ભગવાનની પૂજા થઈ ગયા બાદ, પૂજાના સામાનનો આ રીતે ઉપયોગ કરવાથી ઘરમાં બની રહેશે શાંતિ

જેમ કે આપણે દરેક જાણીએ છીએ કે પૂજા કરતી વખતે તેમાં ઘણી બધી સામગ્રીઓની જરૂર પડે છે. તેમજ તેની પૂજા થઈ ગયા બાદ જે વધેલી સામગ્રી છે તેનો કઈ રીતે ઉપયોગ કરવો એ કોઈ જ નહી જાણતું હોઈ. મોટા ભાગે લોકો તેને વિસર્જિત કરી નાખે છે. તમને જણાવી દઈએ કે આ સામગ્રીને ફેંકવી નહી. આજે અમે તમને જણાવીશું કે પૂજા કર્યા બાદ વધેલી પૂજાનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ.

image source

કંકુ

કોઈ પણ દેવી દેવતાનું પૂજન કંકુ વગર અધૂરું છે. પૂજન પછી કંકુને મહિલાઓએ ઉપયોગમાં લેવુ એનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં જ્યારે પણ કોઈ નવી વસ્તુ ખરીદી હોય , ત્યારે એનું પૂજન આ કંકુથી કરવાથી ધન વૈભવમાં વૃદ્ધિ થાય તેવી માન્યતા છે.

image source

 પુષ્પહાર

ઘરના બારણા પર બાંધી દો. પુષ્પ હાર જ્યારે મુરઝાઈ જાય તો એને કુંડા કે બગીચામાં નાખી દો.

 રક્ષાસૂત્ર

પૂજન પછી રક્ષાસૂત્રને ઘરની અલમારી કે દુકાનની તિજોરીમાં બાંધી શકાય છે.

image source

  ચૂંદડી

એને ઘરની અલમારીમાં કપડાના સાથે રાખો જેથી માતાના આશીર્વાદથી નવા પરિધાન પહેરી શકો અને માતાની કૃપા હંમેશા તમારા પર રહેશે.

 અક્ષત

પૂજન પૂર્ણ થતા જે અક્ષત થાળીમાં રહી જાય છે એને ઘરના ઘઉ કે ચોખામાં મિક્સ કરી નાખો. આથી ઘર હમેશા ધન -ધાન્યથી પરિપૂર્ણ રહેશે.

image source

ગોળ-સોપારી,જનોઈ

પૂજન શરૂ કરતા પહેલા પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરાય છે પ્રતીકાત્મક રૂપથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. પાન પર કંકુથી સ્વસ્તિક બનાવીને એના પર ગોળ સોપારી રાખી જનોઈ પહેરાવવામાં આવે છે પૂજન પછી એને લાલ કપડામાં બાંધીને રાખો જેથી ધન સમૃદ્ધિ રહેશે.

image source

ચાંદલામેહંદી

પૂજન પછી જે ચાંદલા કે મેંહદી રહી જાય છે એને કુમારી છોકરીઓ અને પરિણીત મહિલાઓને લગાવા જોઈએ. માનવું છે કે આથી કુમારીઓને યોગ્ય વર અને પરિણીત મહિલાને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment