રાત્રીના ભોજન બાદ સ્વીટ ડીશમાં બનાવો બિલકુલ બજાર જેવી જ માવા કુલ્ફી

Image Source

ઉનાળો શરૂ થઇ ગયો છે અને ઉનાળામાં ખૂબ જ ગરમી પણ લાગે છે. અને આ ગરમીના દિવસોમાં ઘણા બધા લોકો ઠંડા પીણા, આઇસ્ક્રીમ અને કુલ્ફી નું સેવન કરતા જોવા મળે છે. અને લોકોને માવા કુલ્ફી ખાવી પણ એટલી જ પસંદ હોય છે. લોકો બજારમાં તેને ખાવા માટે સ્પેશિયલ જતા હોય છે પરંતુ હવે તમારે એવું કરવાની બિલકુલ જરૂર પડશે નહીં, નીચે આપેલી રેસીપીને તમે ફોલો કરીને ઘરે જ માવા કુલફી ને આસાનીથી બનાવી શકો છો.

સામગ્રી

  • 3 ચમચી ખોયા/માવા
  • અડધો લિટર ફુલ ક્રીમ દૂધ
  • 1 ટીસ્પૂન કોર્નફ્લોર
  • 2 ચમચી ખાંડ
  • 1 ટીસ્પૂન એલચી પાવડર
  • 1/4કપ પાણી
  • 1 ચમચી પિસ્તા, છોલેલા અને સમારેલા
  • 1 ચમચી બદામ, છોલેલી અને સમારેલી

Image Source

માવા કુલ્ફી બનાવવાની રીત

એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ નાખીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકો અને ગેસની ફ્લેમ હાઈ રાખો.

જ્યારે દૂધમાં ઉભરો આવી જાય ત્યારે ગેસ ધીમો કરો અને ત્યાં સુધી તેને ચઢવા દો જ્યાં સુધી આ દૂધ જાડું ન થઈ જાય.

તેમાં લગભગ દસથી પંદર મિનિટ થશે.

ચમચી ની મદદ થી વાસણ ના ચારે તરફ લાગેલ દૂધને ઉખાડતા રહો જેથી તે વાસણ ઉપર ચોંટે નહીં.

હવે એક વાટકીમાં પાણી લો અને તે પાણીમાં કોર્નફલોર નાખો અને તેને મિક્સ કરો જેથી તેમાં ગાંઠ ન રહે, હવે તેને આ દૂધમાં ઉમેરો અને હલાવતા રહો જેથી તે વાસણમા ચોંટી ન જાય, જો તમે હલાવ્યું નહીં તો તમને બળેલા નો સ્વાદ આવી શકે છે.

હવે આ મિશ્રણમાં ખાંડ બદામ-પિસ્તા, માવો અને ઈલાયચી પાવડર નાખીને લગભગ પાંચ મિનિટ સુધી હલાવતા રહો.

ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા માટે મૂકો.

આ મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં નાખીને સેટ થવા છ કલાક માટે તેને ફ્રીઝરમાં મૂકો.

હવે ચપ્પુની મદદથી કુલ્ફીને મોલ્ડ માંથી બહાર કાઢીને ત્રણ ચાર ભાગમાં કાપીને સર્વ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

 

1 thought on “રાત્રીના ભોજન બાદ સ્વીટ ડીશમાં બનાવો બિલકુલ બજાર જેવી જ માવા કુલ્ફી”

Leave a Comment