એક દિવસ બાદશાહ અકબરે બીરબલને બોલાવી કહ્યું, સંસારમાં ઘણા બધા મુર્ખ છે અને હું આપણા રાજ્યના ચાર સૌથી મુર્ખ લોકોને જોવા માંગું છું. એટલા માટે તું સાંજ સુધીમાં મારી પાસે ચાર મુર્ખ લોકોને લઈને આવ. અકબરની આજ્ઞા માની બીરબલ રાજ્યના સૌથી મુર્ખ લોકો માટેની તલાશમાં નીકળી પડ્યા. રાજ્યમાં ઘણા સમય સુધી ઘૂમ્યા પછી બીરબલની નજર એક વ્યક્તિ પર પડી જે ઘણો ખુશ નજર આવી રહ્યો હતો અને મીઠાઈ નો ડબ્બો લઈ ક્યાય જઈ રહ્યો હતો. બીરબલે તે વ્યક્તિને રોકી પૂછ્યું કે ભાઈ તું આટલો બધો ખુશ કેમ છે અને આ મીઠાઈ લઈ ક્યાં જઈ રહ્યો છે. તે વ્યક્તિ ઉત્સાહ સાથે બોલ્યો કે મારી પત્ની આજે બીજા લગ્ન કરવા જઈ રહી છે, તેણે મને લગ્નમાં બોલાવ્યો છે, આ મીઠાઈ ;લઈ ત્યાં જઈ રહ્યો છું. આ વાત સાંભળી બીરબલને આ માણસ મોટો મુર્ખ લાગ્યો અને તેને કહ્યું કે મહારાજે આજે તને મળવાની ઈચ્છા પ્રગટ કરી છે. એટલા માટે તું આજે મારી સાથે રાજા અકબર પાસે ચાલ. તે માણસ રાજાને મળવા રાજી થઈ ગયો.
બીરબલ આ વ્યક્તિ સાથે દરબાર જવા લાગ્યો ત્યારે જ બીરબલની નજર એક બીજા માણસ પર પડી. તે માણસ એક ઘોડી પર સવાર હતો અને તે વ્યક્તિ એ તેના માથા પર એક ભારે સબ્જીની થેલો રાખ્યો હતો. બીરબલે આ માણસને રોક્યો અને કહ્યું, ભાઈ તું ઘોડી પર સવાર થઈને પણ તે આ થેલી માથા પર કેમ રાખી છે. તું આ થેલી ઘોડા પર પણ રાખી શકે ને ?
આ વ્યક્તિ બીરબલને કહે છે કે, મારી ઘોડી ગર્ભથી છે અને ફક્ત મારો જ ભાર ઉઠાવી શકે, એટલા માટે મેં આ થેલી મારા માથા પર રાખી છે જેથી કરી આ બોજ ઘોડી પર ના પડે. આ વ્યક્તિની આવી વાત સાંભળી બીરબલે કહ્યું, તું મારી સાથે મહારાજ પાસે ચાલ. તો વ્યક્તિ એ પૂછ્યું કે કેમ મેં એવું શું કર્યું કે તું મને રાજા પાસે લઈ જવા માંગે છે. ત્યારે બીરબલ કહે છે કે આ સવારે મહારાજે તને મળવાની ઈચ્છા પ્રગટ કરી હતી.
બીરબલ આ બંને મુર્ખ લોકોને મહારાજ પાસે લઈ જાય છે અને કહે છે કે મહારાજ આ છે આપણા રાજ્યના સૌથી મોટા ચાર મુર્ખ જેને તમે જોવા માંગો છો, ત્યારે મહારાજ કહે છે કે આ તો ફક્ત બે જ છે બાકીના બે ક્યાં છે. બીરબલ કહે છે કે ત્રીજા મુર્ખ તમે છો કે જેણે મુર્ખાઓને જોવાની ઈચ્છા જાહેર કરી અને ચોથો મુર્ખ હું છું કે આ મુર્ખાઓને શોધવા નીકળી પડ્યો. ત્યારબાદ આ બંનેની મૂર્ખતા વિષે બીરબલે અકબરને જણાવ્યું અને તેની મૂર્ખતા સાંભળી અકબર હસવા લાગ્યા.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team
1 thought on “અકબર-બીરબલ અને ચાર મુર્ખ લોકોની કહાની”