અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્ના પણ છે દંગ, મુંબઈની એક એવી ઓટો રીક્ષા જેણે આપી લગ્જરી કારને માત

આજકાલ લોકો આરામદાયક યાત્રા માટે કેબ સર્વિસ નો વધારે ઉપયોગ કરવા લાગ્યા છે. એવામાં મુંબઈ ના એક ઓટો ચાલકે તેના વ્યવહાર અને ઓટો ના ડેકોરેશન થી બધાનું દિલ જીતી લીધું. આજે દરેક લોકો તેની ઓટોમાં સવારી કરવા માંગે છે. હકીકતમાં, મુંબઈના સત્યવાન ગીત નામના ડ્રાઈવરએ તેના પેસેંજરને તેની ઓટો રિક્ષામાં જ બનતી બધી જ સુવિધા આપવાનો પ્રયાસ કર્યો છે. સત્યવાન નો દાવો છે કે તેની ઓટો મુંબઈની પહેલી અને એકલી ‘હોમ સિસ્ટમ’ ઓટો રીક્ષા છે.

હોમ સિસ્ટમથી સજ્જ છે ઓટો રીક્ષા-

ટ્વિન્કલ ખન્નાએ પણ તેના ઘણા ફોટા ઓ શેર કરી લખ્યું હતું કે આ ઓટો રિક્ષામાં ખુબ જ સારી સુવિધાઓ છે જેમકે  તેમાં નાની જગ્યાઓમાં ખુબ જ ખુબસુરત છોડ પણ લગાવેલા છે. આ સિવાય તેણે તેની ઓટોમાં ડેસ્કટોપ મોનીટર પણ લગાવેલું છે.

ઓટોમાં જ વોશ બેસીન અને ટીસ્યુ પેપર ની પણ સુવિધા છે. તેમાં ફોન ચાર્જીંગ, હેન્ડવોશ, સાફ પાણી ની સુવિધા આપવામાં આવી છે. જણાવી દઈએ કે હોમ સિસ્ટમ થી સજ્જ એટલે કે ઘર જેવી સુવિધા વાળી ઓટો રીક્ષા. સત્યજીતનું કહેવું છે કે તેની ઓટોમાં ઘર જેવી જ સુવિધા છે.

ટ્વિંકલ ખન્ના ના ઇન્સ્ટાગ્રામ પર ડ્રાઇવરના ઓટોના ફોટોગ્રાફ જોઈ ડ્રાઇવરે ભૂતપૂર્વ અભિનેત્રી અને તેના પતિ અક્ષય કુમારની પ્રશંસા કરી હતી.

વરિષ્ઠ નાગરિકો માટે 1 કિલોમીટર સુધીની મફત મુસાફરી

સત્યવાન ગીત વરિષ્ઠ નાગરિકોને 1 કિલોમીટર સુધી મફત યાત્રાની સુવિધા પણ આપે છે. તેનું કહેવું છે કે વરિષ્ઠ નાગરિક ની ઉંમર થવા પર તેની સારસંભાળ કરવા વાળું કોઈ નથી હોતું. એવામાં તેને 1 કિલોમીટર સુધી મૂકી આપું છું. તેનું એવું કરવા પાછળનો ઈરાદો લોકોને ખુશી આપવા સિવાય તેના પેસેંજર ને ખુશ રાખવાનો છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment