અમદાવાદના એડવેન્ચર પાર્કમાં મોટી ઘટના બની. જેમાં જુલો તુટવાને કારણે 3 ના મોત અને 28 ઘાયલ થયા. ગુજરાતના અમદાવાદમાં કાંકરિયા એડવેન્ચર પાર્કમાં મોટી ઘટના બની જેમાં 3 લોકોનું મોત થયું હોય તેવી ઘટના સામે આવી છે. રીપોર્ટરના જણાવ્યા મુજબ આ મોટી ઘટનામાં 3 લોકોના મોત થયા અને 28 લોકો ઘાયલ થયા છે.
અમદાવાદ ફાયર બ્રિગેડ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત તથા બચાવ અભિયાન શરુ કર્યો હતો. ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા. એ તમને જણાવી દઈએ કે ડિસ્કવરી રાઈડમાં 31 લોકો હતા.
કહેવામાં આવે છે કે રવિવાર હોવાને કારણે એંડવેંચર પાર્કમાં લોકોની ભીડ હતી. રવિવારના કારણે શાળા કોલેજમાં રજા હોવાને કારણે વધારે પ્રમાણમાં લોકો ફરવા આવ્યા હતા.
નિગમ આયુક્ત વિજય નહેરા એ કહ્યુ પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જુલા માં કેમ ગડબડી આવી એ કારણોની તપાસ થશે. પોલિસ અને ફોરેન્સિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં તપાસ અને કડક કાર્યવાહી થશે.
આ અમારો આર્ટીકલ પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો…
Author : FaktGujarati Team