અદ્ભુત મંદિર : અહી ફૂલો ની જગ્યાએ માતાને ચઢાવવામાં આવે છે ચપ્પલ

મંદિરોમાં ભક્ત દેવતાઓને ખુશ કરવા માટે ફળ અને ફૂલ ચઢાવે છે પણ શું તમે ક્યારેય એવું મંદિર વિષે સાંભળ્યું છે જ્યાં ચપ્પલ ચઢાવવા માં આવે છે? કર્ણાટકના કાલુબુર્ગિ જિલ્લા માં લક્કામાં દેવી ના મંદિરે આવું થાય છે. આ મંદિર નો પુજારી હિંદુ નથી, પણ મુસ્લિમ છે. આટલુજ નહી આ મંદિર ની ઘણી એવી વિશેષતાઓ છે જેને જાણી તમને ચોક્કસ આશ્ચર્ય થશે.

કેમ ચઢાવવામાં આવે છે ચપ્પલ ?

દિવાળી પછી પંચમી માં અહિયાં મેળો થાય છે અને આ દિવસે મંદિર માં આવતા ભક્તો માતા સામે મન્નત રાખતા સમયે જાડ પર ચપ્પલ બાંધે છે. ત્યારેબાદ જે લોકોની માનતા પતિ જાય છે tયારે અહી ફરી આવી માતાને એ ચપ્પલનો હર બનાવી પહેરાવે છે. અહિયાં એવી માનતા છે કે મેળા ની રાતે દેવી જાડ પર બાંધેલ ચપ્પલો પહેરી ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા જાય છે.

ખરાબ શક્તિઓ થી રક્ષણ આપે છે 

ભક્તો અહી આવી પૂર્ણ શ્રદ્ધા અને લગન થી મન્નત માને છે અને આ જાડ પર ચપ્પલ લટકાળે છે. આટલુજ નહિ લોકો અહી ભગવાન ને શાકાહારી તથા માંસાહારી ભોજન નું પણ ભોગ ચઢાવે છે. સ્થાનીય લોકોનું માનવું છે કે આવી રીતે ચપ્પલ ચઢાવી ઈશ્વર તેમને ખરાબ શક્તિઓ થી રક્ષણ આપે છે. માન્યતા એ પણ છે કે આમ કરવાથી પગ અને ઘૂંટણ ની પીડા પણ દુર થઇ જાય છે. અને આ મંદિર માં ફક્ત હિંદુ નહી મુસલમાન ભક્તો પણ આવે છે.

મુસ્લીમ્સ કરે છે પૂજા 

મુસ્લીમ્સ પોતાની ઈચ્છાથી આ મંદિર ના પુજારી બને છે. આની પાછળ કોઈ તર્ક કે કહાની નથી. તેઓ વર્ષોથી આ પરમ્પરા ને પૂરી કરે છે. આ મંદિર એવું છે કે અહિયાં કોઈ જાતી અને ધર્મ નથી હોતો.

ALL IMAGE CREDIT: GOOGLE IMAGES

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Comment