અમદાવાદમાં આવેલ છે આ પ્રસિદ્ધ પર્યટક સ્થળો તમે પણ મુલાકાત જરૂરથી લો 

અમદાવાદની ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર માનવામાં આવે છે અને પહેલા અમદાવાદ શહેર ગુજરાત રાજ્યની રાજધાની પણ હતી પરંતુ ત્યારબાદ ગુજરાતની રાજધાની ગાંધીનગર સ્થાનાંતરિત કરી દેવામાં આવી. સાબરમતી નદીના કિનારે આવેલ આ અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું ખૂબ જ વિકસિત શહેર છે, અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર પણ માનવામાં આવે છે.

મહાત્મા ગાંધીએ 1917 માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી, જે આજે અમદાવાદના પ્રમુખ દર્શનીય સ્થળોમાંથી એક માનવામાં આવે છે. ઘણા બધા લોકો અમદાવાદમાં આવે છે પરંતુ તેમને માહિતી નથી હોતી કે અમદાવાદમાં કયા કયા ફરવાના સ્થળો છે, તો આજે અમે તમને અમદાવાદમાં આવેલા પ્રસિદ્ધ પર્યટક સ્થળો ની માહિતી આપીશું.

સાબરમતી આશ્રમસા

બરમતી આશ્રમ મહાત્મા ગાંધીજીએ 1917 બનાવ્યો હતો આ આશ્રમમાં મહાત્મા ગાંધીજી અને તેમની પત્ની કસ્તુરબા ના ઘણા બધા વર્ષો અહીં પસાર કર્યા હતા, આ આશ્રમ 1930 માં ગાંધીજીએ જ્યારે મીઠાના કાનૂન નો બંધ કરવા માટે ઐતિહાસિક દાંડી યાત્રા કરી હતી. સાબરમતી નદીના કિનારે આવેલ આ સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ ના નામથી પણ ખૂબ જ પ્રચલિત છે.

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય

સરદાર વલ્લભભાઈ પટેલ સંગ્રહાલય અમદાવાદમાં શાહીબાગ એરિયામાં મોતીશાહી મહેલમાં આવેલ છે. આ મ્યુઝીયમ સરદાર વલ્લભભાઈ પટેલની કલાકૃતિ અને તેમના સન્માનને પ્રદર્શિત કરે છે સરદાર વલ્લભભાઈ પટેલના આ મ્યુઝિયમમાં આઝાદીના સમયના ઘણા બધા ફોટા જોવા મળે છે.

કાંકરિયા તળાવ

કાંકરિયા તળાવ નું નિર્માણ 15 મી સદીમાં કરવામાં આવ્યું હતું. કાંકરિયા તળાવ અમદાવાદના મણીનગર ક્ષેત્રની પાસે આવેલ છે. અને આ તળાવ લગભગ બે કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે, અહીંનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ છે અને ત્યાં મનોરંજનથી ભરપૂર સંસાધનો પણ જોવા મળે છે. અહીં પક્ષીઘર પ્રાણીસંગ્રહાલય અને ઘણું બધું આવેલું છે.

હઠીસિંહ જૈન મંદિર

આ જૈન મંદિર 1848 માં બનાવવામાં આવ્યું હતું અને અહીં 15માં જૈન તીર્થંકર ભગવાન ધર્મનાથને સમર્પિત છે. અહીં કુલ 52 મંદિર આવેલા છે, અને આ મંદિર ઉપર ઘણી બધી કારીગરી અને લક્ષી કામ કરવામાં આવ્યું છે, તેના જ લીધે તે જગ્યાને હઠીસિંહ વાડીના નામથી પણ જાણવામાં આવે છે, આ વાડીમાં 78 ફિટ લાંબા મહાવીર સ્તંભ મુકવામાં આવ્યા છે અને અહીંની કારીગરી ખૂબ જ સુંદર છે.

સાબરમતી રિવરફ્રન્ટ

સાબરમતી નદીના કિનારે બનેલ રિવરફ્રન્ટ ખૂબ જ સુંદર પબ્લિક પાર્ક છે, અને આ પાર્ક સાબરમતી રિવરફ્રન્ટ ના નામથી જાણીતું છે. અહીં એક વખત વર્ષમાં ફ્લાવર શો થાય છે જે ખૂબ જ જોવા લાયક હોય છે અને અહીંની સુંદરતા અત્યંત આલ્હાદક છે.

અડાલજ ની વાવ

અમદાવાદના અડાલજના એરિયામાં જુના સમયમાં બનેલ એક સીડી વાળો કુવો છે. જે અડાલજની વાવ ના નામથી જાણીતી છે પ્રાચીન કાળમાં બનેલા ઐતિહાસિક કુવા ઉપર કરવામાં આવેલ કારીગરી અને નકશીકામ ખૂબ જ જોવા લાયક છે.

સીદી સૈયદ નું મસ્જિદ

સીદી સૈયદનું મસ્જિદનું નિર્માણ 1573 માં કરવામાં આવ્યું હતું. સીદીસૈયદ મસ્જિદ અમદાવાદનું સૌથી લોકપ્રિય મસ્જિદ માંથી એક છે, તે મસ્જિદ વિશેષ રૂપે જાળીદાર બારીઓના માટે ખૂબ જ પ્રસિદ્ધ છે આ મસ્જિદ નું નિર્માણ મોગલ સેનાપતિ બિલાલ ઝજરખાનના રિટાયર્ડ ફોજી સીદી સૈયદને જાય છે સીદી સૈયદની મસ્જિદ અમદાવાદનું લોકપ્રિય મસ્જિદ હોવાના કારણે અહીં ઘણા બધા લોકો ફરવા માટે આવે છે.

સાયન્સ સીટી

સાયન્સ સિટી ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ એક શાનદાર પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ 107 હેક્ટર ભૂમિમાં ફેલાયેલો છે જ્યાં ફરવા માટેની સાથે સાથે વિજ્ઞાનને પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે એક પહેલ કરી છે સાયન્સ સિટીમાં વિજ્ઞાનથી જોડાયેલી ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળશે.

1 thought on “અમદાવાદમાં આવેલ છે આ પ્રસિદ્ધ પર્યટક સ્થળો તમે પણ મુલાકાત જરૂરથી લો ”

Leave a Comment