નું સ્વરૂપ લોકોની ભક્તિ ને દર્શન માટે બરફ ૧૨ થી ૧૪ ક્લાક સુધી પોતાનું સ્વરૂપ છોડતો નથી.

અમરનાથ મહાદેવ નો શણગાર

અમરનાથ મહાદેવ (બરફનું શિવલિંગ) બની ગયા પછી તેની ઉપર વિવિધ શણગાર કરવામાં આવે છે,જેવી રીતે કે ગુલાબ નો ખાસ ઉપયોગ કરવામાં આવે છે સાથે ગલગોટા,લીલી,ગુલાબ,બિલીપત્ર,વગેરે ફૂલનો શણગાર માટે ઉપયોગ કરવામાં આવે છે.વિશેષ શણગાર પુજા સામગ્રી માં અબીલ,ગુલાલ,ચંદન,ભસ્મ નો ઉપર થી શિવજી પર છંટકાવ થાય છે,શિવજી ના અંગ ના શણગાર સ્વરૂપ ત્રિશુળ,ડમરુ,ત્રિપુંડ,મુખારવિંદ વગેરે વિશેષ આકર્ષણ પેદા કરે છે. સાથે ભક્તો દ્વારા રમતા મૂકાતા શ્રીફળ નો શણગાર અને છૂટા બિલીપત્ર નો શણગાર કરવામાં આવે છે.

લોકો લઈ શકે છે અમરનાથ મહાદેવ સાથે સેલ્ફી

ભક્તો ને આ અમરનાથ મહાદેવ ના દર્શન સાથે મહાદેવ ની સ્મૃતિ સાથે લઈ જઈ શકે તે માટે ભક્તો અહી મહાદેવ સાથે ખાસ સેલ્ફી લેતા હોય છે ને એક અલગ પ્રકાર ની ધન્યતા અનુભવે છે સાથે અમરનાથ મહાદેવ ના દર્શન નો લાભ ઘર આંગણે મડ્તો રહે છે તે માટે દિલ થી આભાર વ્યકત કરતાં હોય છે.

વડોદરા ના વિવિધ શિવમંદિરોમાં અમરનાથ મહાદેવ

ઓમ્કારેસ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા છેલ્લા 20 વર્ષોમાં વડોદરા ના વિવિધ વિસ્તારોના શિવ મંદિરો મા બરફના શિવલિંગ નું નિર્માણ કરી ચૂક્યા છે ,જેવા કે પારદ શિવલિંગ (સહયોગ), ઓમકારેસવાર મહાદેવ (તપોવન મંદિર-ઊંડેરા ગામ),ગોરખનાથ મહાદેવ(ગોરવા)કષ્ટભંજન હનુમાન મંદિર , પદમ પાર્ક (તરસલી), જય ભોલે મંદિર (કોયલી રોડ) આમ વડોદરા ના વિવિધ મંદિરો માં અમરનાથ શિવલિંગ (બરફનું શિવલિંગ) આ ભકતો દ્વારા શ્રાવણમાસ અને શિવરાત્રિ દરમ્યાન નિર્માણ કરવામાં આવે છે.

જય ભોલે ગ્રુપ ના અમરનાથ ના સર્જન કર્તા સ્વયસેવકો વિષે થોડુક

આ ગ્રુપ ના સ્વયં સેવકો નું કહેવું છે કે ભોલે નાથ ની વર્ષો થી સેવા નો લાભ મડ્તો રહે છે ને ભોલેનાથની સેવા ના બદલામાં આર્થિક,સામાજિક,શારીરિક ને વ્યવ્હારિક બધી જ રીતે કોઈપણ જાતની તકલીફ પડવા દેતા નથી.ગ્રુપમાં વિવિધ ક્ષેત્ર નું જ્ઞાન ધરાવતા યુવકો છે, ને તેઓના જણાવ્યા મુજબ આ અમરનાથ શિવલિંગ બનાવતી વખતે એક પ્રકાર ની શક્તિ નો સતત આભાસ થતો હોય છે.આ સ્વયસેવક સમિતિ માં અમિત વ્યાસ,સમીર પટેલ,હસમુખભાઇ,ભાવેશ,ચેતન ઠક્કર,અને જયંતી ચાવડા વગેરે યુવકો સેવાકીય પ્રવૃતિ કરતાં હોય છે.જય ભોલેનાથ. અસ્તુ….

નોંધ : આ લખાણ ની કોપી ના કરવું અને કોઈ પણ ફોટો લેતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : JD Chawda

Leave a Comment