લગ્ન જીવનને ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે અને તેની સાથે સાથે જ તે સાત જન્મનું બંધન પણ કહેવામાં આવે છે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે પોતાના જીવન સાથે સાથે ખૂબ જ શાંતિથી અને શું મધુર જીવન જીવે પરંતુ લગભગ જોવામાં આવે છે કે લગ્ન પછી એવા ઘણા બધા કિસ્સા બની જાય છે જેમાં પતિ પત્ની માંથી કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે.
જો લગ્ન પછી પણ કોઈ મહિલાના પતિનું નિધન થઈ જાય છે તો સાસરે ના વ્યક્તિ પોતાની વહુ ને ખરાબ બોલવા લાગે છે, અને ઘણા બધા કિસ્સામાં તો જોવા મળ્યું છે કે સાસરીના લોકો પોતાના વહુને પરેશાન પણ કરે છે, તથા તેમના દીકરાના મૃત્યુનો દરેક દોષ તે વહુ પર નાખી દે છે.
આપણે દરેક વ્યક્તિ લગભગ સમાચારમાં પણ સાંભળતા હોઈએ છીએ કે સાસુ સસરા એ પોતાના વહુ પ્રત્યે ખૂબ જ ખરાબ વ્યવહાર કરે છે, અને આ પ્રકારની વાતો આપણને ખૂબ જ દુઃખી પણ કરે છે સાસુ વહુ માં લડાઈ ઝઘડા લગભગ સામાન્ય ખબરમાં પણ આવતા જ રહે છે.
પરંતુ વહુ પણ દીકરીનું સ્વરૂપ જ હોય છે અને ઘણા ઓછા લોકો હોય છે જે આ વાતને સમજતા હોય છે. જો કોઈપણ કારણસર પતિનું મૃત્યુ થઈ જાય છે, ત્યારે સાસરીમાં તે છોકરીને ખૂબ જ પરેશાન કરવામાં આવે છે અને આપણા સમાજમાં આ બધા કુરિવાજો ના કારણે મહિલાઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે અને લોકો આ બધી પરિસ્થિતિમાં સમાજના ડરથી મા બાપ પણ સાથ આપવા માટે તૈયાર થતા નથી, અને સાસુ સસરા પણ સાધતા નથી તેમ જ છત્તીસગઢના ધમતરી થી એક વિશાલ કાયમ કરી છે અને એ ખબર સામે આવી છે.
અહીં એક મહિલાના દીકરાના મૃત્યુ પછી પોતાની વિધવા વહુને લગ્ન કરાવીને રાજી કરી પરંતુ સંપૂર્ણ રીતરિવાદની સાથે તેનું લગ્ન પણ કરાવ્યું અને આ સમાચાર સંપૂર્ણ વિસ્તારમાં એક ચર્ચાનો વિષય બન્યો છે, અને ઘણા બધા લોકો આ સાસુની ખૂબ જ તારીખ પણ કરી રહ્યા છે.
બે વર્ષ પહેલા જ આ મહિલાના પતિ નું મૃત્યુ થઈ ગયું હતું કે આ નાગેશ્વર મંદિરમાં ઘણું વર્ષો જૂના રિવાજને તોડીને એક લગ્ન સંપન્ન થયા, અહીં 32 વર્ષીય કૃતિલતા સિન્હા અને 40 વર્ષીય દુર્ગેશ સિન્હા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે 2 વર્ષ પહેલા કૃતિલતાના પતિ ગજેન્દ્ર સિન્હાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. જ્યારે અઢી વર્ષ પહેલા ભિલાઈના રહેવાસી દુર્ગેશની પત્નીનું કોઈ ગંભીર બીમારીના કારણે અવસાન થયું હતું.
તે પોતાના પાંચ વર્ષના બાળકની સાથે એકલી જ રહેતી હતી અને તેની સંપૂર્ણ જિંદગી એકલા પગાર કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ તેની સાસુ યમુનાદેવીએ તેની વહુના જીવનને ફરીથી સુ મધુર બનાવવાનો ફેંસલો કર્યો અને તેમને તેમના સમાજમા પુનઃલગ્ન ન થતા હોવાના કારણે તેમને બધા સાથે બાથ ભીડી અને પોતાની વહુના લગ્ન કરાવડાવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે તે પોતાની વહુને પોતાની દીકરીની જેમ જ માને છે તેથી જ તેની દીકરીનું લગ્ન કરીને તેને વિદાય આપી છે.
જ્યારે તેનો ફરીથી લગ્ન કરવામાં આવ્યું ત્યારે તે હવે પોતાની જીવનમાં આગળ વધી ચૂકી છે,અને આ લગ્નથી પતિ પત્ની બંને એકબીજાના પરિવારમાં ખૂબ જ ખુશીની સાથે રહે છે અને આ લગ્નથી સંપૂર્ણ સમાજને એક પ્રગતિશીલ વિચાર અને પ્રેરણા પણ મળી છે.