આંતકી હુમલો થયા પછી શહીદના ઘરમાં આવો માહોલ સર્જાયો હતો – આવી છે શહીદ થયેલા જવાનના ઘરની કહાની..

પુલવામામાં થયેલા આંતકી હુમલામાં આંકડા પર નજર નાખીએ તો ૩૭ થી વધુ જવાનો શહીદ થયા હતા. જેના ઘરે શહીદ થવાના સમાચારની જાણ થઇ તો ઘર–ઘરમાં રૂદનની ચીસ ગુંજી હતી. કોઈનો આંખનો સિતારો ખોવાયો તો કોઈ માટે ‘માં’ નો લાડલો દીકરો, કોઈનો પતિ ખોવાયો તો કોઈનો બાપ. શહીદ થયેલા ભારતીય જવાનોના ઘરમાં ચોતરફ રડવાનો માહોલ છવાયો હતો.

અમુક ઘરની દાસ્તાન એવી પણ છે કે, બુઢાપાનો સહારો ખોવાય ગયો અને અમુકના ઘરમાં છોકરા પરથી બાપનો સહારો છીનવાઈ ગયો. આ હુમલાએ ઘણી દર્દની કહાનીઓ સર્જી છે. શહીદ થયેલા જવાનના ઘરમાં અત્યારે તો રોવાનો અવાજ વાતાવરણને ગમગીન બનાવે છે.

આ હુમલામાં મુગલસરાય કોતવાલી ક્ષેત્રના બહાદુરપૂર ગામના CRPF જવાન અવધેશ યાદવ પણ શહીદ થઇ ગયા છે.તે ૨૦૦૬માં ભરતી થયા હતા. પણ પુલવામામાં આંતકી હુમલાએ અવધેશની જિંદગી ખતમ કરી નાખી. આવી તો એક નહીં પણ અનેક કહાનીઓ છે, જે જાણીને હદય પીગળી જાય એમ છે. શહીદ જવાનોના ઘરે જઈને જોઈએ તો ખબર પડે કે કેટલી ગંભીર સ્થિતિ છે.

અત્યારે તો લોકોમાં પણ આંતકીઓ પ્રત્યે ભારે રોષ છે. પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ સંભળાય છે. લોકો વડાપ્રધાન મોદી પાસે આંતકીઓની કડક કારવાઈ થાય તેવી માંગ કરી રહ્યા છીએ. ભારતમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. તેનું કારણ અત્યારે માત્ર પાકિસ્તાનનો ભારત પર થયેલો વાર જ છે. આવનારા સમયમાં પાકિસ્તાને આ સામે વળતો જવાબ સ્વીકારવાની તાકાત રાખવી પડશે.

આ વખતના હુમલાએ લોકોને હચમચાવી નાખ્યા છે. એક-એક વ્યક્તિના મોઢે આ હુમલાને લઈને વાતો સંભળાય છે. જવાનોએ તેનું લોહી રેડીને ભારતની જમીનનું રક્ષણ કર્યું છે. તો તેનો કિંમત અવશ્ય પાકિસ્તાનને ભરપાઈ કરવો જ પડશે.

  • માતા-પિતાને દીકરા પર ગર્વ છે

કેન્દ્રીય રીઝર્વ પોલીસ બળના જવાન વિજય સોરંગના માતા-પિતા દેશ ભક્તિમાં ઊંડા ઓતપ્રોત છે. તેના દીકરાની શહીદીસત પર ગૌરવ અનુભવે છે. તેના માતા-પિતા કોઈ ઘનરાશી કે બીજું કાંઈ ઇચ્છતા નથી. તે માત્ર એટલું ઈચ્છે છે કે, આંતકીઓને કડક સજા મળે. વિજયે તો તેની જાન દેશ માટે અર્પણ કરી દીધી. પિતાને એ વાતનું ગૌરવ છે કે તેને દેશ માટે જીવ કુરબાન કર્યો છે.

  • દીકરાએ તેના બાપને ગુમાવ્યો

આ હુમલામાં એક શહીદ જવાન છે, જેના ઘરમાં હમણાં જ ખીલખીલાટ ગુંજ્યો હતો. પણ આંતકી હુમલાને એ પસંદ આવે ખરૂ!! હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લામાં રહેનાર “તિલક રાજ” હુમલો થયાના ત્રણ દિવસ પહેલા જ ઘરેથી પરત ડયુટી પર આવ્યા હતા. પાછળના મહીને જ તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો.  

તિલક રાજના પરિવારમાં હજી એક દીકરો છે, જે ત્રણ વર્ષનો છે. એ સિવાય તેના માતા-પિતા અને મોટો ભાઈ પણ છે. રાજના માતા-પિતાને ગર્વ છે કે, દીકરાએ દેશ માટે કંઈક કરીને બતાવ્યું. તેમજ તેને દેશ માટે શહીદીસત આપ્યું છે.

આ તો હજુ નાની કહાની છે, જે રૂવાંટા ઉભા કરી દે એવી છે. હજી પણ જેમ-જેમ શહીદ જવાનની કહાનીઓ જાણતા જઈએ તેમ આંખમાંથી નીકળતા આંસુને રોકી શકાતા નથી. પુલવામામાં થયેલા આંતકી હુમલાએ ઘણાના ઘરના દીપકને બુઝાવી દીધા છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Comment